ઓગસ્ટ-2006ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, 12 વર્ષ થયા પૂર્ણ,જુઓ કેવી તબાહી થઇ હતી

0

સુરતઃ ચાર દિવસ સુધી સુરતના 80 ટકા વિસ્તારમાં પાણીથી ભરાયેલું રહ્યું હતું. આ વાત છે 7 ઓગસ્ટ 2006ના ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂરની જેને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. 2006ના પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો. સુરતમાં આમ તો ઘણી વખત પૂર આવ્યું હતું પરંતુ 2006ના ઓગસ્ટ મહિનામાં આવેલા પૂરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ પૂરમાં કરોડો રૂપિયા ધોવાયા, ઘણા લોકોના મોત થયા, મકાનો ધરાશાયી થયા પરંતુ પૂર પછીના એક અઠવાડિયામાં જ સુરત ફરીથી ઊભું થઈ ગયું હતું.


તાપી નદીમાં 8થી 9 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડી દેવાતા જળબંબાકાર

સુરત શહેર માથે 12 વર્ષ પહેલાં આજે આફત આવવાની શરૂઆત થઇ હતી. 7 અને 8 ઓગસ્ટ 2006 ના દિવસે ઉકાઇ ડેમમાંથી કોઇપણ વોર્નિંગ વગર તાપી નદીમાં 8થી 9 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડી દેવાતા શહેરનો 80 ટકા વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. લોકોએ સતત ત્રણ દિવસ સુધી રાતાપાણી એ રડવાનો વખત આવ્યો હતો. એ દિવસો યાદ આવતાં જ રૂંવાડા ખડા થઈ જાય છે.


1964થી દર ચોથા વર્ષે પૂર જોવું એ સુરતીઓને કોઠે પડી ગયું હતું છેક 2006 સુધી

ઓગષ્ટ, 2006 કુદરતી પ્રકોપ કોને કહેવાય એના જાણે સાક્ષી સુરતીઓ બન્યાં હતા. અનેક જણાં ધંધા રોજગારથી તૂટી ગયા હતા. ઘણા જીવ ગયા હતા. 1964થી દર ચોથા વર્ષે પૂર જોવું એ સુરતીઓને કોઠે પડી ગયું હતું છેક 2006 સુધી. 68નું પૂર સુરતના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર મનાતું હતું પરંતુ 2006માં ધસમસતા પાણીએ એ રેકોર્ડ તોડવાનું જાણે નક્કી કરી લીધું હતું. 2006માં માનવ ખુમારી 64 કે 68ની સાલ જેટલી ન હતી પરંતુ નુકસાન તો જેણે ભોગવ્યું એ જ જાણે છે. એ ભયાનક પુરની યાદોનાં, પરંતુ તેની અસર આજેય જાણે અમિટ છે

ઓગસ્ટ-2006 ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, જુઓ તસવીરો 

ઓગસ્ટ-2006 ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, જુઓ તસવીરો 

ઓગસ્ટ-2006 ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, જુઓ તસવીરો 

ઓગસ્ટ-2006 ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, જુઓ તસવીરો 

ઓગસ્ટ-2006 ના ભયાનક પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો, જુઓ તસવીરો 

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here