બ્રહ્માંડના રહસ્યો જણાવનાર પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે નિધન

0

ભૌતિકશાસ્ત્રના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. હૉકિંગના પરિવાર તરફથી બુધવારના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું.

હૉકિંગના બાળકો લૂસી, રૉબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પિતાના મૃત્યુથી અમે લોકો અત્યંત દુ:ખી છીએ. ઉલ્લેખનીય છે કે સ્ટીફન હૉકિંગે બ્લેક હૉલ અને બિગ બેન્ગ સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી 1942ના રોજ ફ્રેંક અને ઇસાબેલ હોકિંગના ઘરે થયો. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેંગ સિદ્ધાંતને સમજવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

સ્ટીફન હૉકિંગ પાસે 12 ડિગ્રીઓ હતી. હૉકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યુ હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ચર્ચાનો વિષય બન્યુ હતું.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટીફન હૉકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટીફન હૉકિંગના દિમાગ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતુ. સ્ટીફન હૉકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here