149 વર્ષ પછી ચંદ્રગ્રહણ આવશે ગુરુપૂર્ણિમા ઉપર,જાણો કેવો પ્રભાવ રહેશે તમારી રાશિ ઉપર

0

૧૪૯વર્ષ પછી ચંદ્રગ્રહણ ગુરુ પૂર્ણિમા ના દિવસે આવી રહ્યું છે જેની અસરો તમામ ઉપર પડશે તો આજે જોઈએ કયી રાશિ ઉપર કેવી પડશે

16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે.

ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જ્યોતિષાચાર્ય પંડિતજીના જણાવ્યા મુજબ 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે.

જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો.

12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.

12 રાશિની આ ગ્રહણ ઉપર અસર

મેષ રાશિ.

આ રાશિના જાતકો માટે ગ્રહણનો યોગ શુભ રહેશે. આ લોકોને સફળતાની સાથે માન-સન્માન મળશે. ધનલાભ થવાની પણ સંભાવના છે.

પરંતુ દવાખાના ખર્ચમાં વધારો થઈ જશે,ઉપરાંત વાહન સાચવીને ચલાવવું

વૃષભ રાશિ.

તમારા માટે સમય કષ્ટદાયક રહેશે. સાવધાન રહીને કામ કરવું પડશે.

ધનહાનિ થઈ શકે છે.યુવાઓ માટે શ્રેષ્ઠ સમય છે,મહિલાઓને વર્ષ ભારે રહેશે,નવાલગ્ન થઈ શકશે કુવારાઓના

મિથુન રાશિ.

આ લોકો માટે મુશ્કેલ સમય રહેશે. કામ અધૂરા રહેશે. અવરોધ આવશે. ધીરજ રાખવી.રૂપિયા કમાવવા માટે શ્રેષ્ઠ છે પરંતુ તેને સમજદારીથી ટકાવવા પણ જરૂરી બનશે

કર્ક રાશિ.

આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ રહેશે. કામ ઝડપથી પૂરા થશે.

અને અપેક્ષા પ્રમાણે ફળ મળશે. વાતાવરણ સુખમય રહેશે.નવા પ્રવાસ કરી શકો છો,વર્ષોની દબાયેલી ઈચ્છાઓ પૂરી થશે,

સિંહ રાશિ.

તણાવ વધી શકે છે. અવરોધના કારણે કામમાં મન લાગશે નહીં. મન શાંત રાખવું. અમુક દિવસ પછી સમય તમારા પક્ષમાં રહેશે.કોઈ ઉપર હમણાં ગુસ્સો કરતા નહીં.

શાંતિથી કામ પુરા પાડજો,અવસર છે કામ પુરા કરવાના

કન્યા રાશિ.

ચિંતા વધશે. નોકરીમાં અધિકારીઓનો સહકાર ન મળવાથી મન ઉદાસ રહેશે.

પૂરા થઈ રહેલા કામ બગડી શકે છે.નવી નોકરીઓની અતૂટ તકો ઉભી થઇ જશે.

પરંતુ સમજદાર બનીને નોકરી મેળવજો

તુલા રાશિ.

આ સમયે તમને લાભ થઈ શકે છે.ધારેલા કામ સમયસર પૂરા થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

માનહાની કોઈની કરશો નહિ, વાહન નવું ખરીદી શકો છો, ઉપરાંત દિવાળી બાદ વર્ષ સારૂ રહેશે

વૃશ્ચિક રાશિ.

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. નાની અમથી લાપરવાહી પણ મોટું નુકસાન કરાવી શકે છે.વર્ષ ભારે ભલે છે પરંતુ શિવજીની પૂજા કરજો.

જેથી ચંદ્ર રાજી રહે,લગ્ન વાંચ્છુક યુવાબ-યુવતીઓ એ સમજીને નિર્ણય લેવો

ધન રાશિ.

આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું. કોઈ નજીકની વ્યક્તિ દગો દઈ શકે છે. નોકરીમાં નુકસાન થવાના યોગ છે.

ઉપરાંત સાચવીને વાહન ચલાવવું, યુવતીઓ માટે વર્ષ સારું છે,પણ સાચવવાનું વધારે છે

મકર રાશિ.

તમારે આ સમયે સંઘર્ષ કરવો પડશે. જૂની યોજનામાં નિષ્ફળતા મળી શકે છે. અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો.લાભ ખુબજ થશે પરંતુ સામે મેહનત માંગશે.

આ વર્ષ તમારા માટે ખુબજ સારુ છે પરંતુ તમે જેટલી મેહનત કરશો તેટલું વધુ હાંસિલ કરી શકશો, હનુમાન ચાલીસા કરો તો વધુ લાભ મળી શકશે

કુંભ રાશિ.

આ રાશિના જાતકો માટે સમય શુભ છે. પ્રગતિ થઈ શકે છે. કામ સમયસર પૂરા થશે અને તમારું વર્ચસ્વ વધશે.આ વર્ષ તમારું નોકરી માટે શ્રેષ્ઠ છે,લગ્ન થઈ શક્શે.

ઉપરાત વિદેશ યોગ પણ બતાવે છે જેથી આજુબાજુના દેશમાં પ્રવાસ પણ કરી શકશો, કોર્ટ-કચેરી થી દુર રહેજો,ખોટા ઝગડા કોઈ જોડે બને ત્યાં સુધીના કરતા બાકી ભોગવવું તમારે જ પડશે

મીન રાશિ.

આ રાશિના જાતકો માટે યાત્રાનો યોગ બની રહ્યો છે. આ યાત્રાથી લાભ થઈ શકે છે. ભવિષ્યને લઈને પ્રસન્નતા રહેશે.ધન ખુબજ આવશે,જેને તમે સાચવી નહિ શકો,દવાખાના ના ખર્ચ પણ વધશે.

પુરુષો માટે આ વર્ષ ઠીક-થાક તો મહિલાઓ માટે એકંદરે સારું રહેશે.

પરંતુ જળ-જમીનના વિવાદમાં ના પડશો, ભાઈઓ સાથે અણ બનાવ બની શકે છે,તો સમાધાન પણ કરવા તૈયાર રહેજો

સૂતકનો સમય.

ચંદ્ર ગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્ર ગ્રહણનું સૂતક સમય 16 જુલાઈ 1.30 વાગ્યે શરૂ થશે.

જે 17 જુલાઈની સવારના 4.31 વાગ્યા સુધી રહેશે.

આ દિવસ ગુરુ પૂર્ણિમાં હોવાથી બપોરના 1.30 વાગ્યા પહેલા પૂજા કરી લેવી જોઈએ. સૂતક સમયમાં પૂજા પાઠ ન કરવા જોઈએ.

ગ્રહણ સમયે ગ્રહોની સ્થિતિ

શનિ અને કેતુ ગ્રહણ સમયે ચંદ્રની સાથે ધન રાશિમાં રહેશે. તેનાથી ગ્રહણનો પ્રવાભવ વધી જશે. સૂર્યની સાથે રાહુ અને શુક્ર રહેશે. મંગળ નીચનો રહેશે.

આ ગ્રહોના યોગના કારણે તણાવ વધશે. ભૂકંપનો ખતરો છે. પૂર, તોફાન કે અન્ય પ્રાકૃતિક આપદાથી નુકસાન થવાની સંભાવના છે.

 

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here