અરેન્જ મેરેજમાં પહેલી મુલાકાતમાં આટલું કરશો તો ફાયદામાં રહેશો

0

અરેન્જ મેરેજમાં આજકાલના યુવાનો ડરતા હોઈ એમ લાગે છે કેમકે છોકરી જોવા જવાની વાત આવે તો મનમાં ખુશીના લાડવા બનતા હોય પરંતુ દિલમાં ઘભરાટ થતો હોય શુ પૂછવું શુ ના પૂછવું થતું હોય ત્યારે આવો આ વિશે આજે વધુ જાણીયે…

એકબીજા અંગે પૂછીને શરુઆત કરી શકાય.

કોઈ પણ છોકરી કે છોકરાને જીવનસાથી માટેની પ્રથમ મુલાકાત વખતે અનેક મુંઝવણ હોય છે. શું પૂંછવું અને શું ન પૂંછવું? એક જ મુલાકાતમાં કેવી રીતે બધો ખ્યાલ આવે એવા પ્રશ્નોથી છોકરીઓ અને છોકરાઓ બંને થોડા નર્વસ હોય છે. આમ તો દરેકને થોડો-ઘણો ફરવાનો કે રખડવાનો આનંદ આવે છે. એટલે સૌથી પહેલા હરવા-ફરવાની વાતથી શરૂઆત કરી શકાય છે. જોકે, જ્યારે પહેલી વખત મળે ત્યારે ડાયરેક્ટ આ સવાલ પર ન આવી શકાય.

પહેલા શું પૂંછવું.

શરૂઆતમાં એક બીજા વિશે પૂછીને શરૂઆત કરી શકાય છે. ખાસ કરીને વ્યક્તિની પસંદ અને નાપંસદથી થોડો અંદાજ આવે છે. ત્યાર બાદ ફરવાની વાત મૂકી શકાય છે. આ અંગે સવાલ પણ કરી શકાય છે. કેવી જગ્યાઓ પસંદ છે? ક્યાં જવાનું પસંદ છે? ક્યાં જવાની ઈચ્છા છે? આ બધી વાતમાં શું ખબર કે બંને વ્યક્તિના ફેવરિટ પ્લેસ એક જ હોય? આ રીતે વાત બની શકે છે અને વ્યક્તિને જાણી શકાય છે. એક બીજાને વ્યવસ્થિત રીતે જાણી શકાય એ હેતુંથી લગ્ન પહેલા કે સગપણ પહેલા મુલાકાત નક્કી કરવામાં આવે છે.

બાળપણની યાદો

પોતાના બાળપણ અંગે કોને વાતો કરવી ન ગમે? બાળપણના કિસ્સાઓ શેર કરતી વખતે થોડી હળવાશ અનુભવાય છે. જો પહેલી મુલાકાત હોય ત્યારે બંને વ્યક્તિ એક જ શહેરમાં ઉછરેલા હોય કે, અભ્યાસ કરેલો હોય તો બાળપણના તોફાન, સ્કૂલના દિવસો અને મિત્રોની મસ્તીને લઇને અનેક વાત કરી શકાય છે. તેથીબંને વચ્ચેની અજાણતાપણું દૂર કરી શકાશે. આ સાથે એક બોન્ડ પણ સ્થાપી શકાશે.

ફૂડથી ફીલિંગ્સ તરફ.

કહેવાય છે કે દિલનો રસ્તો વાયા પેટ થઈને જાય છે. પહેલી મુલાકાત દરમિયાન ફેવરિટ ફૂડ આઇટમ અને શાનદાર ડીશ અંગે ચર્ચા કરી શકાય છે. બંને વ્યક્તિ એકબીજાની પસંદગીની ડીશ અંગે વાત કરીને એકબીજાથી નજીક આવી શકે છે. આ ઉપરાંત ગમતી સબ્જી અને ન ગમતા શાક અંગે વાત કરી શકાય છે. આમ એક નવા રસ્તાથી શરૂઆત કરી શકાય છે.

ફિલ્મોને લઇને વાતચીત.

મોટા ભાગના લોકોને ફિલ્મો જોવી ગમતી હોય છે. જો બીજા કોઇ મુદ્દા અંગે વાત કરવામાં ખચકાટ થતો હોય તો ફિલ્મોની વાત સરળતાથી કરી શકાય છે. ફિલ્મ એક બેસ્ટ વિકલ્પ છે. કોઇ પણ ફિલ્મ અંગે વાત કરીને ચર્ચા શરૂ કરી શકાય છે. બંનેની પસંદગીની ફિલ્મ અંગે પણ પ્રશ્નો કરી શકાય છે. આ ઉપરાંત કેવી ફિલ્મો જોવી ગમશે એ વાત પણ કરી શકાય છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here