બિન અનામત વર્ગો માટે લોન-સહાય યોજનાનો પ્રારંભ: આવી રીતે મેળવો લાભ

0

ગુજરાત રાજયનાં વતની એવા બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટે રાજય સરકાર દ્વારા તારીખ1 એપ્રિલ, ૨૦૧૮ની અસરથી વિવિધ લોન તથા સહાય અંગેની યોજનાની અમલવારી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અન્વયે રાજકોટ સ્થિત ગુજરાત રાજય બિન અનામત શૈક્ષિણક આર્થિક વિકાસ નિગમ-રાજકોટ,જિલ્લા સેવા સદન-૩, બ્લોકનં -૧, પહેલા માળે, સરકારી પ્રેસની બાજુમાં આવેલી કચેરી દ્વારા શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, ટયુશન સહાય, JEE,GUJ-CET, NEET પરીક્ષા માટેની તાલીમ સહાય, સ્વરોજગારલક્ષી યોજના લોન તથા સહાય, વિગેરે જેવી યોજના અંતર્ગત ફોર્મ સ્વીકારવાનો પ્રારંભ કરાયેલો છે.

ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષેણિક અને આર્થિક વિકાસ નિગમના જિલ્લા મેનેજર ડી.એન. આરદેશણાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, નિગમ દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થીએ યોજનાની વિસ્તૃત માહિતી તેમજ ફોર્મ માટે નિગમની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in પર જઇ Scheme/Download Form ઓપન કરવાથી યોજનાઓ અંગેની માહિતી તથા ફોર્મડાઉન લોડ કરી શકશે. જે ફોર્મ પ્રિન્ટ મેળવી સંપૂર્ણપણે ભરેલ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે ઉપરોકત જણાવેલ નિગમની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.

હાર્દિક પટેલનાં નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ ત્રણ વર્ષ પહેલા પાટીદારો માટે અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યુ હતુ અને આ પછી ગુજરાતી સરકાર બિન અનામત વર્ગો માટે વિશેષ નિગમની રચના કરી વિવિધ યોજનાઓની જાહેરાત કરી હતી. જો કે, આ હાર્દિક પટેલની અનામતની માંગ હજુ યથાવત છે

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here