ફેસબુક પછી હવે યુઝર્સની ચિંતા વધારશે WhatsApp!

0

ફેસબુક ડેટા વિવાદની શાહી હજુ સુકાય નથી કે વોટ્સએપે યુઝર્સની ચિંતા વધારી છે. એક રિપોર્ટ અનુસાર ફેસબુક ઉપરાંત વોટ્સએપ પણ યુઝર્સનો ડેટા કલેક્ટ કરે છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર આ બાબતે વિવાદ થતાં વોટ્સએપે પણ સ્વીકાર્યું છે કે તે યુઝર્સની થોડી-ઘણી માહિતી એકઠી કરે છે.

વોટ્સએપ યુઝર્સને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ફીચર દ્વારા ડેટાની સિક્યોરિટી આપે છે. આ જ કારણ હતું કે વોટ્સએપને હજુ સુધી સલામત માનવામાં આવતું હતું. આ ફીચર દ્વારા બે લોકોની ચેટ, વીડિયો અને ઈમેજમાં ત્રીજો વ્યક્તિ વચ્ચે આવી નથી શકતો.

જ્યારે યુઝર ગ્રુપ ચેટ કરે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન અંગે વોટ્સએપ કોઈ જ સિક્યોરિટી આપતું નથી. ગ્રુપ ચેટ કરતાં સમયે હેકર્સ પ્રાઈવસીમાં દખલઅંદાજ કરી શકે છે એટલે કે ડેટા ચોરી શકે છે. રિસર્ચર્સે આ બાબતે દાવો કર્યો છે અને આ જ વાત યુઝર્સ માટે ચિંતાનો વિષય છે.

ડેટા સિક્યોરીટી મામલે ફેસબુકથી વોટ્સએપ પોતાને અલગ બતાવે છે. આ પાછળનું કારણ વોટ્સએપનું એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ફીચર છે. જોકે, એક્સપર્ટનું કહેવું છે કે આ ફીચર ગ્રુપ ચેટ સમયે યુઝર્સ માટે સલામત નથી. હેકર્સ આ જ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે અને યુઝર્સનો મહત્વનો ડેટા ચોરાઈ શકે છે.

આ બાબત સામે આવ્યાં પછી સ્પષ્ટ થયું છે કે દુનિયાની સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ હવે સલામત નથી. આ પહેલા પણ અનેક રિપોર્ટ સામે આવી ચૂક્યાં છે કે ઈઝરાયેલમાં ફેસબુક અને વોટ્સએપના સર્વર એક જ છે. એક વેબસાઈટના જણાવ્યાનુસાર વોટ્સએપે સ્વીકાર કર્યો હતો કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન હેઠળ તે યુઝર્સનો થોડો ડેટા તો શૅર કરે જ છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here