અહિયાં ૧૦ થી ૧૦૦ રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર વેચવામાં આવે છે છોકરીઓ.

0

આ લેખ મુકવાનો એક જ ઉદ્દેશ છે વધારે ને વધારે લોકો સુધી આ માહિતી પહોંચાડી ને ત્યાં થોડા પ્રયત્નો થાય અને એ ગામ સુધરે તે માંટે અમે તમને અપીલ કરી એ છે ખૂબ શેર કરજો કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચાડજો કે ત્યાં કઈ સારું થાય અમે તમને જે માહિતી બતાવી એ છે એ સંપૂર્ણ સત્ય છે.

દિકરીઓની ઘટતી જતી જનસંખ્યા એ ગંભીર સમસ્યા તો બની જ રહી છે. તેના ભયાનક પરિણામો પણ આપણે સાંભળ્યા જ છીએ અને હજુ પણ કદાચ સાંભળતા જ રહેવા પડશે.

જો તેને નજરે જોવા પણ માંગતા હોય તો મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં જાઓ. જ્યાં દિકરીઓની ઘટતી સંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો.સરકારના અથાગ પ્રયત્નો છતાં પણ ભ્રૂણ હત્યાના કિસ્સાઓ હજુ પણ બંધ થયા નથી કે ના તો તેમાં કોઈ ઘટાડો નોંધાયો છે.

આજ કારણ છે કે મધ્યપ્રદેશમાં દિકરી અને દિકરાઑ વચ્ચેની સંખ્યાનું અંતર સતત વધતું જઈ રહ્યું છે. જડપથી ઘટતી જતી દિકરીઓની જનસંખ્યા આનું સૌથી મોટું કારણ છે.આપણે આ ઘટતી જતી સંખ્યાના પરિણામો વિશે તો દરરોજ સાંભળીએ જ છીએ પણ જો તમે આના કેવા પરિણામો આવી શકે એ જોવા માંગતા હોય તો તમારે શિવપુરીમાં જવું પડશે.

જ્યાં દિકરીઓની ઘટતી જનસંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે તેને સમાજ વ્યવસ્થાને હચમચાવી નાંખી છે. અહિયાં ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તેમનો સોદો કરવામાં આવે છે. અહિયાં એક પાસેથી લઈને બીજાને અને બીજા પાસેથી લઈને કોઈ અન્ય વ્યક્તિને આ રીતે વેચી દેવામાં આવે છે.

અહી આ પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે. છોકરીઓની કરવામાં આવતી આ સોદાબાજીનો ધંધો “ઘડિયા” નામની પ્રથાના કારણે કરવામાં આવે છે. ઘણા વર્ષોથી અહિયાં લોકો આ પ્રથાનું અનુસરણ કરે છે. આ પ્રથામાં છોકરીઓ ફક્ત ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયામાં વ્યક્તિના મનોરંજન કરે છે.

આ શરૂ કરવામાં આવેલી પ્રથા મહિલા અને છોકરીઓની લે-વેચ કરવાની પ્રથા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં કરવામાં આવેલા કરાર ફક્ત એક રાત માટે ના જ હોય છે. વધારે રકમ આપવામાં આવે તો આ કરાર લાંબો સમય સુધી પણ રહે છે.

કરાર પૂરો થતાં તે મહિલા કે છોકરીને અન્ય કોઈ જગ્યાએ મોકલવામાં આવે છે. અને આ કારણસર આ ગામ ફક્ત મધ્યપ્રદેશ માં જ નહીં પરંતુ પૂરા દેશમાં બદનામ છે. અહી રહેતા લોકોના જણાવ્યા અનુસાર આ પ્રથાને ખતમ કરવા માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા પરંતુ આ પ્રથાને નાબૂદ ના કરી શક્યા.

હાલ પૂરતો હમણાં ત્યાં અમુક એનજીઓ અને સરકાર ઘ્વારા ખૂબ પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે ત્યાં હવે થોડું સુધારા જનક પરિણામ જોવા મળી રહ્યું છે.

અપને આશા રાખી એ કે આ ગામ જલ્દી થી સુધરે આ ગામ વિશે ઘણી માહિતી ઇન્ટરનેટ અને યૂટ્યૂબ માં મળી રહેશે જે આ ગામની છોકરીઓની વ્યથા વર્ણવે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here