આ કારણથી હાર્દિક કોંગ્રેસમાંથી લડી શકે ચૂંટણી, સામે ભાજપ જુઓ કોને ઉતારી શકે

0

પાટીદાર અગ્રણી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ જાણકારી નજીકના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો છે.

પાટીદારો નું પ્રભુત્વ આ બેઠક પર જોરદાર છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વધુ વિગતો મુજબ પાસ આંદોલનના પ્રણેતા અને પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાતની અમરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા અંગેની ઓફર મળી છે. આપને જણાવી દઇએ કે, આ ઓફર હાર્દિક પટેલને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે, જો કે, આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે કોઇ પ્રતિક્રિયા આપેલ નથી.

જોકે આ પૂર્વે હાર્દિક પટેલના ચૂંટણી લડવા અંગે બે નિવેદન સામે આવી ચૂક્યા છે અને બન્ને નિવેદનમાં સામ્યતા છે. વડોદરામાં હાર્દિક પટેલે થોડા મહિના અગાઉ એક નિવેદન આપ્યું હતું. જેમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાયા બાદ ચૂંટણી લડવાની વાત કરી હતી.

અગાઉ પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં સુચક નિવેદન કર્યુ હતું અને 2019 માં લોકસભાની ચૂંટણી લડવાનાં સંકેત આપ્યા હતાં. હાર્દિકે જણાવ્યું હતું કે ચૂંટણી લડીશ તો કોઇ રાજકીય પક્ષમાંથી લડીશ. ખેડુતો અને યુવાનોની રોજગારી મુદ્દે ચૂંટણી લડવાનાં સંકેત આપ્યા હતાં.

હાર્દિક પટેલ શા માટે કોંગ્રેસમાં:

હાર્દિક પટેલ બેકસીટ પર રહીને કોંગ્રેસને સપોર્ટ કરે છે. ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ ખડો કરવામાં રોલ ભજવ્યો પાટીદાર અનામત આંદોલનથી ભાજપની પંરપરાગત વોટબેંક તોડી પાટીદારને ફરી કોંગ્રેસ તરફી વાળવામાં હાર્દિકનો રોલ મહત્વ નો રહ્યો ગુજરાતમાં યુવા બેરોજગારીનો મુદ્દો ઉઠાવી સરકારને ઘેરી 2017 ની વિધાનસભામાં કોંગ્રેસને હાર્દિક પટેલે ખૂબ જ મહત્વની મદદ કરી હાર્દિકનાં ક્વોટામાંથી કોંગ્રેસે વિધાનસભા 10 લોકોને ટીકિટ આપી અને હાર્દિકના કવોટામાંથી 10 ઉમેદવારોમાંથી 8 ધારાસભ્ય બન્યા ગુજરાતની સ્થિતિ દેશ સુધી પહોચાડવામાં કોંગ્રેસની હાર્દિકની મદદ મળી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી વાતાવરણમાં હાર્દિકનો રોલ.

અમરેલી સીટા જ્ઞાતિ-જાતિ સમીકરણ:

અમરેલી સીટ પર પાટીદાર, કોળી અને આહિર મતદાર મહત્વના અમરેલી સીટ પર સૌથી વધારે પાટીદાર મતદારો પાટીદાર મતદારોમાં કડવા અને લેઉવા મતદારો પર મદાર અમરેલીમાં લેઉવા અને કડવા પટીદાર સામે સામની ધ્રુવ પર લેઉવા- કડવાની હરિફાઇમાં અમરેલીમાં લેઉવા પટેલનો જ દબદબો.

અમરેલીમાં મોટા ભાગે લેઉવા પટેલ ઉમેદાવાર જ જીતે હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતના કડવા પટેલ સમાજમાંથી અમરેલીમા ભાજપ લેઉવા પટેલ ઉતારે તો હાર્દિક માટે કપરા ચઢાણ અમરેલીમાં કોળી મતદારો પર કુંવરજી બાવળિયાનો હાલમાં કબજો.

અમરેલી લોકસભા સીટનું રાજકારણ:

હાલમાં અમરેલી લોકસભા સીટ ભાજપ પાસે ભાજપનાં નારણ કાછડિયા છેલ્લી બે ટર્મથી સાંસદ સભ્ય 1991 થી અમરેલી લોકસભા પર ભાજપનો કબજો લોકસભામાં 1984 બાદ માત્ર 2004 માં કોંગ્રેસ અમરેલીમાં જિત્યુ નથી અમરેલી લોકસભામાં વિધાનસભા 7 સીટનો સમાવેશ થાય છે.

લેઉઆ પટેલ ઉમેદવારને ભાજપ ઉતારે તો…?

પાટીદાર નેતા હાર્દિક પટેલના આગામી લોકસભા ચૂંટણી લડવાના સમાચારને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ત્યારે ભાજપ જો અમરેલી બેઠક પર લેઉઆ પટેલ ઉમેદવારને ઉભો રાખે તો હાર્દિક પટેલ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે, હાલના તબક્કે ભાજપે અથવા હાર્દિકે આ બાબતે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપેલ નથી ત્યારે આગામી સમયમાં શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવું જ રહ્યું.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે આ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા આવી હતી. જુઓ કોણે શું પ્રતિક્રિયા આપી હતી?

નિખિલ સવાણી PAAS ના કન્વીનર નિખિલ સવાણીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તો તે સરળતાથી જીતી જશે.

કિરીટ પટેલ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે મને ખબર નથી કે હાર્દિક ચૂંટણી લડશે કે નહીં પરંતુ અમે ઇચ્છીએ છીએ કે હાર્દિક ચૂંટણી લડે. હાર્દિકની લોકપ્રિયતા એટલી છે કે તેને ચૂંટણી લડવી જોઈએ.

લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે કહ્યું હતું કે હાર્દિક પટેલ જો ચૂંટણી લડે તો એક સારા નેતા મળે અને તે આવકારદાયક છે. જો તે ચૂંટણી લડશે તો અમે ચોક્કસપણે સાથ આપીશું અને કોંગ્રેસને પણ આનંદ થશે. અંગત રીતે હું માનું છું કે હાર્દિકે ચૂંટણી લડવી જોઈએ. જો કે મારે વ્યક્તિગત રીતે હાર્દિક સાથે કોઈ ચર્ચા થઈ નથી પણ મળીશ તો તેને ચૂંટણી લડવી જોઈએ તે બાબતે સમજાવીશ.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here