ગુજરાતમાં ચોમાસુ ક્યારે પતશે, જાણો શિયાળાની શરૂઆત ક્યારે થશે.

0

ગુજરાતમાંથી ચોમાસુ કયારે પતશે તેના વિશે આ લેખમાં બતાવા જઈ રહ્યાં છે કારણ કે રાજ્યમાં હવે ચોમાસાનો વિદાયની શરૂઆત થઈ ગઈ છે પણ હજી રાજ્યમાં કોઈ ક કોઈ જગ્યાએ વરસાદ પડે છે પણ એવું લાગે છે કે હવે વરસાદે પોતાની વિદાય લેવાની શરૂઆત કરી રહ્યા છે અને ખેડૂતો માટે એમનો પાક વરસાદ પર જ આધાર રાખતો હોય છે.

દશેરા બાદ પણ અવિરત વરસાદ રહેતા મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક ઢળી પડ્યો હતો. થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાંથી તબક્કા વાર વિદાય લેવાનું શરૃ કરી દીધું. 1962 બાદ એટલે કે છેલ્લા 58 વર્ષનું સંભવત આ સૌથી લાંબું ચોમાસું હતું. ચોમાસાની વર્તમાન સિઝનમાં આ વખતે 45.60 ઈંચ સાથે મોસમનો સરેરાશ 149.95 ટકા વરસાદ નોંધાયો હતો અને તમામ 33 જિલ્લામાં સરેરાશ કરતાં 100% વધુ વરસાદ પડયો હતો.

ગુજરાતમાં હવે 15 નવેમ્બરથી શિયાળાની મોસમનો પ્રારંભ થશે અને ત્યાં સુધી ડબલ સિઝન અનુભવાશે.’ ગુજરાતમાંથી ચોમાસાએ પૂર્વાનુમાન કરતા વિલંબ બાદ વિદાય લીધી હોય તેવું સતત નવમાં વર્ષે બન્યું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે ઓક્ટોબરમાં કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડયો છે.

ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 મિલીમીટર, ગુજરાત ભરમાં 23 મિલીમીટર વરસાદ પડતો હોય છે. જેની સરખામણીએ આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં 50.2 મિલીમીટર વરસાદ આ વર્ષે નોંધાઇ ચૂક્યો છે.ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. આગામી બે દિવસ દાહોદ-ડાંગ-વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી નોંધાયું હતું.

આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે. આજે 12 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહ્યો હતો. જેમાં 36.8 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધારે ગરમી નોંઘાઇ હતી.આગામી દિવસોમાં ડબલ સીઝન અનુભવાશે. હાલ પણ વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here