અલ્પેશ ઠાકોર ના રાજીનામાં બાદ હાર્દિક પટેલે આપી પ્રતિક્રિયા જાણો શું કહ્યું,,?

0

હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર દ્વારા આજે લેવામાં આવેલો તેમનો આ નિર્ણય વ્યક્તિગત છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે. અગાઉ પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન છોડાવા માટે પત્રકાર પરિષદ યોજી હતી.ભાજપ દ્વારા કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડો કરાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલ્પેશને ઠાકોરને હું પણ સમજાવાનો પ્રયત્ન કરીશ. મે અલ્પેશ ઠાકોરને ફોન કર્યો પણ અલ્પેશ ઠાકોરે રીશીવ ક્યો નોહતો. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયો છે અને રમી રહ્યો છે.અલ્પેશ ઠાકોર સરકાર સામે લડે તેવી મારી ઇચ્છા છે. યુવાનો સરકાર સામે સવાલ ઉઠાવે તેવી મારી ઇચ્છા છે. મારી અલ્પેશ ઠાકોર સાથે હરીફાઈ નથી. મને પાર્ટી સાથે જોડાયે હજી એક મહિનો પણ નથી થયો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ દ્વારા મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે. છતા તેમને શું નારાજગી થઇ એ મુદ્દા પર પાર્ટી વિચારણા કરશે.આ ન્યુઝ પણ વાંચો
ભાજપ માં ગાબડું એકસાથે પાલનપુરના 57 સરપંચો કૉંગ્રેસમાં જોડાયા
ચૂંટણી આવતા જ એક પછી ટોચના નેતાઓ પાર્ટી છોડતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. એવામાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે.બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા છે. આ સરપંચોએ અહીંના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ભટોળને જીતાડવા માટે હાંકલ કરી છે.
બનાસકાંઠના પાલનપુર તાલુકાના લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ એક સાથે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી. પાલનપુરના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ તમામ સરપંચ કોંગ્રેસમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર ભટોળને જીતાડવાની હાંકલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત કોંગ્રેસમાંથી ધારાસભ્ય કક્ષાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે. થોડા સમય પહેલા જ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પડી ભાંગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પાલનપુરમાં 57 ગામના સરપંચના કોંગ્રેસમાં જોડાવાથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here