અર્જુન ના રથ પર આ કારણે નહીં થયો દિવ્યાસ્ત્રો નો અસર,પરંતુ યુદ્ધ પૂરું થતા જ લાગી ગઈ હતી આગ.

0

મહાભારત યુદ્ધ સાથે કેટલીક વાર્તાઓ સંકળાયેલી છે અને આ કથાઓ માંથી એક કથા અર્જુન ના રથ સાથે પણ જોડેલી હતી.આ યુદ્ધ દરમિયાન અર્જુનના રથ પર ઘણી વખત હુમલો થયો હતો.

પરંતુ તે પછી પણ અર્જુનનો રથ એકદમ સરખો રહ્યો હતો. મહાભારત ગ્રંથ ના અનુસાર અર્જુન ના રથની રક્ષા હનુમાનજી કરી રહ્યા હતા અને હનુમાનજી આ રથ પર બેઠા હતા.

હનુમાનજી અર્જુન ના રથ પર બેઠા હતા તેની એક કથા જોડેલી છે. આ કથા મુજબ જ્યારે પાંડવો ને વનવાસ મળ્યો હતો.

આ દરમિયાન ભીમ ની મુલાકાત હનુમાનજી જોડે થઈ હતી,અને હનુમાનજી જોડે ભીમ એ બલ ની શિક્ષા પ્રાપ્ત કરી હતી.

એક દિવસ ભીમ એ ભગવાન હનુમાન એ વિનંતી કરી કે જ્યારે પણ પાંડવોનું યુદ્ધ કૌરવો સાથે થયા તો હનુમાનજી તેમનો સાથ આપે અને અર્જુન ના રથ પર બેસી જાય.

ભીમ જાણતો હતો કે જો હનુમાનજી અર્જુનના રથ પર બેસી જાય તો કોઈ પણ તેને આ યુદ્ધમાં હરાવી શકશે નહીં.

ભીમ ના આ અનુરોધ ને હનુમાનજી એ સ્વીકાર કરી લીધો હતો અને ભીમ ને કહ્યું હતું કે જ્યારે પણ યુદ્ધ ચાલુ થાય ત્યારે એ લાલા રંગ ની ધજા અર્જુન ના રથ પર બાંધી દે.

આવું કરવાથી હું જાતે રથ પર બેસી જઈશ,જ્યારે મહાભારત નું યુદ્ધ ચાલુ થયું ત્યારે ભીમ એ અર્જુન ના રથ પર એક ધજા બાંધી દીધી હતી.

આ ઉપરાંત ભગવાન કૃષ્ણ અર્જુન ના સારથી બન્યા અને અર્જુન ના રથ ના પૈડાં પર શેષનાગ બેઠો હતો જેથી યુદ્ધ ની વખતે રથ પાછળ ના ખસે.

કૌરવો ને લાગતું હતું કે અમારી પાસે ભીષ્મ પિતામહ,દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથી છે,અને એ સરળતાથી પાંડવો ને હરાવી દેશે.

પરંતુ વાસ્તવમાં,પાંડવોનો પલડું કૌરવો કરતા ભારે હતું. કારણ કે પાંડવો સાથે હનુમાન,કૃષ્ણ અને શેષનાગ હાજાર હતા.

મહાભારતમાં યુદ્ધ દરમિયાન ઘણી વખત અર્જુન ના રથ પર હુમલો કરવામાં આવ્યો,પરંતુ આ હુમલા પછી પણ અર્જુન ના રથ ને કશું જ ના થયું.તે જ સમયે,જ્યારે યુદ્ધ સમાપ્ત થયું,ત્યારે અર્જુન નો રથ જાતે જ બળી ગયું.

મહાભારત ના અનુસાર યુદ્ધ સમાપ્ત થયા પછી શેષનાગ પાતાળ લોક જતા રહ્યા હતા,અને હનુમાનજી પણ રથ ના ઉપર થી અદશ્ય થઈ ગયા હતા. આ પછી શ્રી કૃષ્ણજી ના કહેવા પર અર્જુન આ રથ પરથી ઉતરી ગયો.

અર્જુન પછી,શ્રીકૃષ્ણ પણ આ રથમાંથી ઉતરી ગયા અને શ્રી કૃષ્ણના ઉતારતાજ રથ માં આગ લાગી ગઈ હતી.રથ ને સળગતો જોઈ અર્જુન આશ્ચર્ય થઈ ગયો. અને તેને શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે કેવી રીતે જાતે રથ માં આગ લાગી ગઈ.

ત્યારે શ્રી કૃષ્ણ એ કહ્યું કે દિવ્યાસ્ત્રો ના પ્રહાર થી આ રથ પહેલેથીજ ખતમ થઈ ગયો હતો. હનુમાનજી બેઠા હતા તેથી એના અને મારા કારણે આ રથ ને કાઈ ના થયું.

પરંતુ આજે આ રથ નું કામ પૂરું થઈ ગયું છે. જેના કારણે આ રથ ને હનુમાનજી અને મેં છોડી દીધો અને આ રથ નો નાશ થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here