હવે નવા ફેસબૂક એકાઉન્ટ માટે પણ આધારકાર્ડ ની જરૂર પડશે

0

આધારને જુદી જુદી સરકારી સુવિધાઓ અને ઓળખપત્ર સાથે લિંક કરવા પર કાનૂની લડાઇ ચાલી રહી છે અને તેનાથી પ્રાઇવસી પર ભય પેદા થઇ શકે છે તેવું કહેવામાં આવે છે. આમ છતાં આધાર સૌથી વિશ્વાસપાત્ર આઇડીપ્રૂફ માનવામાં આવી રહ્યું છે. હવે ફેસબુક પણ નવું એકાઉન્ટ ખોલતાં પહેલા યૂઝર પાસે આધારની માંગણી કરશે.

ફેસબૂક માત્ર આધાર વાળું નામ જ માંગે છે

ફેસબુકે એ જણાવ્યા મુજબ તે આધાર કાર્ડ પાર લખવામાં આવેલા નામનો ઉપયોગ કરવા કહે છે. અને તે આધાર કાર્ડ સંબંધિત અન્ય કોઈ માહિતી માંગતી નથી આ યુપ્રાંત આધાર સબંધિત ગોપનીયતા નો કોઈ સવાલ ઉભો થતો નથી. સામાન્ય રીતે એપ અથવા તેની સેવાઓ સાથે સંબંધિત પ્રક્રિયા અંગે રિપોર્ટ કરતા નથી. પરંતુ પ્રાયવસી અને આધાર સાથે સંકળાયેલ વિવાદોને જોતા ફેકબુક આ પગલું જરુરુ સમજવામાં આવ્યું છે.

ફેસબુક એક એવું ફિચર ટેસ્ટ કરી રહ્યું છે. જેમાં નવું એકાઉન્ટ ખોલવા માટે તમારે આધાર કાર્ડ પર લખાયેલું નામ જણાવવું પડશે. જ્યારે તમે આધાર કાર્ડ પર લખેલું નામ નાખશો ત્યારે લખેલું આવશે કે,’જો તમારૂ આધારવાળું નામ નાખશો તો તમારા દોસ્તને સરળતાથી શોધી શકશો.’ ફેસબુકે જણાવ્યું કે નવું એકાઉન્ટ ખોલનાર દરેક લોકોને આવું નોટિફિકેશન જોવા નહીં મળે. રિપોર્ટ્સ અનુસાર ફેસબુકનું કહેવું છે. આ કેટલાક અન્ય યુઝર્સને જ જોવા મળશે. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા વૈકલ્પિક જ રહેશે.  ફેસબુક દ્વારા નામ પૂછવાની અસર ખાસ નહીં થાય કારણકે આધાર નંબર જાણ્યા વગર ગોપનિયતાના અધિકાર પર કોઇ જ ખતરો નથી. આધાર જાણકારી માંગતી ફેસબુક પહેલી કંપની નથી.થોડા અઠવાડિયા પહેલા ઓનલાઇન રિટેઇલર એમેઝોન ઇન્ડિયાએ પણ કસ્ટમર્સને પોતાના આધાર નંબર અપલોડ કરવાનું કહ્યું હતું. જેથી ખોવાયેલા ઓર્ડરને સાચા એડ્રેસ પર મોકલી શકાય. બેંગલુરૂની કાર ભાડે આપતી કંપની ઝૂમકારે પણ બુકિંગ માટે આધારને જરૂરી બનાવ્યું હતું.

મોબાઈલ પર ફેકબુક નો ઉપયોગ કરતા યુસર ની સંખ્યા ઓછી છે. આ યુસર ને અત્યારે મેંસેંજ આપે રહ્યો છે. ફેકબુક ઈચ્છે છે કે યુસર તેને સાચા નામનો જ ઉપયોગ કરે.

 

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here