8 દિવસના સર્ચ ઓપરેશન બાદ આ સ્થળેથી મળી આવ્યો ગુમ થયેલ વિમાનનો કાટમાળ

0

8 દિવસના સર્ચ ઓપરેશન બાદ આ સ્થળેથી મળી આવ્યો ગુમ થયેલ વિમાનનો કાટમાળ

ભારતીય વાયુસેનાનું એક પ્લેન AN32 છેલ્લા કેટલાય દિવસોથી લાપતા હતું, જેમાં 13 જવાનો હોવાનું બહાર આવ્યું જોકે તેની જાણકારી મળતી ના હોઈ ત્યારે વાયુસેના દ્વારા AN32 ની જાણકારી આપનાર ને 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી, ત્યારે આજે આ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હોવાની વાત સામે આવી છે. તો જાણો એ વિશે.

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન IAF AN-32 નો કાટમાળ મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લીપોના ઉત્તરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ વિમાન 3 જૂનના રોજ જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ સંપર્ક વિહોણું બન્યું હતું. જેમાં 13 લોકો સવાર હતા. ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરે આ કાટમાળ શોધી કાઢ્યો હતો. IAF AN-32 સાથે છેલ્લી વખત સંપર્ક 3 જૂનના રોજ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના અધિકારીઓ દ્વારા IAF AN-32 ના કાટમાળ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સિવાય વધારાની કોઇ જ જાણકારી વાયુસેનાના અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી નહોતી.

વિમાન અંગેની જાણકારી આપનારને 5 લાખ આપવાની કરાઇ હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, લાપતા થયેલા વિમાન AN 32 એ અસમના જોરહાટ માટે અરૂણાચલ પ્રદેશના શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ્ડ ગ્રાઉન્ડથી ઉડાન ભરી હતી. વાયુસેનાનું વિમાન AN 32 છેલ્લા છ દિવસથી લાપત્તા છે. ત્યારે વાયુસેના લાપતા વિમાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જો કે હજુ સુધી વિમાન ન મળતા વાયુસેનાએ ઈનામની જાહેરાત કરી છે.

વાયુસેનાએ લાપતા વિમાનની માહિતી આપનારાને રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે. ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે કહ્યું કે, એર માર્શલ આર ડી માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે.

લાપતા વિમાન AN 32 ની માહિતી આપનારા વ્યક્તિ  કે સમુદાયને આ ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલકદળના 8 અને 5 યાત્રીઓ સહિત કુલ 13 લોકો વિમાનમાં સવાર હતા. હજુ પણ લાપતા વિમાનને શોધવા સતત પ્રયાસ ચાલુ છે.

 શું છે IAF AN-32 ની ખાસિયત

જો વાત કરવામાં આવે AN-32 ની તો, તેનું આખુ નામ Antonov-32  છે. આ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 2 એન્જિન લાગેલ હોય છે. આ વિમાન 55C થી વધુ તાપમાનમાં ટેક ઓફ કરી શકે છે અને 14, 800 ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ હોય છે. આ વિમાનમાં પાયલટ, કો-પાયલટ, ગનર, નેવિગેટર અને એન્જિનીયર સહિત 5 ક્રુ મેમ્બર હોય છે. તેમા વધુમાં વધુ 50 લોકો મુસાફરી કરી શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here