2004 અને 2014 માં સ્નાતક હોવાનું અને હવે 12 પાસ! સ્મૃતિ ઈરાની એ એફિડેવિટ માં જણાવ્યું. વાંચો વિગતે

0

છેલ્લા પાંચ વર્ષથી વિપક્ષ અને સ્મૃતિ ઈરાની ડીગ્રી મામલે એકબીજા સામે જીભાજોડી કરી રહ્યા હતા, કોંગ્રેસનો દાવો હતો કે સ્મૃતિ ઈરાની ગ્રેજ્યુએટ નથી અને સ્મૃતિ ઈરાની ખુદને બી.કોમ ગ્રેજ્યુએટ ગણાવી રહ્યા હતા પરંતુ આખરે સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે પોતાના ઉમેદવારી પત્રમાં સ્વીકાર્યું છે કે તે બી.કોમ ગ્રેજ્યુએટ નથી.

સ્મૃતિ ઈરાની એ તેના એફિડેવિટમાં જણાવ્યું છે કે તેણે દિલ્હી યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે નામાંકન કર્યું હતું પરંતુ તેણે તે પૂરું કર્યું ના હતું. તેણે એફિડેવિટમાં જણાવ્યું છે કે બી.કોમ નાં પહેલા વર્ષની તેણે પરીક્ષા દીધી છે પરંતુ બાકીના બે વર્ષ તેણે કોર્સ પૂરો ના હતો કર્યો.સ્મૃતિ ઇરાનીએ એફિડેવિટમાં જણાવ્યું 12 પાસ, કોંગ્રેસે કર્યો કટાક્ષ, કહ્યું, ‘યે મંત્રી કભી થી ગ્રેજ્યુએટ’ 2004 અને 2014માં સ્નાતક હોવાનું જણાવ્યું હતું અને હવે 12 પાસ! કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી માટે ગુરૂવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું. તેમણે પહેલી વખત એફિડેવિટમાં સિનિયર સેકેન્ડરી સુધીનો અભ્યાસ કર્યો હોવાની માહિતી આપી છે. તેની ડિગ્રીનો મુદ્દો હંમેશા વિવાદમાં રહ્યો છે,

કારણે કે આ પહેલા 2004 અને 2014માં તેમણે સ્નાતક પૂર્ણ ન કર્યું હોવા છતાં પણ સ્નાતકની ડિગ્રીનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે પહેલીવાર તેમણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે ડિગ્રીનો વિવાદ તો હજુ પણ ખતમ નથી થયો. સ્મૃતિની બદલતી ડિગ્રી પર કોંગ્રેસ પ્રવકતા પ્રિંયકા ચતુર્વૈદીએ એક સોન્ગ બનાવીને તેના પર પ્રહાર કર્યાં છે.

કોંગ્રેસે આ પહેલા પણ સ્મૃતિ ઇરાનીની ડિગ્રીના મુ્દે અનેક આરોપ લગાવ્યાં હતા. જો કે આ વખતે એફિટેવિટમાં સ્મૃતિએ 12 પાસ હોવાનું જણાવતાં કોંગ્રેસે ફરી એકવાર તેના પર વાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વૈદીએ સ્મૃતિની સિરિયલ ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ની થીમની લાઇન લઇને સોન્ગ બનાવ્યું, કહ્યું, “ક્વોલિફિકેશન કે ભી રૂપ બદલતે હૈ, નયે-નેયે સાંચેમાં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ, એક ડિગ્રી જાતી હૈ” આ સોન્ગ પ્રેસ કોન્ફરન્સમાં ગાઈને સ્મૃતિ પર નિશાન સાધ્યું હતું.દરેક એફિડેવિટમાં આપી હતી વિરોધાભાસ માહિતી.આ વખતે સ્મૃતિ ઇરાનીએ ઉચ્ચ શિક્ષાની કોલમમાં લખ્યું છે કે, તેમણે દિલ્લી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપન લર્નિગમાંથી 1994માં બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ હજુ પૂરો નથી કર્યો.

તેથી તેમણે આ કોષ્ટકમાં અપૂર્ણ કોર્ષનો ઉલ્લેખ કર્યો છે અને 12 પાસ હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, આ પહેલાની ચૂંટણીમાં એફિડેવિટમાં તેમણે વિરોધાભાસ માહિતી આપી હતી જેના કારણે વિવાદ સર્જાયો હતો.2004ની એફિડેવિટમાં આપેલી માહિતી2004માં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ ની સામે સ્મૃતિ ઇરાની ચાંદની ચોકથી લોકસભાની ચૂંટણી લડી રહી હતી. આ સમયે એફિડેવિટમાં તેમણે લખ્યું હતું કે, 1996માં દિલ્લી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપનમાંથી બેચલર ઓફ આર્ટ્સ કર્યું છે.2014ની એફિડેવિટમાં આપેલી માહિતી2014માં અમેઠી બેઠક પરથી ફોર્મ ભરતાં સ્મૃતિ ઇરાનીએ એફિડેવિટમાં લખ્યું હતું કે, દિલ્લી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપનમાંથી તેમણે 1996માં બેચલર ઓફ કોમર્સ પાર્ટ-1 કર્યું છે. સ્મૃતિ ઇરાનીએ વર્ષ 2004માં આર્ટ્સ સ્નાતક અને 2014માં કોમર્સનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે તેમણે ડિગ્રીની ખોટી અને વિરોધાભાસ માહિતી આપી હતી. આ મુદ્દે કોંગ્રેસ સહિતની વિરોધી પાર્ટીઓ તેનો વિરોધ કર્યો હતો અને ખોટી માહિતી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો.રાહુલ ગાંધી સામે મુકાબલો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આ વખતે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમેઠીથી ચૂંટણી લડી રહી છે. 2014માં રાહુલ ગાંધી સામે હાર્યા બાદ ફરી 2019 લોકસભાની ચૂંટણી અમેઠીથી જ રાહુલ સામે લડી રહી છે.સ્મૃતિ પાસે 4.71 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એફિડેવિટમાં 4.71 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઇરાનીએ 1.75 કરોડની ચલ અને 2.96 કરોડની અચલ સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે. અચલ સંપત્તિમાં 1.45 કરોડ રૂપિયાથી વધુ ખેતીની જમીન અને 1.40 કરોડ રૂપિયાની મકાન મિલકત હોવાનું જણાવ્યું છે. ચલ સંપત્તિમાં તેમની પાસે 31 માર્ચ સુધી બેન્ક ખાતામાં 89 લાખ રૂપિયા તેમજ આ ઉપરાંત પોસ્ટ બચત ખાતામાં 18 લાખની રકમ જમા છે.

તો 1.05 લાખ અન્ય રોકાણ યોજનામાં રોક્યાં છે.ઇરાની પાસે 13.14 લાખની ગાડીઓ છે અને 21 લાખ રૂપિયાના સોનાના આભૂષણ છે. તેમની સામે કોઇ ફરિયાદ નથી તેમજ કોઇ કેસ નથી ચાલી રહ્યો. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાનીના પતિ જુબિન ઇરાની પાસે 1.69 કરોડ રૂપિયાથી વધુ રકમની ચલ સંપત્તિ અને 2.97 કરોડની અચલ સંપત્તિ છે

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here