ભાજપને સ્પષ્ટ હાર દેખાય છે, એટલે મતદારો ને ધમકાવના પ્રયાસો કરે છે જાણો બીજું શું કહ્યું હાર્દિક પટેલે!

0

હાર્દિક પટેલ ને કૉંગ્રેશ નો સ્ટાર પ્રચારક ધારદાર નિવેદન આ ચૂંટણી માં રોજે રોજ સભા ઓ નું આયોજન પ્રમાણે મીટીંગો ચાલુ જ છે, હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને 8 દિવસ જ બાકી છે ત્યારે તમામ પક્ષનાં નેતાઓ નિવેદનોનું રાજકારણ રમી રહ્યાં છે.  ભાજપનાં મધુશ્રીવાસ્તવ, કુંવરજી બાવળિયાએ મતદારો સાથે ધમકીનાં સૂરમાં વાત કરી હતી તેના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જ્યારે મોહન કુંડારીયાનો એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યને ધમકાવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે હાર્દિક પટેલનું નિવેદન આપી દીધું છે કે ભાજપ હાર ભાળી ગયા છે.હાર્દિક પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘આ બધા હારની ચિંતામાં જે મતદારો મતદાન કરી શકે છે તેમને દબાવે છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે આ લોકોને નજર સમક્ષ હાર દેખાઇ રહી છે.’

મહત્વનું છે કે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમા મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે કે જો તેમને 70 ટકા ઉપર મત નહીં મળે તે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. જોકે, અમે આ ઓડિયોની પુષ્ટીકરતાં નથી.

વાયરલ ઓડિયોમાં મોહન કુંડારિયાએ કહ્યું, ‘નાનુ ભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના 70-75 મત જોઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવસ્થિત વાત કરો.

કુંવરજી બાવળિયાનો વીડિયો વાયરલ

રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. ત્યાર બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હોત તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.

મધુશ્રીવાસ્તવનો એક વિવાદિત વીડિયો વાયરલ

વાઘોડિયાના MLA મધુશ્રીવાસ્તવનો એક વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મધુશ્રીવાસ્તવ જાહેર સ્ટેજ પરથી મતદારોને ધમકી આપે છે. તેઓ મતદારોને કહી રહ્યા છે કે દરેક બુથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઇશ. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા હાલ ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. સુરતના કરંજ વિસ્તારમાં પાયાના પ્રશ્નો હલ ન થતાં ભાજપ વિરોધી બેનર લાગ્યાં જુવો તસ્વીર.

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓએ પ્રવેશવું નહી તેવા કરંજ વિસ્તારમાં બેનર લાગ્યાં હતાં. કરંજના સીતારામ જેવી સોસાયટીઓમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતાં.

સોસાયટી વાસીઓએ ભાજપના વિરોધમાં લગાવેલા બેનરોમાં ઉભરાતી ગટરો, નિયમિત સાફ પીવાનું પાણી, ડોર ટુ ડોર કચરાની ગાડી, સ્વચ્છ રોડ રસ્તા, જેવી સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવતાં સોસાયટીવાસીઓએ જ્યાં સુધી સ્મસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓએ મતની ભીખ માંગવા આવવું નહિ જેવા લખાણ લખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here