શું રાનૂ મંડલ ફરીથી રેલવે સ્ટેશન પર આવી જશે? જાણો શું છે આ વાઇરલ ન્યૂઝ ની સચ્ચાઈ

0

અગાવ પણ ખુબજ ચર્ચિત મહિલા રાનુ મંડલ હાલ તો ખુબજ વૈભવી જીવન વિતાવી રહી છે પરંતુ મળતી માહિતી અનુસાર તે પછી થી સ્ટેશન પર આવી જાય તેવી શક્યતા ઓ રહેલી છે તો આવો જાણીયે શું છે સચ્ચાઈ! પોતાના પ્રથમ સોંગ ‘તેરી મેરી કહાની’ ના લોંચિગ ઇવેન્ટમાં ઇન્ટરનેટ સેંસેશન રાનૂ મંડલ એક ખાસ અંદાજમાં પહોંચી.

બુધવારે બપોરે યોજાયેલા આ લોંચિગ ઇવેન્ટમાં જ્યાં મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા ખુબ જ એનેર્જેટિક અને ખુશ નજર આવ્યા ત્યાં જ રાનૂ મંડલનો અંદાજ પહેલાથી કંઇ અલગ હતો. ઇન્ટરનેટ સેંસેશન રાનૂ મંડલ વધુ એક વખત સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ.તેનું પ્રથમ ગીત ‘તેરી મેરી કહાની’ યૂ ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

રાનૂ મંડલ આ ઇવેન્ટમાં પહેલા કરતા ખુબ વધારે કોન્ફિડન્સ અને એનેર્જેટિક નજર આવી. અહિંયા રાનૂએ રેડ કલરની સિલ્ક સાડીમાં પહોંચી હતી, આ સાડી રાનૂને ખુબ જ સારી લાગી રહી હતી. રાનૂ મંડલને લઈ રોજ સવારે ઉઠતા વેંત જ કંઈક નવા સમાચાર સાંભળવા મળે છે. રાતોરાત સ્ટાર બનેલી રાનૂની લાઈફ પણ હવે બદલાઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં એના નામનો સિક્કો ચાલવા લાગ્યો એમ કહીએ તો હવે કંઈ ખોટું નથી. પરંતુ રાનૂ પહેલાં એક 16 વર્ષની છોકરીએ રેલવે પ્લેટફોર્મ્સથી સીધા મ્યુઝિક સ્ટુડિયોમાં પહોંચવા સુધીની સફર પસાર કરી લીધી છે.

તો આવો જાણીએ આ છોકરીની કહાની. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં ‘મેરા જૂતા ફેક લેધર દિલ છિછાલેદાર’ ગાનારી દુર્ગા પણ ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પોતાનું ટેલેન્ટ અને નસીબનાં આધારે તે મુંબઈ પહોંચી હતી. જો કે દુર્ગા પોતાના પરિવારનું પેટ ભરવા ટ્રેનમાં ગીત ગાતી હતી.

ફટ ફિશ રેકોર્ડ્સના આનંદ સુરાપુર દુર્ગાના અવાજથી પ્રભાવિત થયા અને તેઓ તેને સ્નેહા ખનવાલકર પાસે ઓડિશનમાં લઈ ગયા. સ્નેહાને દુર્ગાનો અવાજ આ ગીત માટે પરફેક્ટ લાગ્યો અને ફક્ત 16 વર્ષની ઉંમરમાં તેઓએ અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં ગીત ગાયું.

દિલ છિછારેદાર ઘણું હિટ થયું અને સાથે ફિલ્મ પણ અનુરાગના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ ગીત માટે પોતાનો અવાજ આપ્યા બાદ દુર્ગા આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બહાર છે. દુર્ગા આંધ્રપ્રદેશની છે. તે હિંદી ગીતો ક્યારેય સાંભળતી જ નથી, જો કે તેને હિંદી સારું આવડે છે. પરંતુ એક ગીત ગાયું અને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ તેને ઓળખતું પણ નથી. તો હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાનૂનો જલવો શું આમને આમ રહેશે કે પછી દુર્ગાની જેમ હાલત બેકાર થઈ જશે.

રાનૂ મંડલને લઈને ફરી એક સમાચાર છે. હિમેશ રેશમિયા અને રાનૂ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’ નું ટીઝર જાહેર થઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે. બુધવારે એટલે કે આજે આ આખું ગીત લોન્ચ થશે. આ ગીત રાનૂ મંડલના વાસ્તવિક જીવનની સ્ટોરી પણ દર્શાવે છે. આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેક પણ રાનૂ મંડલનું પહેલું બોલિવૂડ ગીત છે.

‘તેરી મેરી કહાની’ ટીઝરમાં રાનૂના વાયરલ વીડિયોના શૉટ્સની સાથે સાથે હિમેશનાં ગીતની રેકૉર્ડિંગ અને ફિલ્મના સીન્સ પણ જોવા મળે છે. તો સાથે જ સોનિયા માન પણ છે. રાનૂ મંડલને સુપરસ્ટાર સિંગર જજ હિમેશ રેશમિયાએ મોટી ઑફર આપી. રાનૂ મંડલે હિમેશની આગામી ફિલ્મ હેપ્પી, હાર્ડી એન્ડ હીરમાં હિમેશ રેશમિયા સાથે ગીત ગાયું.

હિમેશે એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે રાનૂને ‘તેરી મેરી કહાની’ રેકૉર્ડ કરતાં જોઈ શકો છો. હેપ્પી, હાર્ડી ઔર હીરના નિર્માતાઓએ હવે બુધવારે આખું ગીત લૉન્ચ કરતાં પહેલા એક ટીઝર રિલીઝ કર્યું છે. હિમેશે રાનૂ સાથે ‘આદત’ અને ‘આશિકી મેં તેરી’ પણ રેકૉર્ડ કર્યા છે.

એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં રાનૂ મંડલે પોતાને કઈ રીતે ત્યાં રાખવામાં આવી હતી અને કંઈ રીતે માન મોભો આપ્યો એની હકીકત જણાવી હતી. સાથે સાથે હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “તે પહેલી વાર હતું જ્યારે મને કોઇકે કંઈક શીખવ્યું હોય. હું ગાવાની ટેક્નિક્સ નથી જાણતી. હિમેશજીએ મને એક પરિવારના સભ્યની જેમ માનીને મારા જીવનની સૌથી મોટી તક આપી. હું ભગવાનની આભારી છું કે તેણે મને આવું સપનું બતાવ્યું. મે આટલો બધો પ્રેમ ક્યારેય નહોતો જોયો કે જેટલો મને અહીંયા મળ્યો.”

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here