મુકેશ અંબાણીએ દીકરી સાથે 5 હજાર લોકોને હાથેથી જમવાનું પીરસ્યું, 4 દિવસ 3 ટાઇમ જમાડશે

મુકેશ અંબાણીએ દીકરીના લગ્ન પહેલા કર્યુ એવુ પૂણ્યનું કામ કે ચારે તરફ થઇ વાહવાહી.

0

ઇશા અંબાણીની પ્રી વેડિંગ સેરેમની પહેલા શુક્રવારે અંબાણી પરિવાર ‘અન્ન સેવા’ કાર્યક્રમમાં સામેલ થયો હતો. એનજીઓ નારાયણ સેવા સંસ્થાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મુકેશ અંબાણી, નીતા અને ખુદ ઇશાએ પોતાના હાથથી અનાથ બાળકો અને બેઘરોનો ભોજન પરોસ્યુ હતું.

દિવ્યાંગોને ભોજન પીરસતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી
દિવ્યાંગોને ભોજન પીરસતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી

અંબાણી પરિવારે કર્યુ પૂણ્યનું કામ

અંબાણી પરિવાર ઉદયપુરમાં 7થી 10 ડિસેમ્બર સુધી ‘અન્ન સેવા’નો કાર્યક્રમ કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં 5100 લોકોને દિવસમાં ત્રણ વખત ભોજન કરાવવામાં આવશે. આ લોકોમાં મોટા ભાગના દિવ્યાંગ સામેલ થશે. શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં ઇશાના થનારા પતિ આનંદ પરિમલ, તેના પિતા અજય અને માતા સ્વાતિ પરમિલ પણ હાજર હતા.

પાર્ટીમાં સામેલ થવા આવવા લાગ્યા ગેસ્ટ

સેરેમનીમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ગેસ્ટ આવવા લાગ્યા છે. શુક્રવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઉદયપુર પહોચ્યા હતા, તેમની સાથે પત્ની રશ્મિ અને પુત્ર આદિત્ય પણ આવ્યો હતો. આ સિવાય ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા પણ પત્ની અનુપમા સાથે પહોચ્યા હતા. આ સીવાય મોડી સાંજે અનિલ કપૂર અને ડેવિડ ધવન પણ ઉદયપુર પહોચી ચુક્યા હતા.

આ દરમિયાન ઇશા અંબાણી તેમજ આનંદ પરિમલનો પરિવાર હાજર રહ્યો હતો
આ દરમિયાન ઇશા અંબાણી તેમજ આનંદ પરિમલનો પરિવાર હાજર રહ્યો હતો

ઇશાની પ્રી-વેડિંગ સેરેમની 8 અને 9 ડિસેમ્બરે યોજાશે

આ પહેલા ગુરૂવારે ઇશાના ફિયાન્સ આનંદના પિતા અજય પીરામલ અને માતા સ્વાતિ સાથે ઉદયપુર પહોચ્યા હતા. જ્યારે કાકા અનિલ અંબાણી પત્ની ટીના અને માતા કોકિલા બેન સાથે પહોચ્યા હતા. ઇશાના પિતા મુકેશ અને નીતા અંબાણી બુધવારે જ અહી આવી ચુક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here