VIDEO: શું તમારાથી બધા ડરે છે? જુઓ અમિત શાહે શું આપ્યો જવાબ

0

ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક કાર્યક્રમમાં ‘લોકો તેમનાથી ડરે છે’ તેવી ચર્ચાને ફગાવતા કહ્યું કે, આ બિલકુલ પાયાવિહોણા આરોપો છે. એક ટીવીના શૉમાં અમિત શાહે કહ્યું, ના તો તેમનાથી કોઈ ડરે છે અને ના તેમનાથી કોઈએ ડરવુ જોઈએ.

અમિત શાહ India Todayના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતાં. શૉમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિપક્ષનો આરોપ છે કે ભાજપના શાસનમાં ભયનો માહોલ છે, લોકો તેમનાથી ડરે છે. આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું, “કોઈ ડરતુ નથી… કોઈ ડરતુ નથી… ભાઈ, કોઈ ડરતુ નથી… જો કોઈ ડરતુ હોય તો આવી રીતે બોલતુ ના હોય… તમે મારી વાત સમજી રહ્યાં છો ને… કયા કોઈ ડરે છે અને કોઈએ ડરવુ પણ જોઈએ નહીં.”

ત્યારબાદ એન્કરે કહ્યું કે, ખરેખર ડરવુ જોઈએ નહીં. એન્કરે વધુમાં કહ્યું કે, હાલમાં ભાજપ પર આરોપ લાગ્યો છે કે ભાજપ પ્રેસની આઝાદી દબાવવા ઈચ્છે છે… સરકાર મીડિયા સ્વતંત્રતા પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ટીકા પણ થાય.. લોકો સવાલ પણ પૂછે, તમે તેને કેવીરીતે જુઓ છો…? અમિત શાહે પ્રત્યુત્તરમાં કહ્યું, “જો કોઈ પરફેક્ટ પુરાવા હોય તો તે અંગે જરૂર પૂછવુ જોઈએ. પરંતુ અફવાઓ પર ધ્યાન દેવુ જોઈએ નહીં અને બધી પાર્ટીઓએ મર્યાદા રાખવી જોઈએ.”

જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું તમે તમારી સરકારની નિંદા સાંભળવા ઈચ્છો છો? તો તેમણે કહ્યું, “હું એવુ નથી કહેતો કે સરકારે ટીકા સાંભળવી ના જોઈએ. હું માનુ છુ કે ટીકા થવી જોઈએ. તમે કદાચ સાંભળ્યુ હશે કે કોઈ આર્ટીકલ લખે તેમાં એવુ લખ્યું, જો આ દેશના વડાપ્રધાનનુ નિધન થઈ જાય તો આ વડાપ્રધાન બનશે. તેમ છતાં અમે કંઈ કર્યુ નથી.”

તમારી ચેનલ પણ જનતાને ઘણુ બધુ જણાવે છે… તમારી પર શું દબાણ આવ્યુ છે…? જોકે, બાદમાં એન્કરે કહ્યું કે તેઓ તમામ પ્રકારની સ્ટોરી કરે છે. ત્યારબાદ અમિત શાહે કહ્યું “શું અમે ક્યારેય તમારી પર દબાણ કર્યુ? તમે પોઝીટીવ સ્ટોરી કરો છો…અને નેગેટીવ સ્ટોરી પણ કરો છો.. ઘણી ટીકા કરો છો. મને તેનાથી કોઈ વાંધો નથી. જો તમારી પર દબાણ આવ્યુ નથી તો કોઈની પર દબાણ આવશે નહીં.”

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here