ભાજપ સરકાર ની બોલતી બંધ કોંગ્રેસે ખુલ્લી જીપમાં ભરીને શિવરાજને સોપી દેવા માફીની 21 લાખ ખેડૂતોની યાદી

0

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તમે અવાર નવાર જોયું હશે કે કમલનાથ ની સરકાર આવ્યા પછી ભાજપ સરકાર ઘ્વારા નરેન્દ્ર મોદી હોય અમિતશાહ હોય એમના ઘ્વારા એવું કહેવામાં આવ્યું કે કમલનાથ ની સરકારે મધ્યપ્રદેશ માં પોકળ દાવા ઓ કર્યા છે કોઈ ખેડૂત નું દેવું માફ નથી થયું.

મધ્યપ્રદેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય ભારતનું ત્યાં આવી એક વાત તો કરવામાં આવી કે કૉંગ્રેશ સરકાર ખોટા દાવા ઓ કરે છે ખેડૂતો ના દેવા માફી ના એમની સરકાર મધ્યપ્રદેશ માં છે મોટી જાહેરાતો કરી દેવું માફી કર્યું પણ કોઈ ખેડૂત નું દેવું માફ થયું નથી એવી રીતે પ્રચાર કરવામાં આવ્યો કૉંગ્રેસ સરકાર મધ્ય પ્રદેશ માં મુખ્યમંત્રી ને પણ આવા પોકળ દાવા ઓ માં અને સોશિયલ મીડિયા માં પણ વીડિયો ફેલાવા માં આવ્યા ત્યારે કૉંગ્રેસ ના કાર્યકરો ઘ્વારા હવે એક મોટું પગલું ભરવામાં આવ્યું લોકસભા ચૂંટણી દરમિયાન જ્યા દેશમાં રાષ્ટ્રવાદનો મુદ્દો છવાયેલો છે.

બીજી તરફ મધ્ય પ્રદેશમાં ખેડૂતના દેવા માફી મામલે રાજકારણ ગરમાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહથી લઇને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાના દરેક ભાષણમાં રાજ્યની કમલનાથ સરકારને દેવા માફી પર ઘેરી રહી છે. ભાજપ સીધે સીધા દેવા માફીને ખોટી ગણાવી હતી. એવામાં કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ ખેડૂતોની દેવામાફીના પુરાવા લઇને સીધા શિવરાજ સિંહના બંગલા પર પહોચી ગયા હતા. કોંગ્રેસ કાર્યકર્તા ખુલ્લી જીપમાં દેવા માફી સાથે જોડાયેલા સર્ટિફિકેટ અને ફાઇલોના બંડલ લઇને પહોચ્યા હતા.

આ યાદીમાં ખેડૂતોના નામ, તેમના મોબાઇલ નંબર, જે બેન્કમાંથી લોન લેવામાં આવી તેની તમામ જાણકારી છે.

આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ પચૌરીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “ખેડૂતોની દેવા માફીનો મામલો કોઇનાથી છુપાયેલો નથી, તમામ જાણકારી ઓનલાઇન છે. શિવરાજ સિંહ અને ભાજપ લોકોને ગુમરાહ કરી રહી છે, જૂઠ બોલી રહી છે. માટે અમે શિવરાજ સિંહને ખેડૂતોની દેવા માફી સાથે જોડાયેલી જાણકારી આપી છે, તેમણે શિવરાજ સિંહ પર સવાલ ઉભા કરતા કહ્યું,

જ્યારે તે સત્તામાં હતા તો તેમણે ખેડૂતોને પચાર હજાર સુધી દેવા માફીની વાત કરી હતી પરંતુ તે દાવો હજુ પુરો થયો નથી.” મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ સરકારે અત્યાર સુધી 21 લાખ ખેડૂતોનું દેવુ માફ કરી દીધુ છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી પચૌરીએ કહ્યું, ‘રાજ્યમાં કોંગ્રેસ સરકારે પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવાનો દાવો કર્યો હતો, કોંગ્રેસની કમલનાથના નેતૃત્વમાં સરકાર બનતા જ દેવા માફીની પક્રિયા શરૂ થઇ ગઇ હતી. અત્યાર સુધી 21 લાખ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યુ છે. આ ખેડૂતોની યાદી અને પેન ડ્રાઇવમાં તમામ માહિતી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને સોપી છે.’

કોંગ્રેસનો દાવો છે કે ‘જય જવાન, જય કિસાન ઋણ માફી’ યોજના હેઠળ કુલ 55 લાખ ખેડૂતોના બે લાખ સુધીનું દેવુ માફ થવાનું છે. આચાર સંહિતા લાગ્યા પહેલા આશરે 21 લાખ ખેડૂતોના દેવા માફ થઇ ચુક્યા છે.

તેમણે દેવા માફીના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે. આચાર સંહિતા બાદ બાકી રહેલા ખેડૂતોને પણ પોતાના મેનિફેસ્ટોના દાવા અનુસાર કોંગ્રેસ સરકાર દેવુ માફ કરશે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here