આવી ગઈ છે સાઉન્ડ શર્ટ, હવે અક્ષમ દિવ્યાંગ લોકો પણ લઇ શકશે તેનો આનંદ

0

છેલ્લા કેટલાક વર્ષોમાં વિયરેબલ્સનું બજાર ઝડપથી બદલાઈ ગયું છે અને નવું ઉપકરણ સંગીત અને તેની સુંદર લાગણી સાથે સંકળાયેલું છે. આ વિયરેબલ ખરેખર એક ખાસ પ્રકારનું શર્ટ છે,જેને શર્ટ નામ આપવામાં આવ્યું છે.આ શર્ટમાં 16 સેન્સર લગાવવામાં આવ્યા છે, જે શરીરના જુદા જુદા ભાગોમાં સંવેદનાઓ પેદા કરવામાં આવે છે.

આ રીતે સંગીત વગાડવાની શરીરમાં ભાવના મોકલે છે,જેમાં પુરી રીતે અક્ષમ દિવ્યાંગ લોકો પણ સંગીતનો અનુભવ કરી શકે. હાઇ-ટેક સાઉન્ડ શર્ટ એક કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાયેલા છે.જે સ્ટેજની ચારે બાજુ મુકેલ માઇક્રોફોનથી ઓડિયો પ્રસારિત કરે છે. આ રીતે જેની સુનાવણીની શક્તિ ઓછી છે તેઓ શર્ટ પહેરીને કોન્સ્ટન અથવા સંગીત પ્રસંગની મજા પણ લઇ શકે છે.

ધસાઉન્ડ શર્ટ લંડનની એક ક્યૂટસરકિટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ કંપની કેટી પેરી જેવા અભ્યાસક્રમ માટે મ્યુઝિક ઇવેન્ટ્સમાં પહેરવામાં આવતી આઉટફિટ્સ ડિઝાઇન કરી ચુકી છે.ક્યૂટસરકીટ જણાવ્યું કે, “સાઉન્ડ શર્ટની મદદથી, જે સાંભળવામાં અક્ષમ દિવ્યાંગ વ્યક્તિ છે તેની ત્વચા પર સંગીતને ફિલ કરી શકે છે અને પહેલી વાર તેમને લાઈવ કોન્સર્ટ જેવો અનુભવ આ શર્ટ પહેરીને મળશે.કંપનીએ કહ્યું કે, ‘પહેલી વાર સાભળવામાં અક્ષમ વિકલાંગ વ્યક્તિને ઓડિયન્સમાં બેસીને સંગીતને ફિલ કરતા જોઈ કંઈક અલગ અહેસાસ થાય છે. આ શર્ટની મદદથી,લાઇવ મ્યુઝિક એક્સપિરીયન્સ આખરે દરેક સાથે શેર કરી શકાય છે. આ રીતે કામ કરે છે શર્ટ.

સાઉન્ડ શર્ટ ઘણા તબક્કામાં કાર્ય કરે છે અને સૌથી પેહલા તેની સાથે જોડાયેલ કમ્પ્યુટર સિસ્ટમ માઇક્રોફોનની મદદથી સ્ટેજના જુદા જુદા ભાગો પર સાઉન્ડ રેકોર્ડ કરે છે.ત્યારબાદ,જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવેલ 16 સેન્સર વાયરલેસ ડેટા રિસીવ કરે છે અને ટ્રાન્સમીટ કરે છે.કંપનીના સીઈઓ રાયન જાંજે ફોર્ચ્યુનને કહ્યું,અમે આ સિસ્ટમને એવી રીતે મેપ કર્યું છે કે જે રીતે આપણું શરીર મ્યુઝીક પર પ્રતિક્રિયા કરે છે.’તેમણે કહ્યું, ‘શર્ટની મદદથી ડીપ અને હેવી બાસની નોંધો શરીરના નીચલા ભાગોમાં અનુભવાય છે અને તે જ વાયરલ જેવું સાધન લાઇટ નોટ અથવા તેના કરતાં પણ હળવી નોધો ઉપરના ભાગો જેવા કે ગળાની પાસે અને ખભાની નજીક અનુંભવાય છે. નથી કોઈ વાયરિંગ.

સાઉન્ડ શર્ટને ત્વચા માટે કમ્ફર્ટેબલ બનાવવામાં આવ્યું છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વાયર નથી. ‘સોફ્ટ સ્ટ્રેચ ફેબ્રિક’ થી બનાવેલા શર્ટ પહેર્યા પછી, સાંભળવામાં અક્ષમ દિવ્યાંગ વપરાશકર્તાઓ ઓર્કેસ્ટ્રા જોઈ રહ્યા હોય છે,તેમના કેટલાક અંગો બાકીના કરતા વધુ સક્રિય હોય છે.શર્ટમાંથી નીકળતી સંવેદનાઓ શરીરમાં ધ્વનિ તરંગો જેવી લાગે છે અને સંગીત અનુભવાય છે. ક્યુટ સર્કિટના કો ફાઉન્ડેશન અને ચીફ ક્રિએટિવ ,ફ્રાન્સેસ્કા રોસેલાએ જણાવ્યું.’શર્ટની અંદર અથવા તેના કોઈ પણ ભાગની અંદર વાયર રાખવામાં આવ્યાં નથી.અમે આ માટે માત્ર સ્માર્ટ ફેબ્રિકનો ઉપયોગ કરી રહ્યા છીએ.તે સેન્સર્સને કનેક્ટ કરવા માટે માઇક્રોઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરે છે,જે અત્યંત પાતળા અને કંડક્ટિવ ફેબ્રિક છે. આટલી હશે કિંમત.

વાત જો સાઉન્ડ સિસ્ટમ કરીએ તો આમ વાત છે,આ ટેકનોલોજી બહુજ વધુ કિંમત છે.સાઉન્ડ શર્ટની કિંમત વેચાણ માટે તે 3673 ડોલર થી પણ વધારે હોય શકે છે. હાલમાં, કંપનીનું માનવું છેકે સાભળવામાં અક્ષમ દિવ્યાંગ લોકોને લાઇવ મ્યુઝિકનું એક્સપિરિયન્સ રિયલ ટાઇમમાં આપવા માટે આ કિંમત વધારે નથી.તેના મદદથી સાભળવામાં અક્ષમ દિવ્યાંગ ઉપયોગકર્તા પોતાને મ્યુજિકની વચ્ચે હાસલ કરશે અને પુરી રીતે જોડાયેલા અનુભવી શકાશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here