ગુજરાત ના આ મંદિર માં આજે પણ માતાજી ની રક્ષા કરવા માટે આવે છે સિંહ, જાણો ઇતિહાસ

0

દૂર થી જ ડુંગર પર માં લખેલો શબ્દ જાણે કે સૌ કોઈ ને માં ની હયાતી હોવાનો કરાવી રહ્યો છે અહેસાસ.

ગુજરાત માં આવેલ સૌરાષ્ટ્ર ના રાજકોટ ના ચોટીલા ડુંગર આવેલો છે તેની પર માં ચામુંડા માં બિરાજ માન છે. જય માં ચામુંડા બોલતા જ સુરક્ષા, શાંતી ને ભક્તિ નો અહેસાસ થાય છે. રોજ ના હજારો શ્રદ્ધાળુ ઓ અહીં આવે છે. અને આશરે 660 જેટલા પગથિયાં ઉપર ચડી ને માં ના દર્શને જાય છે.

આ મંદિર માં સમગ્ર ભારત ભર માં થી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતા ના મંદિર માં ઘણા પરચા લોકો ને આપ્યા છે કહેવાય છે કે ચામુંડા માં ચોટીલા ના ડુંગરે હાજરા હજુર છે. તો ચાલો જાણીએ માતાજી ના ઇતિહાસ વીશે.

દેવી ભાગવત અનુસાર આ હજારો વર્ષ પહેલાં આ વિસ્તાર માં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. અહીં આજુ બાજુ રહેતા લોકો ને તે ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસ થી બચવા માટે ત્યાં ના લોકો એ અને ઋષિ મુનિ ઓ એ માં પાર્વતી ની આરાધના કરી ત્યારે માં પાર્વતી પ્રશન થયા અને આ બે રાક્ષશો નો વધ કરવા માટે પૃથ્વી પર બે સ્વરૂપો ધારણ કર્યા અને મહા શક્તિ રૂપે અવતરી અને આ બે રાક્ષસોનો વિનાશ કર્યો હતો. આ બે રાક્ષસ ચંડ અને મુંડ નો નાસ કર્યો એટલા માટે ચંડ મુંડ વીનાસી ની માં ચંડી ચામુંડા માં કહેવાયા. માતાજી એ બેસ્વરૂપો ધારણ કર્યા હતા એટલે જ માતાજી ની પ્રતિમા દ્વિમુખી એટલે કે બે મુખ વાળી જોવા મળે છે.

એવું કહેવાય છે કે જો કોઈ એ તમારા પર મેલી વસ્તુ નો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવી ના માત્ર સ્મરણ થી તમારી માં રક્ષા કરવા માટે આવી પહોંચે છે. ચામુંડા માતાજી નું વાહન સિંહ છે. કેહવાય છે આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે.

એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિર માં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ ડુંગર પર થી નીચે આવી જાય છે.

માતાજી ની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ રહેતું નથી. માતાજી ની રક્ષા માટે સાક્ષાત કાલ ભૈરવ પણ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો ઘ્વારા સાંભળવા મળ્યું છે.

અને તે થી જ જે કોઈ ચોટીલા વાડી માં ચામુંડા ના દર્શન કરી લે તો જીવન ભર ના દુઃખ દૂર થાય છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here