મોબાઈલ ચોરી થાય તો કરો આ નંબર પર ફોન ટુક સમય માં જ મળી જશે તમને તમારો મોબાઈલ

0

આજકાલ ચોરી ના કિસ્સા રોજ સાંભળવા મડે છે રોજ તમે ટીવી માં જોતા હોય કે પેપર માં વાંચતા હોય અવાર નવાર ચોરી ના કિસ્સા આવતા જ રહેતા હોય છે ઘર ની ચોરી હોય દુકાન માં ચોરી કરી કોઈ નું પાકીટ મારી લિધુ કોઈ ચોર એ વગેરે વગેરે આ બધા પોલીસ સ્ટેશને ફરિયાદ કરે છે  તેની પ્રોસેસ પ્રમાણે તેનો નિવેડો આવી જાય છે.

આવી જ રીતે મોબાઈલ ની ચોરી પણ થાય છે સામાન્ય રીતે ભીડ વાળા એરિયા માં કે ગમે તે રીતે ચોર તક નો લાભ લઇ ને મોબાઈલ ઉઠાંતરી કરે છે. મોબાઇલ ચોરાઇ જવો આજકાલ સામાન્ય બાબત થઇ ગઇ છે અને તેવામાં ઘણાં લોકોએ આ પરેશાનીનો સામનો કરવો પડે છે.

મોબાઇલ ચોરી થવાની પરિસ્થીતીમાં પહેલાં યુઝર્સે પોલીસમાં આ અંગે જાણ કરીને ફરિયાદ કરવી પડતી હતી. ઘણાં યુઝર્સ એવાં પણ હોય છે જેમને પોલીસ સ્ટેશન જવું પસંદ નથી તેથી તેઓ આ અંગેની ફરિયાદ દાખલ કરાવતાં નથી. આવા લોકો ને ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

જો કે મોબાઇલ ચોરીનો રિપોર્ટ ન નોંધાવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ચોરી થયેલા મોબાઇલનો દુરુપયોગ થવાની શક્યતા વધુ રહે છે. તેવામાં જો ચોરી થયેલો મોબાઇલ કોઇ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવે તો પોલીસની સૌથી પહેલી શંકા તે મોબાઇલના માલિક પર જાય છે. તેથી ચોરી થયેલા ફોનનો રિપોર્ટ હંમેશા નોંધાવવો જોઇએ પણ આ લાંબી પ્રોસેસ માં લોકો પાસે સમય નથી. અને તે ફરિયાદ પણ નથી કરતા અને તેથી જ ભારત સરકારે એક હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. જેની મદદથી તમે ચોરી થયેલા મોબાઇલની ફરિયાદ સરળતાથી કરી શકો છે.

ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજી સેન્ટરે (સી-ડૉટ) યુઝર્સના ચોરી થયેલા ફોનની જાણકારી મેળવવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર (સીઇઆઇઆર) તૈયાર કર્યુ છે જેની મદદથી ચોરી થયેલો ફોન બંધ કરી શકાય છે.

સીઇઆઇઆરમાં દેશના દરેક નાગરિકનો મોબાઇલ મૉડેલ, સિમ નંબર અને આઇએમઇઆઇ નંબર છે.
યુઝર્સ હવે મોબાઇલ ચોરી થવાની સ્થીતીમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આલેવા હેલ્પલાઇન નંબર 14422 પર આ અંગેની જાણકારી આપી શકે છે.

હેલ્પલાઇનની ખાસ વાત એ છે કે તમારે ફરિયાદ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે કોઇ મોબાઇલ કે લેન્ડલાઇનથી આ હેલ્પલાઇન પર કૉલ કરીને ચોરી થયેલા ફોન અંગેની જાણ કરી શકો છો. કૉલ કરવો શક્ય ન હોય તો આ હેલ્પલાઇન નંબર પર મેસેજ મોકલીને પણ મોબાઇલ ચોરી થવાની જાણકારી આપી શકો છો.

સી-ડૉટે જણાવ્યા અનુસાર ફરિયાદ મળ્યાં બાદ મોબાઇલમાં કોઇપણ સિમ લગાવવામાં આવશે તો પણ તેમાં નેટવર્ક નહી આવે. પરંતુ તેનું ટ્રેકિંગ થતું રહેશે. ગત કેટલાંક વર્ષોમાં દરરોજ હજારો મોબાઇલની ચોરી અને લૂંટની ઘટનાને જોતાં સી-ડૉટને ટેલિકોમ મંત્રાલયે આ તંત્ર વિકસીત કરવા કહ્યું હતુ.

મંત્રાલયના એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશમાં એક જ આઇએમઇઆઇ નંબર પર 18 હજાર હેન્ડસેટ ચાલી રહ્યાં છે.

મિત્રો હવે જો મોબાઈલ ચોરી થાય તો કંમ્પ્લેઇન જરૂર કરજો ઘરે બેઠા જ અને આ ઉપયોગી માહિતી શેર જરૂર કરજો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here