આખરે વડોદરાના જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ પોતાના સભ્યોની થપ્પડ

0

કોંગ્રેસના દરેક સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયની તરફેણમાં મતદાન કરવું. જે વ્હીપને પણ કોંગ્રેસ સહિત કોંગ્રેસના બળવાખોરો મળી 12 સભ્યોએ અવગણીને ભાજપ સમર્પિત ઉમેદવારને આંગળી ઊંચી કરી મત આપ્યો હતો. ઇલાબા ચૌહાણનો જ્વલંત વિજય થતા ભાજપ ના 14 સભ્યો સહિત તેઓના સમર્થકોએ સભાગૃહમાં ભારત માતાકી જય અને વંદેમાતરમના ગગનભેદી નાદથી વાતાવરણ ગજવી મુક્યું હતું.

કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહમના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા શુક્રવારે સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના 22 સભ્યો પૈકી માત્ર 10 સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપ ના ૧૪ સભ્યો સહિત 12 બળવાખોરોએ ભેગા મળી કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાંખ્યા હતા.

જેને પગલે ભાજપ સમર્પિત ઇલાબા ચૌહાણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતના 36 સભ્યો પૈકી કોંગ્રેસના 22 સભ્યો હતા. જ્યારે ભાજપ પાસે 14 સભ્યોનું સંખ્યાબળ હતું. પરંતુ કોંગ્રેસના અંદરો અંદરના કંકાસને કારણે ગઢ ગુમાવવાનો વારો આવ્યો હતો.

શુક્રવારે બપોરે જિલ્લા પંચાયતના સભાગૃહમાં પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ તેમજ પન્નાબેન ભટ્ટે ભાજપ સમર્પિત બળવાખોર ઉમેદવારને મતદાન કર્યું હતું.

હાઇ વોલ્ટેજ ડ્રામા સાથે હોર્સ ટ્રેડીંગે મધરાતે કોંગ્રેસનો ખેલ બગાડયો હતો. જેના પરિણામ-પરિમાણ સ્વરુપે ફ્લોર ટેસ્ટ જેવી ઓપન ચૂંટણીમાં કોંગ્રેસના 22 સભ્યો પૈકી માત્ર 10 સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું.

જ્યારે ભાજપ સમર્પિત બળવાખોર ઉમેદવાર ઇલાબા ચૌહાણને 26 મત મળતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચ્યો હતો. પ્રમુખપદની ચૂંટણીની કાર્યવાહી શરુ કરાતા પૂર્વે કોંગ્રેસનો વ્હીપ સંભળાવવામાં આવ્યો હતો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here