જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા આ રીતે થોડા જ રૂપિયામા મળશે બીજું પાન કાર્ડ

0

પાનકાર્ડ એક મહત્ત્વનું ડોકયુમેંટ છે. આઈટીઆર દાખલ કરવાથી લઈને બેકમાં ખાતુ ખોલાવું અને બીજા નાણાંકિય ટ્રાંજેક્શન કરાવવા માટે આ કાર્ડની જરૂર પડતી હોય છે. જો પાન કાર્ડ ખોવાઈ જાય તો ઘણી તકલીફ પડી શકે છે. જોકે હવે તમે માત્ર 50 રૂપિયા ખર્ચીને ડુપ્લીકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તેના માટે ઓનલાઈન બધી પ્રોસેસ થશે.

મળશે ડુપ્લીકેટ પાન કાર્ડ

આ સુવિધા માત્ર એ લોકોને મળશે જેનું પાન કાર્ડ પહેલા આયકર વિભાગના એનએસડીએલ અથવા યૂટીઆઈથી બનેલું હશે. તેની સાથે જે પાન કાર્ડનું ડુપ્લીકેટ બનાવું છે, તેનું પહેલા ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવું જોઈએ, કેમ કે તેના પર જ ઓટીપી આવશે, જેના પછી પ્રોસેસ શરૂ થશે.

ફોલો કરવાના રહેશે આ સ્ટેપ્સ

સૌથી પહેલા ગૂગલમાં જઈ ઈનકમ ટેક્સ સર્વિસ યૂનિટની વેબસાઈટ પર જાવ. અહીં તમને ઘણાં વિકલ્પ જોવા મળશે. તેમાંથી તમે રીપ્રિંટ ઓફ પાન કાર્ડ ઓપ્શન પર ક્લીક કરો. આ એ લોકો માટે છે જેણે પહેલા પરમાનેંટ એકાઉન્ટ નંબર અલોટ કરાવી ચૂક્યા છે, પરંતુ તેને ફરીથી પાન કાર્ડની જરૂર હશે. આ વિકલ્પને પસંદ કર્યા બાદ અરજદારને એક નવું પાન કાર્ડ આપવામાં આવશે, જેના પર એ જ નંબર હશે.

એક નવું વેબ પેજ ઓપન થશે, જેમાં તમને તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ અને જન્મ તારીખ ભરવાની રહેશે. તેના પછી કેપ્ચા કોડ ભરીને સબમિટ કરાવાનું રહેશે. તેના પછી તમારી બધી ડિટેલ્સ સ્ક્રીન પર જોવા મળશે. પછી તમારે ઓટીપી મંગાવા માટે બે ઓપ્શન પર ક્લીક કરવાનું રહેશે.

તમે ઈમેલ અથવા પછી ફોન નંબર અછવા બંને ઓટીપીને મંગાવી શકો છો. ઓટીપી વેલિડ થઈ ગયા બાદ તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પૈસા તમારે ક્રેડિટ કાર્ડ, નેટબેંકિંગ સાથે અન્ય ઓનલાઈન માધ્યમોથી કરી શકશો. જો તમે વિદેશમાં પાન કાર્ડ મંગાવો છો તો પછી 959 રૂપિયા ચૂકવવાના રહેશે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here