ગુજરાત એસ ટી બસમાં ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધતા જ નથી, ઘણી બસોમાં તો સીટ બેલ્ટ જ નથી

0

આજ થઈ જ્યારે સમગ્ર ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થાય છે. ત્યારે સમગ્ર ગુજરાત માં ટ્રાફિક ને લઈને લોકો માં જાગૃતિ પણ દેખાઈ છે. ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જે આ નિયમો ને રમુજી ગણાવે છે. પરંતુ ઘણી બાબતો માં આ નિયમ ખુબજ કડક પણ સાબિત થાય છે.

ઘણા વિપક્ષ નેતાઓ આનો વિરોધ પણ કરે છે. નવા નિયમને લઈને ઘણી જગ્યાએ તેનો કટાક્ષમાં લોકો નો વિરોધ પણ જોવા મદુઓ છે. પરંતુ આ સમગ્ર વાતોમાં એક વાત ખાસ બહાર આવે છે. અને તે વાત ગુજરાત એસ ટી ને લઈને છે. ગુજરાત એસ ટી ની મોટા ભાગ ની બસો માં સીટ બેલ્ટ નથી. આ મુદ્દો ખુબજ રોચક બન્યો છે.

ગુજરાતની એસટી બસોમાં સીટ બેલ્ટ જ નથી,જે બસમાં છે તેમાં ડ્રાઈવરો બાંધતા નથી. એસટી બસોમાં તપાસ કરતા સીટ બેલ્ટ ન હોવાનું સામે આવ્યું. આ બસમાં સીટ બેલ્ટ નથી,નવા આવશે એટલે નાખી દઈશું એવું કહ્યું છે. આજથી ગુજરાતભરમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ થયો. આજથી ફરજિયાત હેલ્મેટ, સીટ બેલ્ટ, RC બુક, PUC સહિતના ડોક્યુમેન્ટ વાહનચાલકે રાખવા ફરજિયાત છે.

જો આ નિયમનો ભંગ કરે તો આજથી નવા લાગૂ થયેલો દંડ વાહનચાલકાએ ભરવો પડશે. ટ્રાફિક પોલીસ આજથી જ આ તમામ ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ રાજ્ય સરકારની પરિવહન સેવા એવી એસટી બસમાં જ સીટ બેલ્ટ ન હોવાનું સામે આવ્યું છે.

કેટલીક એસટી બસોમાં સીટ બેલ્ટ જ નથી જેથી બસના ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધતા નથી. દિવ્યભાસ્કર દ્વારા આવી કેટલીક એસટી બસોમાં તપાસ કરતા બસમાં સીટ બેલ્ટ ન હોવાનું અને જે બસમાં સીટ બેલ્ટ હોય તો ડ્રાઈવરો બાંધતા નથી.અમે રજૂઆત કરી છે: ડ્રાઈવર

આજે સવારે શિવરંજની ચાર રસ્તા પાસે રાજૂલા તરફ જતી એસટી બસના ડ્રાઈવર સીટ બેલ્ટ વગર બસ ચલાવતા જોવા મળ્યો હતો. તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે આ બસમાં સીટ બેલ્ટ જ નથી. અમે રજૂઆત કરી છે. એટલે અમને એવું કહેવામાં આવ્યું છે કે, આજનો દિવસ ચલાવો નવા આવા એટલે નાખી દઈશું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here