આ છે ભારતના સૌથી બેસ્ટ કિલ્લાઓ, જીવન માં એકવાર જરૂર જવું જોઈએ

0

જો તમને પણ રોમાંચક ટૂર ખુબજ પસંદ છે, તો તમારે આ કિલ્લાઓની સેર જરૂર કરવી જોઈએ ભારત દેશની પ્રાચીન કલા અને ધરોહરની સાથે ઈતિહાસને તમારી નજર સમક્ષ જીવતો કરી તમારા પ્રવાસને રોમાંચથી ભરપૂર કરી દેનાર કોઈ ડેસ્ટિનેશન હોય તો તે ભારતના કેટલાક કિલ્લાઓ છે.

આ કિલ્લાઓ આજે પણ એટલા જ આકર્ષણનું કેન્દ્ર છે જેટલો તેમનો ઈતિહાસ રસપ્રદ છે. તો ચાલો કરીએ આ રોમાંચથી ભરપૂર કિલ્લાઓનો પ્રવાસ. જે પ્રવાસીઓ ને ખુબ આકર્ષિત કરે છે.

મેહરાનગઢ કિલ્લો – રાજસ્થાન

મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના પુરમાં છે. જેને રાવ જોધાએ બનાવડાવ્યો હતો. આ કિલ્લાના 7 ગેટ છે અને તમામ ગેટ રાજાએ કોઇને કોઇ યુદ્ધ જીત્યા બાદ સ્મારક તરીકે બનાવ્યા હતા. આ કિલ્લાની અંદર મોતી મહેલ, શીશ મહેલ જેવા ભવનો ખુબ જ સુંદર રીતે સજાવેલા છે.

મેહરાનગઢ કિલ્લાની અંદર ચામૂંડા દેવીનું મંદિર અને મ્યૂઝિયમ બન્ને જોઇ શકાય છે. આ કિલ્લો 500 વર્ષ જૂનો છે. આ કિલ્લાની દિવાલો 10 કિ.મી. સુધી ફેલાયેલ છે. સુપર હીટ અંગ્રેજી ફિલ્મ ‘ડાર્ક નાઇટ’ નો અમુક ભાગ પણ અહીં જ શૂટ કરવામાં આવ્યો હતો.

ટાઇમિંગ: આ કિલ્લામાં તમે સવારે 9 થી સાંજે 5.30 વાગ્યા સુધી ફરી શકો છો. આ કિલ્લામાં ફરવા માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

ગ્લાલિયરનો કિલ્લો – મધ્યપ્રદેશ

ગ્લાલિયરનું સૌથી મોટું આકર્ષણ ગ્વાલિયરનો કિલ્લો છે. શહેરના લગભગ દરેક ભાગમાંથી દેખાતો આ કિલ્લાની તુલનામાં મોગલ બાદશાહ બાબરે મોતી સાથે કરી હતી. આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં રાજા માનસિંહ તોમરે કરાવ્યું હતું.

ગોપાંચલના પર્વત પર 100 મીટર ઉંચાઇએ આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. કિલ્લાની બહારની દિવાલની પહોળાઇ 200 મીટરની છે. ત્રણ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ કિલ્લામાં ત્રણ મિંદર છે.

કિલ્લાની પાસે જ સુરજ કૂંડ છે. જેનું પાણી પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત ગ્લાલિયર કિલ્લાના જહાંગીર મહલ, કરણ પેલેસ, શાહજહાં મહેલ અને ગુજરી મહેલ પણ જોવાલાયક છે. અહીં ફરવા માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય બેસ્ટ માનવામાં આવે છે.

ટાઇમિંગ

કિલ્લો સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ કિલ્લો ફરવા માટે તમારે માત્ર 50-100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

ગોલકુંડા કિલ્લો – હૈદરાબાદ

હૈદરાબાદથી 11 કિ.મી.ના અંતરે બનેલા ગોલકુંડાના કિલ્લાનું નિર્માણ કાકતિયા શાસકોએ કરાવ્યું હતું. આ કિલ્લો વિશાળ ચાર દિવાલોથી ધેરાયેલો છે. એવું કહેવામાં આવે છેકે આરંભમાં અહીં માટીથી બનેલો કિલ્લો હતો પરંતુ કુતુબશાહી વંશના શાસનકાળમાં તેને ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યો હતો.

આ કિલ્લામાં આઠ દિવાલ અને ચાર સીડીઓ છે. તેની ચાર દિવાલો પર 87 અર્ધ બુર્જ છે. પ્રત્યેક બુર્જ પર અલગ અલગ ક્ષમતાવાળી તોપ લાગેલી છે. આ કિલ્લો એક સમયે આખા શહેર જેટલો વિશાળ હતો, જેનો તમે આ કિલ્લામાં ફરીને અનુભવ કરી શકો છો.

કિલ્લાની ખાસીયત છે કે તેના પ્રવેશદ્વાર પર તાલી વગાડવાથી ધ્વનિ સ્પષ્ટ રીતે પર્વતના શિખર પર બનેલા કિલ્લામાં સાંભળી શકાય છે.

સિંધુદુર્ગ – મહારાષ્ટ્ર

મુંબઇથી 400 કિ.મી. દૂર સમુદ્રની વચ્ચે બનાવવામાં આવેલ આ કિલ્લાનું નિર્માણ શિવાજીએ કર્યું હતું. આ કિલ્લો પોતાની સુંદરતાના કારણે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. સિંધુદુર્ગ સમુદ્રની વચ્ચે એક નાના ટાપૂ પર બનેલો છે.

ટાઇમિંગ: આ સવારે 10થી 5.30 વાગ્યા સુધી જોઇ શકાય છે.પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા છે.

કાંગડા કિલ્લો – હિમાચલ પ્રદેશ

આ કિલ્લો હિમાચલ પ્રદેશના કાંગડામાં છે. તેને કાંગડાના શાહી પરિવારે બનાવ્યો હતો. આ કિલ્લો વિશ્વના સૌથી જૂના કિલ્લા પૈકી એક છે. તેને નગરકોટ અથવા કાટ કાંગડના નામે પણ ઓળખવામાં આવે છે.

ટાઇમિંગ: સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ કિલ્લામાં પ્રવેશ માટે તમારે 150 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચવા પડશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here