હાર્દિક પટેલની મુંજવણ વધી, મળી આ મોટી નોટિસ, થઈ શકે છે આવું – જાણો વિગતે

0

પુંજ કમિશન ની નોટિસ વિશે જાણીયે તે પેહલા એક વાર નઝર કરીએ કે કેવું હતું પાટીદાર આંદોલન શા માટે અપાઈ હાર્દિક સહીત ના નેતા ને પુંજ કમિશન ની નોટિસ.

વર્ષ 2015 માં થયેલ પાટીદાર અનામત આંદોલનને ગઈ કાલે 4 વર્ષ પૂર્ણ થયા છે. આ આંદોલનમાં 14 યુવાનો શહિદ થયાં હતાં. જેને આજરોજ હાર્દિકે શ્રદ્ધાંજલિ આપી હતી તો આજે યાદ કરી લઈએ એ આંદોલનના થોડાક અનુભવ અથવા અમુક વાતને. વર્ષ 2015 હાર્દિક પટેલ એક નવયુવાન પાટીદાર જેને હજુ દાઢી મૂછ નહોતી નીકળી અને આંદોલન કરવા નીકળી પડ્યો.

આ આંદોલન હતું પાટીદારો ને અનામત મળે અનામત મળે તો નોકરી મળે તે માટે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર પરિવારો હાર્દિક પટેલના નેતૃત્વમાં એક અલગ આંદોલન ઉચ્ચાર્યું જે કામ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા તેનો ઉપયોગ હાર્દિક એ બરાબર નો યુઝ કર્યો એ છે સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયા ઉપર પેહલેથી પાટીદાર સમાજ એકટિવ રહ્યો છે.

જેને આ આંદોલનને મોટું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી આ આંદોલન સમગ્ર ગુજરાતમાં આગ ની જેમ ઝડપી ફેલાઈ ગયુ. સુરતમાં થયેલ રેલીમાં ઐતિહાસિક પબ્લિક ઊમટી, સુરતમાં મોટાભાગના પરિવાર સૌરાષ્ટ્ર સાઈડના પાટીદાર રહે છે તેઓ આ રેલીમાં જોડાયા.

પાસ નું મેનેજમેન્ટ ગજબનું હતું, સુરતમાં હાર્દિકના પહોંચતા પેહલા એક અઠવાડિયા અગાવ પાસ ની ટિમ પહોંચીને સમગ્ર માહોલ તૈયાર કરી દીધો હતો. જેમા નાની નાની મહોલ્લા સભાથી લઈને પોસ્ટર મારવા સુધીનું કામ કરીને એક અલગ માહોલ તૈયાર કરી દીધો, અને સુરતમાં ભરચક રેલી યોજાય જેમાં અંદાજે 3 લાખ પાટીદારો ભેગા થયા તેમ કેહવાય છે.

પણ હાર્દિકનું ધ્યાન 25 ઓગસ્ટ ના રોજ થનારી રેલી પર હતું. પેહલા હાર્દિક અને પાસની ટીમએ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મંજૂરી માંગી હતી.પણ સરકાર તરફથી મંજૂરી ના મળી તો પણ પાટીદારો અમદાવાદમાં સભા કરવા મક્કમ હતા. જેથી સરકાર પણ ચિંતામાં હતી.કે આ લોકોને રિવરફ્રન્ટ ઉપર મંજૂરી આપીએ તો આખું અમદાવાદ બ્લોક થઈ શકે કેમ કે મોટાભાગના રસ્તાઓ ત્યાથી નીકળે છે.

જોકે સરકારે રિવરફ્રન્ટ ઉપર જગ્યા ના આપી પણ GMDC મેદાનમાં વ્યવસ્થા કરી, તો સામે હાર્દિકએ પણ કહી દીધું કે અમદાવાદ ખાતે આવનાર પાટીદારો ને ક્યાંક પણ કોઈપણ ટોલ ટેક્સ આપવો નહિ જેની સામે સરકારે પણ સમર્થન કર્યું.હવે દિવસ આવ્યો 25 મી ઓગસ્ટનો અમદાવાદ ખાતે વહેલી સવારથી જ પબ્લિક આવવા માંડી, દૂરથી આવનાર લોકો તો આગલા દિવસે જ આવી ગયા હતા.આ જોતા જ પોલિસ પહેલાથી સજ્જ હતી કેમ કે તેમને આજુબાજુ ના તમામ જિલ્લાની પોલીસ પણ GMDC ખાતે લગાવી દીધી હતી.

સરકાર ને ખબર હતી કે આ આંદોલનમાં લાખો લોકો આવવાના અને આખું મેનેજમેન્ટ કરવાનું થોડુક તો અઘરું રેહવાનું છે જેથી પોલિસ જ પોલીસ હતી.જોત જોતામાં 8 વાગ્યા સુધી તો ગ્રાઉન્ડ આખું ફૂલ થઈ ગયું લગભગ 7 લાખ કરતા વધુ પાટીદારો એકઠા થયા જોકે આજે રોજ ગુજરાતીમાં સ્પીચ આપતો હાર્દિક આજે ભાંગ્યું તૂટ્યું હિન્દીમાં નેશનલ મીડિયા સામે સ્પીચ આપવા લાગ્યો અને સમગ્ર સભા એણે હિન્દીમાં સંબોધી.

બપોરે 1 વાગ્યે કલેક્ટર ને આવેદનપત્ર આપવા રેલી નિકળી જોકે અમદાવાદ કલેક્ટરને આવેદન આપવાની જગ્યાએ હાર્દિક એ જીદ પકડી કે સીધા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવીને આ આવેદનપત્ર સ્વીકાર કરે અને હાર્દિક ત્યાં જ ઉપવાસ ઉપર બેઠો.4 વાગે પબ્લિક ધીમે ધીમે કરીને પાછું જવા લાગ્યું કેમ કે તેઓ આગલા દિવસથી આવ્યા હતા અને સવારથી ભૂખ્યા તરસ્યાં બેઠા હતા.

6 વાગ્યા સુધી જ આ ગ્રાઉન્ડની મંજુરી આપવામાં આવી હતી તેમ સરકારનું કહેવું હતું પણ હાર્દિકએ જ્યાં સુધી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવીને અનામત આંદોલન નો માંગણી પત્ર ના સ્વિકાર કરે ત્યાં સુધી ઉપવાસ નું નક્કી કર્યું અને એજ ગ્રાઉન્ડમાં ઉપવાસ ઉપર બેઠો.

સાંજે 7 વાગ્યા સુધી મોટાભાગનું પબ્લિક પોતાના ઘરે જવા માટે રવાના થઇ ચુકી હતી, ગ્રાઉન્ડ પણ આમ તો આખુ ખાલી થઈ ચૂક્યું હતું માંડ ત્યારે 1000-1500 માણસ પણ નહીં હોય ને એક જ દમ ગ્રાઉન્ડની એક પછી એક લાઈટ બંધ થવા લાગી, પોલીસ પણ પેહલા થોડી દૂર થઈ ગઇ અને હાર્દિકને ઉઠવા માટે કહ્યુ પણ હાર્દિક ના માન્યો.

અને એક પછી એક લાઈટ બંધ થવા માંડી અને પોલિસ જે અત્યાર સુધી બહાર ઉભી હતી અને હાર્દિકની ધરપકડ કરવાનું નક્કી કર્યું પણ ત્યાં પબ્લિક વધુ હોવાથી પોલીસ એ પેહલા હળવો લાઠીચાર્જ કર્યો.જેને લઈને ન્યુઝ ચેનલો ઉપર પણ લાઠીચાર્જ થોડોક થયો જેના લઈને મીડિયામાં પણ તરત હાર્દિક ઉપર થયો લાઠીચાર્જ ના ન્યુઝ આવવા લાગ્યા.અને ત્યારબાદ હજુ ઘર સુધી પણ ના પહોંચેલા પાટીદારોએ હાર્દિક ને છોડાવવા માટે ધમાલ કરી બસ સળગાવી જોકે આંદોલન હવે ઉગ્ર બન્યું હતું જેની અસર અમદાવાદ, સુરત, મહેસાણા અને રાજકોટ માં મોટા પાયે દેખાઈ રહી હતી.

જોકે મોડી રાત્રે આંદોલન કાબુમાં ના થતા હાર્દિકને છોડવો પડયો જોકે તોફાન તો ત્યારબાદ પણ ચાલુ રહ્યા. એ દિવસ સાંજે અમદાવાદની સોસાયટીઓમાં પણ પોલીસ દમન થયું લોકોની ગાડીઓના કાચ તોડ્યા અને પાટીદારો ના ઘરમાં ઘુસી ઘૂસીને પોલીસ એ માર્યા.બસ ના રૂટ બંધ કરવા પડયા, 7 દિવસ સુધી ગુજરાતમાં નેટ પણ બંધ કરવું પડ્યું, ગુજરાતમાં 2 દિવસ સુધી તો જીવન ઠપ થઈ ગયું હોય એમ લાગ્યું અમદાવાદ અને સુરત તો બંધ જ રહ્યું હોય તેમ લાગતું.

અમદાવાદ માં લગભગ 12 કરોડનું નુકશાન થયું તેમ પણ સરકાર તરફથી કહેવામાં આવ્યું.12 નાગરિકોના મૃત્યુ થયા અને 50 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા આ ઉપરાંત 200 જેટલા પોલિસ કર્મીઓ પણ ઘાયલ થયા.

જોકે લગભગ તેના એક વર્ષ બાદ સરકાર તરફથી આર્થિક પછાત લોકો માટે EBC જાહેર કરી જેને કોર્ટ દ્વારા રદ પણ કરવામાં આવી, અને આ ફેસલા નો ફટકો ભાજપને પડ્યો કે જે ગુજરાત રાજ્ય ભાજપનું ગઢ ગણાતું હતું ત્યાં ભાજપને 99 સીટ સાથે સત્તા જાળવવાનો સંતોસ રાખવો પડ્યો.જોકે 2018માં કેન્દ્ર સરકાર દ્વારા 10 % અનામત જાહેર કરવામાં આવી અને આ આખું આંદોલન પૂર્ણ થયું. જે બાદ હાર્દિક કોંગ્રેસ માં જોડાયો અને કોંગ્રેસ નો સ્ટાર પ્રચારક બનાવીને હાર્દિકને હેલિકોપ્ટર ફાળવામાં આવ્યું.આજે આ અનામત આંદોલનને 4 વર્ષ પૂર્ણ થયા. ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ અમદાવાદમાં પ્રદર્શન મૂળ નામ પાટીદાર અનામત આંદોલન.

સ્થાન ગુજરાત, ભારત.પ્રકાર પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, તોફાનો.કારણ પાટીદાર સમાજ માટે અન્ય પછાત વર્ગનું આરક્ષણ. Organised by અનેક પાટીદાર સમાજો.મૃત્યુ ૧૨[૧][૨][૩].ઇજાઓ ઓછામાં ઓછા ૨૭ નાગરિકો[૪] અને ૨૦૩ પોલીસ જવાનો.સંપત્તિ નુકશાન અનેક વાહનો, ૨૦૦ કરતાં વધુ બસ અને સમગ્ર ગુજરાતમાં જાહેર મિલ્કતને નુકશાન.અમદાવાદ: INR ૧૨ કરોડ[૫].રાજકોટ: INR ૧.૪૭ કરોડ[૪].પોલીસ વિભાગ:INR ૨૦૦ કરોડ[૬].ધરપકડો ઓછામાં ઓછી ૬૫૦[૭] (૧૫૬ છોડી દેવાયા)[૮][૯].Charges ૪૩૮ કેસ અલગ-અલગ આરોપો સાથે (૩૯૧ પાછા ખેંચાયા).

પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના નેતા હાર્દિક પટેલને જસ્ટીસ પૂંજ કમિશને આજે હાજર થવાની નોટીસ ફટકારી છે. ગાંધીનગર ખાતે હાર્દિક અને અમરીશ પટેલને હાજર રહેવા પૂંજ કમિશને આદેશ આપ્યો છે. આ બંને નેતા પૂંજ કમિશનને જવાબ આપશે.650 ધરપકડો થઈ હતી અને 438 જેટલા કેસ.પાટીદાર અનામત આંદોલન દરમિયાન 2015માં GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મહાસભા બોલાવી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here