આ મંદિર અને મજારો ના ડર થી પાકિસ્તાન અને ચીન ના સૈનિકો માં છે ખૌફ, ક્યારેય નથી કરતા ફાયરીંગ

0

ચીન અને પાકિસ્તાન ભારત માટે એવા પડોશી દેશો છે કે જેની સાથે ન રહેવાય કે ન સહેવાય તેવી સ્થિતિ છે. આમછતાં તેમની સાથે જ ભારત સરહદ ધરાવતો હોવાથી બંને દેશો વચ્ચે કાંકરીચાળો અને શાંતિભંગની કોશિશો થતી જ રહે છે.

ચીન ક્યારેય ભારતીય સીમામાં ઘુસી જાય છે તો પાકિસ્તાન આતંકીઓ મોકલીને સૈનિકો પર કે સૈન્ય છાવણીઓ પર હુમલો કરાવતો રહે છે. આમછતાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત અને પાકિસ્તાનની સરહદે કેટલીક એવી જગ્યાઓ છે કે ચીન કે પાકિસ્તાનના સૈનિકો તેના તરફ નજર સુદ્ધા કરવાનું સાહસ કરી શકતા નથી.

એનું કારણ આ સરહદે આવેલા મંદિરો અને મજારો છે. જેનાથી તેઓ ડરે છે. ભૂલથી પણ ફાયરિંગ કરતાં નથી. તો ચાલો જાણીએ આવા મંદિરો અને મજારો વિશે.

માતા ઘંટિયાલી દેવી મંદિર.

જો તમને યાદ હોય તો વર્ષ 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ દેવીએ ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ લડવામાં મદદ કરી હતી. માતા ઘંટિયાલી મંદિર તનોટ મંદિરથી 5 કિમી પહેલા છે. 1965 માં એવું થયું હતું કે જ્યારે પાકિસ્તાની સેના ભારત વિરુદ્ધ લડ઼વા આ મંદિર પાસે આવી ત્યારે એવું બન્યું કે તેઓ અંદરોઅંદર લડીને મરી ગયા.

એ સમયે દેવી કૃપાથી પાકિસ્તાની સૈનિકો એકબીજાને જ પોતાના દુશ્મનો માનવા લાગ્યા. અને મોતને શરણ થયા. તો કેટલાંક પાકિસ્તાની સૈનિકોએ આ મંદિરમાં આશરો લીધો અને તેઓ અંધ થઈ ગયા હતા. તનોટ મંદિર વર્ષ 1971માં લડાયેલા યુદ્ધમાં આ મંદિરે મદદ કરી હતી ભારતને.

રાજસ્થાનમાં જૈસલમેરની પાસે થાર રણપ્રદેશમાં 1200 કિમી દૂર આવેલું તનોટ માતા મંદિર. 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના તનોટ માતાના મંદિરને પાર કરી શકી નહોતી. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને 3000 બોમ્બ ઝિંક્યા છતાં આ મંદિરને આંચ સુદ્ધાં આવી નહોતી. તો સાથે સાથે આશ્ચર્યકારક ઘટના એવી ઘટી કે આ પાકિસ્તાન દ્નારા ફેંકાયેલા અને આ મંદિરના પરિસરમાં પડેલા એક બે નહિં પણ 450 બોમ્બ ફૂટ્યા જ નહિં.

બાબા દિલીપસિંહ સમાધિ

350 વર્ષ જૂની બાબા દિલીપસિંહ મન્હાસની સમાધિ છે. આ સ્થળ ચમલિયા દરગાહ તરીકે પણ ઓળખાય છે. આ દરગાહ ભારત અને પાકિસ્તાનની સરહદે આંતરરાષ્ટ્રીય સીમા રેખા પર આશરે 200 મીટરના અંતરે આવેલી છે. આ દરગાહ પર પણ પાકિસ્તાની સૈનિકો ફાયરિંગ કરતાં નથી.

બોર્ડર પાસે રહેનારા લોકો દરગાહ પર ચાદર ચઢાવે છે. પાકિસ્તાની સૈનિકો પણ માને છે કે અહિં આત્મા જોવા મળે છે જે ભારતીય સેનાની રક્ષા કરે છે.

બાબા હરભજનસિંહ સ્થળ

ભારત ચીન બોર્ડર પર બાબા હરભજનસિંહ બંકર છે. હરભજનસિંહ ભારતીય સૈનિક હતા. દુર્ઘટનાવશ તેઓ શહિદ થયાં. આમછતાં આજે પણ તેમનો દેશપ્રેમ અતૂટ છે. બાબાએ ભલે શરીર છોડી દીધું હોય છતાં આજે પણ સીમા પર સૈનિકોની સહાયતા કરે છે. આવનારા ભય સામે રક્ષણ પુરું પાડે છે.

તેઓ જ્યારે શહીદ થયા ત્યારે પોતાના સાથીના સપનામાં આવીને બતાવ્યું હતું કે શબ ક્યાં દબાયેલું પડ્યું છે. એજ સ્થાનેથી શબ મળી આવ્યું હતું. તેઓ 23 મી પંજાબ બટાલિયનના સૈનિક હતા. તેમણે વર્ષ 1966 માં સેના જોઈન કરી હતી.

1968 માં તે શહીદીને વર્યા હતા. જોકે તેમના મૃત્યુ પછી કેટલીક એવી ઘટનાઓ ઘટી કે ભારતીય સૈન્યે તેમને જીવિત માનવાની ફરજ પડી. એ તમામ સેવાઓ આજે પણ તેમને આપવામાં આવે છે. આજે પણ તેમને બંકર ફાળવવામાં આવે છે. આજે પણ તેમને યુનિફોર્મ આપવામાં આવે છે. આજે પણ તેમની રજાઓ મંજૂર કરવામાં આવે છે. એટલું જ નહિં આજે પણ તેમને પગાર કરવામાં આવે છે.

જેવું શરીર છોડતાં પહેલાં હતું તેવું આજે પણ છે. કહેવાય છે કે આ સેનાનીની આત્મા આજે પણ ભારતીય સીમા પર રખોપું કરે છે. બાબા હરભજનસિંહના બંકરને હવે મંદિર બનાવી દેવામાં આવ્યું છે. તેમની સમાધિ પણ નિર્માણ કરવામાં આવી છે. અનેક લોકો તેમના દર્શને આવે છે.

આજે પણ જ્યારે તેમને છૂટીઓ ફાળવવામાં આવેછે ત્યારે સેના તરફથી તેમનું ટ્રેનમાં રિઝર્વેશન કરાવવામાં આવે છે. તેમના બે સાથી તેમના સામાનને તેમના પિતાના ઘરે મૂકવા જાય છે. એવું કહેવાય છે કે હરભજનસિંહ પોતાની ઈચ્છા પોતાના સાથીઓના સપનામાં આવીને જાહેર કરે છે.

સેના જોઈન્ટ કર્યા પછી સૈનિક સૌ પ્રથમ આ સમાધિએ આવીને દર્શન કરે છે. બાબાના આશીર્વાદ લે છે. જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે તે પોતાની સમસ્યા બાબા સાથે શેર કરે છે. તેમની આસ્થા છે કે તેમની સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here