રાફેલ ડીલ પર વિદેશી મીડિયાનો દાવો, અનિલ અંબાણીને મળી ટેક્સમાં છૂટ

0

ફ્રાંસના અધિકારીઓએ અનિલ અંબાણીની મદદ કર્જ ચૂકવવામાં કરી હતી. ફ્રાંસના કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીનો 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ અધિકારીઓએ વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ રદ્દ કરી દીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસને વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ મોટી છૂટ મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ ફ્રાંસ સાથે રાફેલ ડીલની જાહેરાત કરી ત્યારે અનિલ અંબાણીનું દેવુ માફ કરવામાં આવ્યું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટેક્સ વિવાદ 2015 માં જ ઉકેલી લેવામાં આવ્યો હતો જ્યારે ભારત અને ફ્રાંસની દસો એવિએશન વચ્ચે રાફેલ ડીલ થઇ હતી. તેનાથી કેટલાક મહિના પહેલા વડાપ્રધાન મોદીની એપ્રિલ 2015 ની સત્તાવાર મુલાકાતમાં આ વાતની જાહેરાત કરી હતી કે, ભારત ફ્રાંસના દસો પાસેથી 36 ફાઇટર જેટ ખરીદશે.

રિપોર્ટ પ્રમાણે અનિલ અંબાણીની કંપની વિશે કથિચરીતે ફ્રાંસના અધિકારીઓએ તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે, 2007 થી 2010 વચ્ચે અનિલ અંબાણીની કંપની પર 60 મિલિયન યૂરો ટેક્સ બાકી હતો. રિલાંયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસે 7.6 યૂરો ટેક્સ તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ ફ્રાંસની અધિકારીઓએ આગળ આ મામલે ફરી તપાસ કરવાનો ઇનકાર કર્યો.

કોંગ્રેસનો આરોપ – સરકારે રાફેલ પર દલાલી કરી

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અનિલ અંબાણીની કંપની ફ્રાન્સમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કેબલ નેટવર્કનું સંચાલન કરે છે. ફ્રાન્સના ઈન્કમ ટેક્સ અધિકારીઓએ રિલાયન્સ ફલેગ એટલાન્ટિક ફ્રાન્સ પાસેથી 7.3 મિલિયન યુરોનો ટેક્સ લીધો, જયારે માંગ 15 કરોડ મિલિયન યુરોની કરવામાં આવી હતી.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ફલેગ એટલાન્ટિક ફ્રાન્સની તપાસ અધિકારીઓએ 2007 થી 2010 ના સત્રને લઈને કરી હતી. આ અંતર્ગત કંપનીએ 6 કરોડ યુરોનો ટેક્સ ચૂકવવાનો બાકી નીકળતો હોવાનું બહાર આવ્યું. જોકે રિલાયન્સે તેના માટે 7.6 લાખ યુરો ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ફ્રેન્ચ અધિકારીઓએ ઠુકરાવ્યો હતો. બાદમાં અધિકારીઓએ 2010 થી 2012 ના સત્રને લઈને ફરીથી તપાસ કરી અને કંપનીને 9 કરોડ યુરોનો ટેક્સ બીજો આપવાનું કહ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એફ.ઓલાંદ સાથે 10 એપ્રિલ 2015 ના રોજ પેરિસમાં વાતચીત કરી હતી. બાદમાં 36 રાફેલ વિમાનની ખરીદીની જાહેરાત થઈ હતી. આ ડીલ 23 સપ્ટેમ્બર 2016 ના રોજ ફાઈનલ થઈ હતી. બાદમાં ફ્રાન્સના અધિકારીઓએ રિલાયન્સની 7.3 લાખ યુરોની ટેક્સ રકમ ચૂકવવાની ઓફરનો સ્વીકાર કર્યો, જયારે મૂળ માંગ 15 કરોડ યુરોની હતી.

રિલાયન્સના પ્રવકતાએ જણાવ્યું કે ફ્રાન્સની ટેક્સની માંગ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતી. કંપનીએ આ કેસની પતાવટ માટે કોઈ પણ પ્રકારના પક્ષપાતનો સહારો લીધો નથી. અધિકારીએ કહ્યું કે ફ્રાન્સના અધિકારીઓએ 2008 થી 2012 ની વચ્ચેના સમયની તપાસ કરી. આ લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. કંપનીને તે સમયે ફલેગ ફ્રાન્સના અમલીકરણમાં 20 કરોડ રૂપિયા (2.7 મિલિયન યુરો) નું નુકસાન થયું છે. ફ્રાન્સના અધિકારીઓએ તે સમયે 1100 કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી હતી. બાદમાં 56 કરોડ રૂપિયાની ચૂકવણીની વાત ફાઈનલ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here