ગુજરાત ભાજપ ની કમર ભાંગવા અમિત ચાવડા અને ધનાણી મેદાનમાં, લીધો આ સૌથી મોટો નિર્ણય

0

ગુજરાત કોંગ્રેસ એ ભાજપને પાડવા ની તાબડતોદ તૈયારીઓ કરી લીધી છે.ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધણાની અને અન્ય કદાવર નેતાઓ પુર જોશ માં તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે મહ્ત્વ ના સમાચાર આવ્યા છે કે અમિત ચાવડા અને ધણાની એ એક અગત્ય નો નિર્ણય લીધો છે.કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની દિશામાં વિચારણા કરી છે.

જેના કારણે પ્રદેશનુ નવુ માળખુ રચવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જોકે,આ વખતે હાઇકમાન્ડે માત્ર ૮૦ જણાંનો પ્રદેશના માળખામાં સમાવેશ કરવા નક્કી કર્યું છે.જેથી કરી ને આ માટે ઘણી અગત્યની બેઠકો પકન થઈ ચૂકી છે.આમાનીજ એક બેઠક માથી થોડીક માહિતી જાહેર થઈ છે.

આવખતે હવે કોંગ્રેસના આવતી વખત ની ચૂંટણી માટે તાબડતોબ તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે ભાજપ ની દરેક નાની મોટી હરકતો પર કોંગ્રેસ ની ચાંપતી નજર છે.કોંગ્રેસ ભાજપ ની દરેક ભૂલ થી લાભ મેળવી રહી છે.ત્યારે હવે ભાજપ પર મોટો સંકટ આવવાનું છે.ત્યારે દિલ્હી થી પણ ગુજરાત કોંગ્રેસને ઘણો ટેકો મડી રહ્યો છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયાના આદેશને પગલે આિર્થક મંદી,મોંઘવારી સહિત પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે ગુજરાત કોંગ્રેસે તા.૨૫ નવેમ્બરે અમદાવાદમા વિરોધ પ્રદર્શન કરવા આયોજન ઘડયું છે.આંદોલનાત્મક કાર્યક્રમ ઉપરાંત સંગઠનની રચના મુદ્દે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યાં છે.કેહવાઈ છે કે અહીં તેઓ અગત્ય ની બેઠકો કરી ભાજપ ને માત આપવા માતેના ઘણાં એવા નિર્ણય લઈ શકે છે.

દિલ્હી માં અન્ય નેતાઓ ના માર્ગદર્શન હેઠળ અમિત ચાવડા અને પરેશ ધાનાણી ઘણા અગત્ય ના નિર્ણય લઈ શકે છે.દિવસે ને દિવસે કોંગ્રેસ ના વધતાંજતાં ચર્ચા ભાજપ માટે ખરની ઘંટી સમાન છે.ત્યારે ગુજરાત અને અમુક જગ્યાએ તો ભાજપ ના વળતાં પાણી પણ શરૂ થઈ ગયા છે.જે જોઈને હવે ભાજપ ક્યાંક ને ક્યાંક મનોમન ચિંતિત છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખાતુ ય ખોલાવી શકી નહીં ત્યારબાદથી હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે.કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ સંગઠન પર પક્કડ જમાવી શક્યા નથી.આ જોતાં હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ આખેઆખુ માળખુ વિખેરી નાખ્યું હતું.અને હવે નવું માળખું બનવાઈ રહ્યું છે.ત્યારે આ વખતે ગુજરાત કોંગ્રેસ ના મુખ્ય મોભરી અમિત ચાવડા ના નેતૃત્વ હેઠળ ઘણું બધું સારું કામ થોડાજ સમય માં જોવા મળ્યું છે.ત્યારે હવે ગુજરાત મા કોંગ્રેસ ની પકડ મજબૂત બની રહી છે તેમ લાગી રહ્યું છે.

ભાજપ ની નાના માં નાની ભૂલ હવે કોંગ્રેસ ને ઘણો લાભ આપી શકે છે. કોંગ્રેસ પણ ભાજપ ની દરેક હરકતો ને ધ્યાન માં રાખી રહી છે.ઘણી જગ્યાએ તો હવે કોંગ્રેસ નું નામ નક્કી પણ થયું ગયું હોય તેવું ત્યાંની જનતા નું કહેવું છે.શનિવારે દિલ્હીમાં મોડી સાંજે હાઇકમાન્ડ સાથે મળેલી બેઠકમાં એવુ નક્કી થયુ કે, આિર્થક મંદી,મોઘવારી સહિતના મુદ્દે દેશવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ કરાયાં છે.

જેના ભાગરૂપે તા.૨૫મીએ અમદાવાદમાં રાજ્યકક્ષાનુ વિરોધ પ્રદર્શન કરાશે.આ ઉપરાંત તા.૩૦મી નવેમ્બરે દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસ જોરદાર દેખાવો કરશે.આ કાર્યક્રમમમાં ગુજરાતમાંથી એક હજાર કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરો દિલ્હી જશે.અને પોતાનો અવાજ ઉઠાવશે.સરકાર ના દરેક નિયમ હવે દેશ ની આર્થીકસ્થિત બગાડી રહી છે.ત્યારે કોંગ્રેસ દ્વારા આ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જે સરકાર વિરુદ્ધ પ્રદશન કરે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here