સ્મૃતિ ઈરાનીનાં ફંડના ગોટાળાને અમિત ચાવડાએ ખૂલ્લો પાડ્યો

0

કેગ રિપોર્ટના આધારે સ્મૃતિ ઈરાની પાસેથી રૂપિયા વસુલવાનો હુકમ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડના કાર્યોમાં થયેલા ગોટાળા અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખેલ થયેલી જાહેરહિતની અરજીનાં અનુસંધાને હાઈકોર્ટે સખત રવૈયો અપનાવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે વિવિધ યોજવાઓને લાગૂ કરી અમલ કરનારી સંસ્થાઓ પાસેથી રૂપિયાની વસુલાત કરવાનો હુકમ કર્યો છે. ખાસ કરીને કૈગ રિપોર્ટમાં સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડમાંથી આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ અંગે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટે રૂપિયાની રિકવરી કાઢી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.એસ.દવે અને જસ્ટીસ વિરેન વૈષ્ણવની બેન્ચે સ્મૃતિ ઈરાનીના ફંડ અંગે સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સ્થિતિ અંગે માહિતી માંગી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાએ જુલાઈ-2017 માં સ્મૃતિ ઈરાની વિરુદ્વ જાહેરહિતની અરજી દાખલ કરી હતી.

અમિત ચાવડાએ આરોપ મૂક્યો હતો કે રાજ્યસભા સાંસદ તરીકે સાંસદના ફંડને બરબાદ કરવામાં આવ્યો છે. જેને કામ સોંપવામાં આવ્યું હતું તેણે ગોટાળો કરી કૌભાંડ કર્યું છે. આ કેસમાં તપાસ કરવામાં આવતા સ્મૃતિ ઈરાની દ્વારા ચોક્કસ સંસ્થાને જ કામ સોપવામાં આવે તેવી ભલામણ પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનું બહાર આવતા કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીનું રાજીનામું માંગ્યું છે.

હાઈકોર્ટ દ્વારા રૂપિયાની રિકવરી કરવાનો હુકમ આપવામાં આવ્યા બાદ પણ અપેક્ષિત કાર્યવાહી નહીં થવાના કારણે અમિત ચાવડાએ જાહેરહિતની અરજી કરી હતી. ત્યાર બાદ અદાલતે સાંસદ ફંડનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આ અંગે હવે પછીની સુનાવણી 28મી માર્ચે કરવામાં આવશે. સ્મૃતિ ઈરાનીના ફંડમાં થયેલા ગોટાળા અંગેનો ઘટસ્ફોટ કૈગ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સ્મૃતિ ઈરાનીએ વિના ટેન્ડર કાર્યવાહી કર્યા વિના એક એનજીઓને 5.93 કરોડ રૂપિયાનું કામ સોંપી દીધું હતું. આ ઉપરાંત અન્ય કામો પણ કાગળ પર જ થયેલા હોવાનું જણાઈ આવ્યું હતું. આણંદના કલેક્ટર દ્વારા ફંડને લઈ તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરે પણ રૂપિયાની રિકવરી કરવાના આદેશ આપ્યા હતા.

અમિત ચાવડાનું પ્રદેશ પ્રમુખ તરીકે 1 વર્ષ થયું પૂરું, અમિત ચાવડા કોઈને કહેતા નથી કે હું 16 કલાક કામ કરું છું, જાણો કેમ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને આજે સમિતિ ના પ્રમુખ પદે નિમણૂકનું એક વર્ષ પૂર્ણ થયું પરંતુ અમિત ચાવડા આજે પણ કોઈને કહેતા નથી કે તેઓ દિવસમાં 16 કલાક કોંગ્રેસ માટે કાર્યરત હોય છે ને રવિવાર કે તહેવાર એ અમિત ચાવડાની ડાયરીમાં હાલ તો નથીજ.

વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજા મહિને કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે એક નામ જાહેર થયું જે હતું અમિત ચાવડા અને આ નામ એક ધારાસભ્યનું હતું જે નસીબ સંજોગે ગુજરાતના રાજકારણમાં મોખરે રહેલ માધવસિંહ સોલંકી પરિવારનું અને સામે ચેલેન્જ પણ હતી કે પરિવારવાદના આક્ષેપને ખોટા સાબિત કરવા 16 કલાક કામ કરતા અમિત ચાવડા તેમના ગાંધીવાદી દાદા ઈશ્વરભાઈ ચાવડાથી પ્રેરણા લઈને રાજકારણમાં આવ્યા અને તેમની જીવન પદ્ધતિને અનુસરે છે, કોઈ કામમાં ન નહીં અને સામાન્ય કાર્યકરની વાતને પણ ગંભીરતાથી લેવાની અને પબ્લિસિટીથી દૂર રહીને માત્ર પક્ષનું કામ કરે છે.

અભ્યાસે એન્જીનીયર અને આંકલાવના ધારાસભ્ય તરીકે પબ્લિકનો માણસ 42 વર્ષની ઉંમરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ બનાવવામાં આવે, ધારાસભ્યો તો ઓળખાતા હોય પરંતુ રાજ્યના જિલ્લા પ્રમુખો, નેતાઓ એની આગેવાનોથી કોઈ સંપર્ક જ ન હોય અને માત્ર એક વર્ષમાં વલસાડથી કચ્છ સુઘી સીધો સંવાદ અને સંકલન ઉભું કરવામાં અમિત ચાવડા સફળ રહ્યા એનું કારણ અમિત ચાવડાની મહેનત. અમિત ચાવડા જિલ્લા અને શહેર કારોબારીમાં હાજરી આપે છે અને રોજ 16 કલાક, સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી પ્રદેશ કમિટી અને ઘરે હાઈ કમાન્ડ, નેતાઓ અને કાર્યકરો જોડે ચર્ચા અને મિટિંગ અને કાર્યકમોમાં ભાગ લેતા હોય છે.

દર બુધવારે પ્રદેશ સમિતિ પર કોઈ પણ એપોઇન્ટમેન્ટ વિના મળી શકે તેવી વ્યવસ્થા કરી છે જેથી કોઈ નારાજ પણ હોય અમિત ચાવડાને કહી શકે અને રજુઆત પણ કરી શકે, આ એવા પ્રદેશ પ્રમુખ છે જેને સામુહિક રીતે લોકો પક્ષ કે ચૂંટણીને લગતી ચર્ચા અને માંગણી કરવા પણ આવી શકે છે. સમગ્ર ગુજરાત માં 51000 બુથ પર જન મિત્ર બન્યા, 1 મહિલા અને 1 પુરુષ, જન મિત્ર ટ્રેનિંગ, પ્રદેશની, પોતાની ટ્રેનિંગ ટિમ અને રિસર્ચ, પંચાયત પરિષદ ટ્રેનિંગ કીટ, આઈ કાર્ડ જિલ્લા કક્ષાએ 2 દિવસ ની ટ્રેનિંગ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ને મહત્વ, યુથ કોંગસને સપોર્ટ, NSUI ની જીત, મહિલા કોંગ્રેસ ને મહત્વ આપવું, સિનિયર અને જુનીયર સાથે કોર્ડીનેશન જેવા કામ કરી કોંગ્રેસને ગામથી ગાંધીનગર સુધી ધબકતી કરી છે અને એક અનુશાસિત અને સંગઠિત કરી છે.

રાહુલ ગાંધીની બે મોટી સભાઓ કરવા 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસની CWC ની મિટિંગ કરવા કોંગ્રેસ હાઈ કમાન્ડને ગુજરાતમાં બોલાવવું એ અમિત ચાવડાએ કર્યું. અમિત ચાવડા નો એક આંક જોવા જોઈએ તો અત્યાર સુધી પ્રદેશ પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતની વિધાનસભા સીટ, જિલ્લા, અને લોકસભામાં બે કરતા વધુ વખત પ્રવાસો પુરા કર્યા છે.હાલ લોકસભાની ચૂંટણી માટે બંને પક્ષો ટિકિટ ઉમેદરવારો જાહેર કરી રહ્યા છે ત્યારે અમિત ચાવડાએ પાર્ટીના પ્રોટોકોલ અને નિયમોને અનુસરીને ટિકિટ ફાળવણીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા નથી, એવું નથી કરી રહ્યા કે આ મિત્ર છે અને અને હું નથી ઓળખતો એટલે જ હવે કોંગ્રેસ 0-26 માંથી જે લાવશે એનો શ્રેય કોંગ્રેસના કાર્યકરો અને ખાસ અમિત ચાવડાને જ મળશે.

અમિત ચાવડા કોંગ્રેસ ને 17 થિ વધુ બેઠકો જીતાડસે અને એ નક્કી જ છે એ જે નક્કી કરે છે એ કરી ને જ બતાવે છે એ સત્ય છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here