પાકિસ્તાનમાંથી આવતી આ 7 ચીજો બંધ થઈ જાય તો ભારતમાં પરેશાની જરૂર ઊભી થાય! ક્લીક કરીને જાણી લો

0

એક વાત તો સામાન્ય છે કે, કોઈ પણ દેશ સંપૂર્ણ રીતે પોતાના પગ ઉપર ઊભો નથી રહી શકતો. પછી એ વિશ્વની મહાસત્તાઓ પણ કેમ ના હોય! ભૌગોલિક પરિબળોની અમુક તો મર્યાદાઓ હોવાની જ. અમેરિકા જેવી મહાસત્તા પણ ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે. કારણ કે, જમીનના બંધારણ પર તો કેવળ કુદરતનો જ અધિકાર છે!

ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલાંક સમય પહેલા તણાવભરી સ્થિતિ પેદા થઈ હતી. પાકિસ્તાન દ્વારા આશ્રિત આતંકીઓની હલકટ હરકતોના પરિણામે પુલવામા હુમલો થયો તો ભારતે તે ઇંટનો જવાબ વજનદાર ‘ખાખરિયો પાણો’ ફેંકીને આપ્યો. એટલું જ નહી, પાકિસ્તાનમાં નિકાસ પામતી ભારતીય ચીજો પર પ્રતિબંધ પણ મૂકી દઈ પાકિસ્તાનને આર્થિક રીતે પણ ભીંસમાં લઈ લીધું. બહુધા વસ્તુઓ પર આમેય પાકિસ્તાન બીજા દેશો પર મદાર રાખે છે. સોના જેવી જમીન પર ૭૦ વર્ષ સુધી હથિયારોના ખડકલા જ કર્યા તો ભોગવવું પણ પડે ને?

પણ, તમને જાણીને આશ્વર્ય થશે કે, અમુક ચીજવસ્તુઓ માટે ભારત પાકિસ્તાન પર મદાર રાખે છે. મતલબ કે કેટલીક ચીજો ભારત પાકિસ્તાનમાંથી આયાત કરે છે. વળી, આ વસ્તુઓ પણ રોજબરોજની વપરાશમાં લેવાતી છે. જેના વગર આપણે થોડી તકલીફ તો અવશ્ય પડે. અહીં જાણી લો એ કઈ-કઈ ચીજો છે જેના માટે ભારત પાકિસ્તાન પર આધાર રાખે છે :

(1) સિંધુ લૂણ

આ મીઠાનો જ એક પ્રકાર છે. પાકિસ્તાનમાં આ વિશિષ્ટ નમક પેદા કરવામાં આવે છે. આપણે ત્યાં વ્રતાદિ પ્રસંગો વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) ફળફળાદિ

આમ તો ભારત જેટલું ફળોનું ઉત્પાદન પાકિસ્તાન માટે ગજા બહારની વાત છે. (આ વખતે ભારતે ટમેટાંની નિકાસ બંધ કરી ત્યારે સોશિયલ મીડિયા પર કેવા હાસ્યાસ્પદ મિમ્સ ફરતા થયેલા!) પણ ડ્રાયફ્રૂડ્સ અને તડબૂચ જેવી વસ્તુઓ ભારત પાકિસ્તાનમાંથી મગાવે છે.

(3) સ્ટીલ અને તાંબું

અમુક ટકા સ્ટીલ-તાંબું ભારતમાં પાકિસ્તાનથી આયાત થાય છે. ભારતમાં વળી તાંબાની બનેલી વસ્તુઓ વ્યાપક ઉપયોગ થાય છે એટલે મદાર રાખવો પડે છે.

(4) એમ્બ્રાયડરી અને કોટન ફૈબ્રિક બ્રાન્ડ

તમે કાશ્મીરમાં, યુપીમાં કે દિલ્હીના કાપડના બજારમાં આંટો મારો તો આ બ્રાન્ડના કપડાં તમને મળવાના જ. આ બ્રાન્ડનું કાપડ પાકિસ્તાનમાં બને છે અને ત્યાંથી અહીં આવે છે.

(5) ચશ્માના કાચ

તમને જાણીને આશ્વર્ય થવાનું કે, આપણે ત્યાં ચશ્માના જે ઓપ્ટિકલ્સ આવે છે તે મૂળે પાકિસ્તાનની પેદાશ છે. આ ઉપરાંત પણ અમુક મેડીકલ ઉપકરણ પાકિસ્તાનથી આયાત થાય છે.

(6) સિમેન્ટ

આમ તો ભારતમાં સિમેન્ટ ફેક્ટરીઓનો તોટો નથી. પણ સામે છેડે આજે સિમેન્ટની માંગ પણ એટલી જ પ્રબળ બની છે. તમે નામ સાંભળ્યું હશે ‘બિનાની સિમેન્ટ’નું; એ પાકિસ્તાનથી જ આવે છે! તદ્દોપરાંત, સલ્ફર, અમુક જાતના પત્થર અને ચૂનાની પણ પાકિસ્તાન ભારતમાં નિકાસ કરે છે.

પાકિસ્તાનમાંથી ભારત આવતું ચામડું તેની મજબૂતી અને ટકાઉપણા માટે વિખ્યાત છે. લોકો તેને ઘણું પસંદ કરે છે.

આશા છે કે, આપને આર્ટીકલ પસંદ આવ્યો હશે. આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો. જેથી એમની માહિતીમાં પણ વધારો થઈ શકે!

Author: Kaushal Barad

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here