અલ્પેશ ઠાકોર નો ઠાકોર સેના એ છેડો ફાડયો, અલ્પેશ ઠાકોર હવે ન ઘર ના કે ઘાટના

0

ઠાકોરસેનાને અન્યાય થઇ રહ્યો છે તેવુ બહાનુ ધરી કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજકીય દાવ હવે ઉંધો પડયો છે. ખુદ ઠાકોર સેના જ અલ્પેશ ઠાકોરની સામે મેદાને પડી છે. ચાણસ્મા, મહેસાણા અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના સભ્યો અલ્પેશ ઠાકોરથી છેડો ફાડી રહ્યાં છે.

રાધનપુરના ઠાકોર આગેવાન અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતાં ગોવિંદજી ઠાકોરે જ જણાવ્યુકે,ઠાકોર સેના કોંગ્રેસના સમર્થનમાં છે. પાટણના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જીતાડવા ઠાકોરસેનાએ જ અપીલ કરી છે. બીજી બાજુ, પાટણમાં એક હોટલમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી જેમાં કોઇપણ પક્ષને ટેકો નહી આપવા નિર્ણય લેવાયો છે તેમ જીભાજી ઠાકોરે જણાવ્યુ છે.મહેસાણામા ઠાકોરસેનાના પ્રમુખ રામજી ઠાકોરે એવો આરોપ મૂક્યો છેકે, અલ્પેશ ઠાકોરે ઠાકોરસેના સાથે જ ગદ્દારી કરીછે પરિણામે ઠાકોર સેના અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડયો છે.

અલ્પેશે ઠાકોર સમાજને કશુ જ આપ્યુ નથી. તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.અંગત સ્વાર્થ વિના તેણે કશુ જ કર્યુ નથી. કોઇને પૂછ્યા વિના તેણે નિર્ણય કર્યો છે.ઠાકોર યુવાઓએ એવા આક્ષેપ કર્યાંકે,અલ્પેશ ઠાકોર ભાજપને જીતાડવા શંકર ચૌધરી પાસેથી રુપિયા લીધાછે. મહેસાણામાં તો અલ્પેશ ઠાકોર વિરુધ્ધ કાર્યક્રમ ઘડવા તૈયારી થઇ રહીછે. બનાસકાંઠામાં ય અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ઠાકોરસેનાના કાર્યકરો રોષે ભરાયાં છે.

આમ, ઠાકોરસેના જ હવે અલ્પેશ ઠાકોર સામે મેદાને પડી છે.કોંગ્રેસના તમામ પદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધા બાદ ઉત્તર ગુજરાતમાં રાજકીય સ્થિતિમાં કેટલો બદલાવ આવી શકે છે. તેની ચર્ચા શરૂ થઈ છે. જાણકારો કહે છે કે ખાસ કરીને બનાસકાંઠામાં અને પાટણની બેઠક પર અલ્પેશ ઠાકોર રાજીનામું આપતા તેની ખાસ કોઈ અસર દેખાવાની નથી. ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશના રાજીનામાના પત્રનો જવાબ ટ્વીટ કરીને આપ્યો હતો. જેમાં તેઓએ લખ્યું છે કે અલ્પેશના પિતા પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હતા.કોંગ્રેસની બેઠક પરથી અલ્પેશ ઠાકોર પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસે ટૂંકા સમયમાં તેને ઘણુ આપ્યુ છે. આમ છતાં તે રાજીનામું આપીને જે ભાષા બોલે છે. તે યોગ્ય નથી. નાણાકીય સોદાબાજીમાં કે અન્ય પ્રેશરમાં તેમણે રાજીનામું આપ્યું છે.બીજી બાજુ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર કોંગ્રેસમાંથી નીકળી જતા ભાજપને તેનો સીધો ફાયદો થશે.

જોકે આ ત્રણેય ધારાસભ્યોએ હજુ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા નથી.સૂત્રો જણાવે છે કે હાલમાં ત્રણેય ધારાસભ્યો ભાજપના ટોચના નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. જેમાં મોટી નાણાંકીય લેતી-દેતીની પણ ચર્ચા છે. તેમજ અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતી ગયા પછી રાજ્યસભામાં ગુજરાતની બેઠક ખાલી પડશે. જેમાં અલ્પેશ ઠાકોરને લઈ જવાની વાત પણ છે. અન્ય કોઈપણ સોદાબાજી થઈ રહી છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જ આ ત્રણેય ધારાસભ્યોને ભાજપમાં લેવા કે નહીં તેમનો શું ઉપયોગ કરવો તેનો આખરી નિર્ણય કરવાનો છે.

સૂત્રો જણાવે છે કે જો કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યોને ભાજપમાં તુરંત જ લઇ લેવામાં આવે તો મતદારો પર તેની વિપરીત અસર થઇ શકે તેમ છે. ગુજરાતના મતદારો બળવાખોરોને જલ્દીથી પસંદ કરતા નથી. આથી અમિત શાહ એવું વિચારી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી સુધી આ ત્રણેય ધારાસભ્યોને ભાજપમાં લેવાના નથી અને તેઓ કોઈ પક્ષમાં ન રહીને પણ ઠાકોર સેનાના બહાના હેઠળ કામ કરે આવું કરીને તેઓ કોંગ્રેસને નુકસાન કરે અને ભાજપની બી ટીમ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખે ભૂતકાળમાં ભાજપે શંકરસિંહ વાઘેલા પાસે બી ટીમ તરીકે કામ કરાવ્યું હતું

અને તેનો ફાયદો પણ મેળવ્યો હતો. પરંતુ જાણકારો કહે છે કે ભાજપની બી ટીમ તરીકે કામ કરવાની યોજના આ વખતે સફળ થવાની શક્યતાઓ નથી.ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કે જ્યાં પરથી ભટોળ અને પાટણથી જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ બન્ને નેતાઓ જમીનના નેતાઓ ગણાય છે અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે બંનેની ઈમેજ પણ લોકોમાં ઘણી સારી છે અને અલ્પેશ ઠાકોરની ઈમેજ પણ એટલી સારી નથી કારણકે એક કરોડની લક્ઝરી ગાડીમાં અલ્પેશ ઠાકોર કઈ રીતે ફરી રહ્યો છે. તેની લોકોને ખબર છે.અલ્પેશ ઠાકોરે અનેક વખત પોતાના સમર્થકો સાથેની વાતચીતમાં કબૂલ્યું હતું કે મને કોઈ પક્ષ સાથે લેવાદેવા નથી મારે તો સત્તા કે પદ જોઈએ છે અને નાણાં બનાવવા છે.

બીજી બાજુ અલ્પેશ ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં બી ટીમ તરીકે ભાજપને કોઈ ફાયદો નહીં કરાવી શકે અને કોંગ્રેસને ખાસ કોઇ નુકસાન નહીં કરાવી શકે તો આ ત્રણેયની રાજકીય કારકિર્દી પણ પૂર્ણ વિરામ મુકાઈ જશે, કારણ કે કોંગ્રેસમાં હવે તેનું કોઈ સ્થાન નથી જ્યારે ભાજપના નેતાઓ પણ પોતાને મદદરૂપ નહીં થઈ શકનાર આગેવાનોને કોઈ પદ કે હોદો આપતા નથી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here