ઈન્દિરાએ કરેલા યુદ્ધ વિશે જાણો – પાકિસ્તાન ના 2 ટુકડા કરી નાખ્યા હતા, એવોજ ચાન્સ મોદી જોડ છે અત્યારે

0

દેશમાં ઘણા બધા પ્રધાનમંત્રી થઈ ગયા પણ એક નામ જે હમેશા ચર્ચાતું આવ્યું હોય એ નામ એટલે ઇન્દિરા ગાંધીનું નામ.

પારસી કુટુંબ માં પરણેલી ઇન્દિરા વડાપ્રધાન બન્યા બાદ એને એવા નિર્ણય લીધા કે આજે પાકિસ્તાનના 2 ભાગ છે એક પાકિસ્તાન અને પાકિસ્તાનથી જ અલગ પડેલ બાંગ્લાદેશ.

હવે હાલના વડાપ્રધાન પાસે પણ એક મોકો છે કે ફરીવાર પાકિસ્તાન ના 2 ટુકડા થઈ શકે. એક પાકિસ્તાન અને બીજું બ્લોચીસ્તાન. બ્લોચીસ્તાન વાળા સામેથી ભારત પાસે સમર્થન માંગવા આવ્યા ત્યારે ભારતએ જવાબ ન આપ્યો પણ હાલ ત્યાં નઝર નાખવાની જરૂર છે.

આ ઉપરાંત ઇન્દિરા એ કરેલ કરિશ્મા અથવા એ યુદ્ધ વિશે આપ વાંચો.

1971 ની લડાઈ ની વિવરણ આજે દરેક ભારતીય નાગરિકે જાણવું જરૂરી છે..! ફક્ત 15 દિવસ ની તૈયારી અને 12 દિવસ ની લડાઈ માં પાકિસ્તાન ના બે ભાગ કરી નાખ્યા અને 91 હજાર સૈનિક ને જીવતા પકડ્યા હતા..!

પાકિસ્તાની જનરલ પાસે માફીનામું લખાવેલ હતું..! બીજું મહત્વ ની વાત એ છે કે, કલ્પના કરો કે આજના બાંગ્લાદેશ ની જગ્યાએ તે પૂર્વ પાકિસ્તાન હોત તો ભારત ની દશા કેવી હોત ?

બન્ને મોરચે આતંકવાદ નો સામનો કરવો પડ્યો હોત ! અથવા પાકિસ્તાને તે વિસ્તાર ને ચીન ને વેચી નાખ્યો હોત..!

બસ, આજ વિચાર થી ઈન્દિરાજી સમગ્ર વિશ્વ ના કુનેહ અને મુત્સદી વડાપ્રધાન કહેવાય છે! 1971 ની લડાઈ માં અમેરિકી રાષ્ટ્રપતિ નિકશન અને તેના વિદેશમંત્રી હેનરી કિસિંજર ની ધમકી ને પણ ઘોળી ને પી ગયા હતા.!

કૂટનીતિ માં બન્ને ને મુર્ખ બનાવ્યા હતા. નમન છે મહાન દેશપ્રેમી અને લોખંડી મહિલા શ્રીમતી ઇન્દિરા ગાંધી ને કે તેઓ આ દેશ ના સાચા લોકનેતા અને વડાપ્રધાન બન્યા હતા.

મિત્રો ઇન્દિરા ગાંધી એ આપણા દેશ ના સર્વપ્રથમ મહિલા વડાપ્રધાન હતા તથા તેમને લોખંડી લેડી નુ બિરુદ આપવામા આવ્યુ હતુ. કારણ કે તે એવા સર્વપ્રથમ મહિલા વડાપ્રધાન હતા જેમના થી પાકિસ્તાન પણ થરથર કાંપતુ હતુ. આપણે એ બાબતે ચર્ચા નથી કરવાની પરંતુ , સમય ના એક એવા વ્યક્તિ ની વાત કરવાની છે જે ઇન્દિરા ગાંધી ને પણ ઝુકાવવા ની ક્ષમતા ધરાવતો હતો.

એક એવો માણસ જેમણે ઇન્દિરા ગાંધી સમક્ષ બેસી ને તેમની વાત નો અ‌સ્વીકાર કર્યો. પોતાના જીવન મા કયારેય પણ ના ઝુકેલા ઇન્દિરા ગાંધી આ વ્યક્તિ સમક્ષ નબળા પડયા હતા. આ વ્યક્તિ છે ફિલ્ડ માર્શલ માનેક્ષો. જે ભારતીય સેના નો નામચીન જનરલ હતો.

આ બધા મા રસપ્રદ વાત એ હતી કે આ જનરલ ને તેના પદ નો કયારેય પણ અભિમાન ના હતો તથા તે સૌ કોઇ ને સમાન સમજતો અને સૌ કોઇ પ્રત્યે પોતાનાપણુ દર્શાવતો. એમની આ ખુમારી પર ફક્ત ભારત જ નહી પરંતુ, પાકિસ્તાન પણ ઘાયલ હતુ. તેમનુ જીવન પણ એવુ રસપ્રદ હતુ. થોડા સમય મા જ તેમના જીવન પર એક બાયોપિક મૂવી બનવા જઇ રહી હતી જેમા તેમની કૃપા રણવીર કપૂર ભજવી રહ્યા છે.

૩ એપ્રિલ, ૧૯૧૪ ના રોજ અમૃતસર પંજાબ મા જન્મેલા આ જનરલ ચાર દાયકા સુધી રહ્યા તથા તે અંદાજિત પાંચ યુધ્ધો ના સાક્ષી બની ચૂક્યા છે. બ્રિટિશ ઇન્ડિયન આર્મી મા તેમણે તેમની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૭૧ ના યુધ્ધમાં તેમની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

૧૯૭૧ નો સમસગાળો જ્યારે ઇન્દિરા ગાંધી પાકિસ્તાન વિષયે ખૂબ જ ચિંતિત રહેતા હતા. ૨૭ એપ્રિલ ના રોજ તેમણે એક આપાતકાલીન બેઠક બોલાવી હતી. આ બેઠક મા જનરલ પણ શામેલ હતા. આ બેઠક મા ઇન્દિરા ગાંધી એ પાકિસ્તાન સમક્ષ લડવા નો નિર્ણય લીધો હતો પરંતુ, જનરલે આ વાત માનવા થી સાફ મનાઇ કરી દીધી.

જનરલે વિસ્તૃત જણાવ્યુ કે, હાલ આપણી સેના પાસે કોઇ વિશેષ તાલીમ નથી જેના દ્વારા તે યુધ્ધ લડી શકે. આ વાત તેમણે ઇન્દિરા સમક્ષ પ્રસ્તુત કરી તેમણે ઇન્દિરા ને જણાવ્યુ કે , ‘યુધ્ધ લડવા માટે સૌપ્રથમ સેના ને પૂર્વ તાલીમ આપવી પડે અને તેના માટે તેને એક યોગ્ય સમય ની આવશ્યકતા છે.’

પી.એમ. ઇન્દિરા ગાંધી ના ગળે આ ના સાંભળવી જરા પણ ગળે ઉતરે એમ નથી. પરંતુ, તેનો સ્વીકાર્ય કર્યા સિવાય ‌અન્ય કોઇ રસ્તો નથી. એવુ નહોતુ કે જનરલ ઇન્દિરા ના વિરુધ્ધ મા હતા પરંતુ, તેમની મદદ કરવા ઇચ્છતા હતા. પરંતુ, તે માટે તેને યોગ્ય સમય ની જરૂરિયાત રહેશે. તેમણે પી.એમ પાસે થી ૧.૫ માસ નો સમય માગ્યો. પરંતુ, માત્ર ૧૫ દિવસના સમયગાળા મા જ તેઓ યુધ્ધ માટે સજ્જ થઇ ગયા.

જનરલ જણાવે છે કે યુધ્ધ પૂર્ણ થયુ ત્યાર બાદ એક સરેન્ડર એગ્રિમેન્ટ તૈયાર કરાયુ અને પૂર્વી પાકિસ્તાન ના કમાન્ડો ને ફોન દ્વારા સમગ્ર માહિતી જણાવે છે ને તેની ચાર કોપી તૈયાર કરાઇ. આ ચોર કોપીઓમા ની એક જનરલ નીચોજ પાસે, એક પી.એમ. પાસે, ત્રીજી જનરલ અરોડા અને ચોથી પોતાની પાસે રાખી.

આ ઉપરાંત યુધ્ધ પૂર્ણ થયા બાદ જ્યારે જનરલ પાક. ની છાવણી મા જઇ ને સૂબેદાર ને મળ્યા. તેમણે તેની સાથે થોડી વાર્તાલાપ કરી અને ત્યાર બાદ તે જગ્યા છોડી રહ્યા હતા ત્યારે તેમણે છાવણી બહાર ના સૈનિક સાથે વાર્તાલાપ નો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે જાણ્યુ કે સૈનિક ખચકાટ ‌અનુભવી રહ્યો હતો પરંતુ હાથ મિલાવી ને તેમણે તે સૈનિક ની મૂંઝવણ દૂર કરી.

આ જનરલ મા રહેલી પોતાનાપણા ની ખાસિયત તેમને અન્ય લોકો થી અલગ તારી પાડતી હતી. તે પોતાના સહકર્મીઓ તથા સાથીદારો પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવતા હતા. તેમના સુખ-દુ:ખ મા શામેલ થતા. મિત્રો આ જનરલ ને લેવા માટે જે ડ્રાઇવર ઘેર આવતો તેમને તેઓ તેમને નિયમિત બ્રેડ – બટર આપતા ‌અને ભરપેટ ભોજન તથા નાસ્તો કરાવતા.

આમ, આ પર થી કહી શકાય કે તેઓ બધા વ્યક્તિ પ્રત્યે સમાન ભાવનો આદર-સત્કાર ધરાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here