ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં-રડતાં 12 વર્ષના દીકરાએ આપી શહીદ પિતાને મુખાગ્નિ, અને કહ્યું એવું કે તમે વાંચી ને ચોકી જશો

0

પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ નારાયણ ગુર્જરના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યાં.તેના 12 વર્ષના પુત્ર મુકેશે શહીદ પિતાને મુખાગ્નિ આપી હતી ખૂબ રડતા તેને કહ્યું હતું હું બદલો લઈશ મારા પિતા નો હું મોટો થઈ ને ફોજ માં જઈશ શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાજકિય સન્માન સાથે તેની વિદાય થઇ.

જિલ્લો બન્યા બાદ કોઈ શહીદનો પહેલી વખત રથ રાજસમંદ શહેરના મુખ્ય રસ્તા પરથી પસાર થયો. આ રથ શહેરના જે રસ્તા પરથી પસાર થયો. તેના પર સતત ફુલોની વર્ષા થતી રહી. એક બાજુ પુષ્પવર્ષા થતી હતી તો બીજી બાજુ ભારતમાતાની જયના નારા ગૂંજતા હતા.

18 કિલોમીટરના સફર બાદ શહીદનો રથ તેના ગામ પહોંચ્યો. 2 દિવસથી દેશના હીરોની રાહ જોતા લોકોએ જ્યારે શહીદનું કોફિન આવ્યું ત્યારે ખૂબ જ રડી પડ્યાં હતા.કેન્દ્રિય રિઝર્વ પોલીસના ડીઆઇજીએ જણાવ્યું કે શરીર વિસ્ફોટના કારણે ક્ષત-વિક્ષત થઇ ગયું હતું. 50 ટકા જ શરીર બચ્યું હતું. એટલા માટે બતાવી શકાય તેમ ન હતું.શહીદની વિદાય યાત્રામાં ભીડ એટલી વધુ હતી કે બિનોલ ગામના રસ્તા નાના પડ્યાં. ગામનો નાનામાં નાનો બાળક પણ અંતિમ યાત્રામાં સામેલ થયો.અંતિમ યાત્રા જે-જે રસ્તા પરથી પસાર થઇ લોકો જોડાતા ગયા. લોકોને જગ્યા ન મળી તો શહીદ વીરની આખરી ઝલક જોવા દીવાલ અને ઝાડ પર ચઢી ગયા હતા. દરેક સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા.

કલેક્ટર અરવિંદ પોસવાલે જણાવ્યું કે પ્રભારી મંત્રી ઉદયલાલ આંજનાએ શહીદની પત્નીને 5 લાખનો ચેક આપ્યો હતો. ક્લેક્ટરે જણાવ્યું કે રાજસમંદના બધા જ કર્મચારી સંગઠન 50 લાખ રૂપિયા એકત્રિત કરશે.

25 લાખ શહીદ નારાયણ ગુર્જરની પત્ની અને 25 લાખ ભીમના રાજવા નિવાસી શહીદની નિંબસિંહ રાવતની પત્નીને આપવામાં આવશે.

ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં-રડતાં 12 વર્ષના દીકરાએ આપી શહીદ પિતાને મુખાગ્નિ, પત્ની જિદ્દ કરતી રહી, છેલ્લીવાર જોઈ લેવા દો તેનો ચહેરો, 50 ટકા જ બચ્યું હતું શરીર તેથી ન દેખાડ્યો ચહેરો.આ માસુમ દીકરા ના છેલ્લા શબ્દો હું મારા પિતાજી નો બદલો લઈશ એવું કેહતા ખૂબ ભાવુક થઈ ગયો હતો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here