3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, કરનાર આ હવસખોર ની UPથી ધરપકડ.

0

દેશ માં દિન પ્રતિદિન હવસખોર ની સંખ્યામાં વધારો જોવા મળે છે લોકો ને કાયદા નો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી.પોતાની હવસ મટાડવા લોકો મનફાવે તે વ્યક્તિ ને શિકાર બનાવે છે. ત્યારે આજે એક કિસ્સો સામે આવ્યું છે જે ખુબજ દર્દનાક છે.શુક્રવારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તરપ્રદેશથી 47 વર્ષના અશોક તિવારીની 3 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે તિવારીની ધપકડ કરવા માટે ફિલ્મી ઢબે પ્લાન રચ્યો હતો.પોલીસે અશોક તિવારીને સંપૂર્ણ રેકી કરી હતી ત્યાર બાદ તેના પુત્રના લગ્ન સંબંધની ઓફર મુકીને પોતે યુવતીના પરિવારના વ્યક્તિ હોવાનું જણાવી એક હોટેલમાં બોલાવ્યો હતો.

જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.યુપીના ફૈઝાબાદમાં આવેલ તિવારિકા ગામનો રહેવાસી ઓશક તિવારીની ધરપકડ તેના ગામમાં જઈને કરવી પોલીસ માટે મુશ્કેલ બની ગઈ હતી કેમ કે તિવારીકા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં તિવારીનું જોર વધારે હતું તેમજ તેના ઘણા પરિવારજનો પણ સરકારી અધિકારીઓ હોવાથી પોલીસને પોતાની ફરજ બજાવવામાં અવરોધ ઉભો થવાની શક્યતા વર્તાઈ હતી.

જેના કારણે પોલીસે એક ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો અને તેના મુજબ તેમણે તિવારીને તેના ગામ નજીક આવેલ એક અન્ય ગામની હોટેલમાં તેના પુત્રના લગ્ન સંબંધની વાત કરવા માટે બોલાવ્યો હતો અને પછી તેની ધપકડ કરી હતી.પોતાના ગામડે ખેતિવાડીનું કામ કરતો તિવારી સુરતમાં ટેક્સટાઇલ કંપનીમાં ઓપરેટર તરીકે જોબ કરતો હતો ત્યારે તેણે નજીકમાં રહેતી એક નાની બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાના રુમમાં બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.જે બાદ જ્યારે બાળકીના માતા-પિતા તેની પાસે આ બાબતે વાત કરવા ગયા ત્યારે તેમણે બંનેને મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તેને પકડે તે પહેલા જ તે ઉત્તરપ્રદેશમાં આવેલ પોતાના ગામ નાસી ગયો હતો.પોલીસ અધિકારીએ કહ્યું કે, “અમને તિવારીના લોકેશન અંગે સ્પષ્ટ અને પુરતી માહિતી મળી હતી જેને અમે ક્રોસ વેરિફાઈ કરી હતી. જે બાદ જાણકારી મળી તે તિવારી તેના પુત્ર માટે યુવતી શોધી રહ્યો છે તે પોલીસ યુવતીના પરિવારના સભ્ય બનીને તેના ઘરે ગયા હતા અને તેની આઇડેન્ટીટી કન્ફર્મ કર્યા બાદ બીજી મીટિંગ હોટેલમાં નક્કી કરવામાં આવી અને ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી.’લોકો મક પણ આ ઘટના ને લઈને ખુબજ રોશ છે.ત્યારે એક બાજુ કાનૂન ના કાયદા નું પણ પાલન કરવા નું બને છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here