લથડિયા ખાતું અમદાવાદઃ નવરાત્રિમાં 116 પીધેલા અને 50 રોમિયો ઝડપાયા

0

નવરાત્રિ એટલે આધ્યાશક્તિની આરાધના કરવાનો, ભક્તિ કરવાનો તહેવાર, પરંતુ આ પવિત્ર તહેવારમાં પણ કેટલાક આવારા તત્વો ભાન ભૂલીને નશો કરી જાહેરમાં ફરતાં હોય છે. ચાર નોરતામાં પોલીસે 116 પીધેલા લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં યુવતીઓની છેડતી કરતાં 50 રોમિયોની ધરપકડ કરી છે.

નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે કેટલાક પીધેલા પણ પહોંચી જતાં હોય છે. શહેરના જુદાજુદા વિસ્તારમાં પોલીસે દારૂ પીને ગરબે રમીને આવતા અને ગાડી હંકારતા હોય તેવા લોકોને ચોથા નોરતે ઝડપ્યા છે. તેમાં 116 પીધેલા અને 57 પીને ગાડી હંકારનાર સામેલ છે. નવરાત્રીના તહેવારોમાં કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે શહેરના સેક્ટર 2 વિસ્તારમાં શનિવારે રાત્રે 10 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી મેગા વાહન ચેકિંગ ડ્રાઈવ રાખી હતી. જેમાં ઝોનના ડીસીપી, એસીપી અને તમામ પીએસઆઈ તેમજ પોતાના ઝોન, ડિવિઝન અને પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ડ્રાઈવ કરાઈ હતી.

4117 વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ. 545375 નો દંડ વસૂલાયો, 582 વાહનોના મુંબઈ વ્હિકલ એક્ટમજુબ કેસ કરવામાં આવ્યા, ચેકિંગમાં 116 દારૂ પીવા કેસો કરાયા, 3 પ્રોહિબિશન પજેશનના કેસ શોદ્યા જેમાં 2 ગણનાપાત્ર કેસો શોધાયા, કેફી પીણું પીને ડ્રાઈવિંગ કરતા 57 પીધેલા સામે કાયદેસરની કાર્યવાહી.

શહેરમાંથી યુવતીઓ ગરબે ઘુમવા મોડી રાત સુધી ઘર બહાર પાર્ટી પ્લોટમાં જાય છે. વિવિધ વિસ્તારોમાંથી આવતી યુવતીઓની સુરક્ષાને લઇને તેમના પરિવારજનોમાં સતત ચિંતા સતાવતી હોય છે. આ દરમિયાન જો કોઇ યુવતી સાથે છેડતીનો બનાવ બને તો તે ઘરે કેમ પહોંચશે તે મુદ્દે આખા રસ્તો ચિંતા હોય છે. પરિવારજનોની ચિંતાના કારણે તેમજ રોડ છાપ રોમિયોને સબક શીખવવા માટે શહેર પોલીસે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે.

મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે છે અને કોઇ પણ યુવતીની મશ્કરી કે શારીરીક છેડછાડ કરનાર લોકોનો તરત જ શોધીને તેને લોકપમાં ધકેલી દેવાની તૈયારીઓ કરી દે છે.

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસે 50થી વધુ રોમિયોને પકડીને સબક શીખવાડી દીધા છે. અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયા તેમજ શહેરના સેક્ટર 2 અને જોન 4 સ્કવોડે શહેરમાં રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતીઓની સુરક્ષા તેમજ ગરબાના સ્થળે યુવતીઓની થતી મશ્કરીના કારણે ખાસ સ્ક્વોડ બનાવ્યા છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here