કોંગ્રેસના સભ્ય બનાવવા માટે કોંગ્રેસે પહેલીવાર આ અપ્લિકેશન નો ઉપાયપગ કર્યો જાણો વિગતે

0

આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી પોતાના સભ્યોને વધારવા મોબાઈલ એપ્લિકેસન નો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હવે કોંગ્રેસે એક મોબાઈલ એપ્લિકેસન નો ઉપયોગ કરી સભ્યોને જોડવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા 28મી ડિસેમ્બરથી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે, કોંગ્રેસના સભ્ય બનાવવા માટે પહેલી વાર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે અને મોબાઈલ એપ્લિકેસન દ્વારા આ સભ્યોને જોડવામાં આવશે. આ સંદર્ભે ગુરુવારે બપોરે 12 વાગ્યે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

જેમાં ધારાસભ્ય-પ્રદેશના પૂર્વ હોદ્દેદારો વગેરે સમક્ષ દિલ્હીથી આવેલા નિષ્ણાતોએ વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. કોંગ્રેસના સભ્ય માટે અત્યાર સુધી રૂ.5 ફી લેવાતી હતી પરંતુ આ વખતે એક રૂપિયો પણ ફી પેટે નહિ ઉઘરાવાય અને કોઈ પણ ચાર્જ વગર આ સભ્યોને જોડવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે, 28મી ડિસેમ્બરથી સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરાશે, હાલમાં કોંગ્રેસના 15 લાખ સભ્યો છે તેવો પક્ષ દ્વારા દાવો કરાયો છે.

આ વખતે વધુમાં વધુ સભ્યો કોંગ્રેસ સાથે જોડાય તેવો પ્રયાસ કરાશે,અને વધુમાં વધુ સભ્યો પાર્ટીમાં જોડાઈ કામ કરે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત નકલી નોટો મામલે ગુજરાત દેશમાં અવ્વલ, કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ એનસીઆરબીના રિપોર્ટને ટાંકી જણાવ્યું છે કે, વર્ષ 2017 ના એક વર્ષમાં રૂ.9 કરોડની નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે.

દેશભરમાં પકડાયેલી નકલી ચલણી નોટોમાં ગુજરાતનો હિસ્સો 32 ટકા છે જે ચિંતાનો વિષય છે અને નકલી નોટો દ્વારા આ કૌભાંડ પકડાયુ છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુજરાત દેશમાં આ મામલે પ્રથમ નંબરે છે. સૌથી વધુ બે હજારની નકલી નોટો પકડાઈ છે અને આ નકલી નોટો ભારતમાં ફરી રહી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here