કોંગ્રેસને વધુ એક ફટકો, માણાવદરના MLA જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું

0

લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યો છે. હાલ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર સહિત 4 થી 5 ધારાસભ્યોના ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી છે. પરંતુ આજે અલ્પેશના બદલે ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. જવાહરને કેબિનેટમંત્રી પદ મળે એવી શક્યતા છે.

જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપે અલ્પેશનો વિકલ્પ શોધી લીધો છે. માણાવદર બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા પણ વર્ષો સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે જવાહર ચાવડાનું રાજીનામું સુપરત કરવામાં આવ્યું હતું. જોકે, જવાહર ચાવડા રાજીનામું આપવા માટે રૂબરૂ હાજર રહ્યા ન હતા.

જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

જવાહર ચાવડાની જન્મ 20 જુલાઇ, 1964 ના રોજ ધોરાજી તાલુકાના ભડજડીયા ગામ ખાતે થયો હતો. જવાહર ચાવડાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જવાબહ ચાવડાએ મીતાબેન સાથે લગ્ન કર્યા છે. દામ્પત્ય જીવનથી તેમને એક દીકરો અને દીકરી છે.

જવાહર ચાવડા પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પરથી 1990-95 ના વર્ષમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007, 2012 અને 20187 માં તેઓ માણાવદર બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે.

જ્ઞાતિ સમિકરણોને જોતા જો ભાજપ તેને જૂનાગઢમાંથી ચૂંટણી લડાવે તો આહિર અને કોળી મતદારોને કારણે ભાજપ આ બેઠક સરળતાથી મેળવી શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here