ગુજરાત માં હાઈ એલર્ટ અહીંયા થઈ શકે છે હુમલો ATS ને મળ્યો મેઈલ

0

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાની ઘટના ભૂલાતી પણ નથી ત્યાં આઇબી એ ચેતવણી જાહેર કરી કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આતંકવાદીઓ ઉડાવી દે તેવી દહેશત છે.

દેશની ગુપ્તચર એજન્સી IB એ ચેતવણી જાહેર કરી છે કે ગુજરાતમાં કેવડિયા ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને બે આતંકી મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરાવી ઉડાવી દે તેવી દહેશત છે. તેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

પુલવામામાં આંતકી હુમલાના પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતને ખાસ એલર્ટ અપાયું છે. સરદાર પટેલની પ્રતિમાને ઉડાવાનો આંતકીઓનો પ્લાન છે.

એલર્ટના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં કરાયો વધારો કરાયો છે. IB ના એલર્ટના પગલે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તૈયાર થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ હવે એલર્ટ જાહેર કરાયું છે. એટીએસને મળેલા એક ઈમેલ બાદ હવે ગુજરાતને પણ એલર્ટ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મહાત્મા મંદિર અને રેલવે સુરક્ષમામાં ચુસ્તબંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટીએસને મેળેલા ઈનપુટમાં આતંકીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટાર્ગેટ કરી શકે છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ પહેલેથીજ આતંકવાદીઓના ટાર્ગેટ પર છે અને જેઓ દ્વારા રેકી પણ કરવામાં આવી છે ત્યારે ડેમની સુરક્ષા માટે અધિકારીઓ સાથે પોલીસ વડાએ બેઠક કરી સુરક્ષાની તકેદારીના આદેશ આપ્યા છે. ઉપરાંત સરહદી વિસ્તારના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની પોલીસ સાથે પણ બેઠક કરી જિલ્લામાં આવતા વાહનોની સુરક્ષા કડક રીતે કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આકાર પામેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આ તરફ નર્મદા બંધ પર કડક સુરક્ષા વધારી દેવાઈ છે.

સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેનાલ વિસ્તારમાં, ડેમના પાછળના ભાગ સહિતના વિસ્તારોમાં સરોવરમાં રાત્રિ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. પ્રવાસીઓનું કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here