આ સ્વાદિષ્ટ અમૃતસરી વાનગીના શોખીન હતા અરૂણ જેટલી, જાતે જવ્યંજનો બનાવીને ખવડાવતા – જાણો વિગતે

0

આપણાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી ઘણા સમયથી બીમાર હતા. અને તે ઘણા સમયથી AIIMS હોસ્પિટલાં દાખલ હતા, પરંતુ તેમનું નિધન થઈ ગયું છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને NDA સરકારના મંત્રી રહેલા અરૂણ જેટલીનું નિધન થઈ ગયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે આજે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની AIIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

AIIMS એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. અરુણ જેટલી એક ખુબજ વરિષ્ઠ નેતા હતા, અને તે વકીલ પણ હતા. અરૂણ જેટલી મોટા રણનીતિકાર હતા. પાર્ટી અને સરકાર પર સંકટના સમયમાં તેઓ સતત આગળ આવીને મદદ કરી છે.

પોતાના રાજનીતિક કૌશલની મદદથી વિરોધીઓને પણ મિત્ર બનાવવાની કળામાં તેઓ માહિર હતા. અને તેમનો રાજકીય સફર ખુબજ સફળ રહ્યો છે. આપણાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલક ખાવામાં પણ ખુબજ શોખીન હતા.અરૂણ જેટલી અમૃતસરી છોલે-કુલચાના શોખીન હતા, તેઓ આ વ્યંજનોના શોખીન તો હતા સાથે જ પોતે પણ બનાવતા હતા.

જ્યારે કોઇ મિત્ર અથવા તો નજીકના વ્યકિત તેમના ઘરે જતા હતા, ત્યારે અરૂણ જેટલી પોતાના હાથથી બનાવીને છોલે-કુલચા બનાવીને તેમને ખવડાવતા હતા.

પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અનુસાર, અરૂણ જેટલી ખાવા-પીવાના શોખીન હતા અને સહયોગીઓને પોતાના હાથેથી ખવડાવતા હતા. અરવિંદ સુબ્રમણ્યમે આગળ કહ્યુ કે, એક વખત પત્રકારો તેમના ઘરે આર્થિક વિષય પર ચર્ચા કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમણે મને પણ બોલાવ્યો હતો.

આવ્યાના થોડા સમય પછી તેમણે મને પૂછ્યુ કે કે, શું તમે ક્યારે પણ પહાડગંજના છોલે-ભટૂરા ખાધા છે? મેં જવાબનામાં કહ્યુ ના, તેમએ કહ્યુ કે, ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

અને મેં તમારા માટે પણ મંગાવ્યા છે. પહેલા ખાઇએ, પછી ઇન્ટરવ્યૂ આપીએ મોદી સરકાર માં અરૂણ જેટલી નાણામંત્રી હતી.

નાણામંત્રી તરીકે અરૂણ જેટલીએ એવી યોજનાઓ પૂરી કરી જે લગભગ અસંભવ હતી. આ યોજનામાં નોટબંધી, GST, જનધન યોજના, આયુષ્માન ભારત, મુદ્રા યોજના અને સુકન્યા સમુદ્ઘિ યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાણામંત્રી તરીકે અરુણ જેટલીએ ઘણી યોજનાઓ પુરી પાડી છે.

અને તે નાણામંત્રી તરીકે ખુબજ ચર્ચિત થયાં હતાં. અને નાણામંત્રી તરીકે આપણાં દેશને નોટબંધી, GST, જનધન યોજના, આયુષ્માન ભારત, મુદ્રા યોજના અને સુકન્યા સમુદ્ઘિ યોજનાનો આમ અનેક યોજનાઓ ને અમલમાં મૂકી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here