જમ્મુ કાશ્મીર માં IED બ્લાસ્ટ: સેના ના 13 જવાન શહીદ ઉરી બાદ પહેલો મોટો હુમલો 7 દિવસ પહેલા જાહેર કરાયુ હતું એલર્ટ

0

જમ્મૂ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ના 13 જવાનો શહીદ.

જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક મોટો આતકી હુમલો થયો છે. આતંકીઓએ સુરક્ષાબળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પુલવામાના અવંતીપોતાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનો હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 13 જવાનો શહીદ થયા છે.

આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. 40 જવાનો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના 2500 થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.

સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક વાહનમાં IED લગાવવામાં આવ્યું હતું. આ કાર હાઈવે પર જ ઉભી હતી. જેવા સીઆરપીએફના જવાનોનો કાફલો પસાર થયો તે દરમિયાન જ ભયાનક વિસ્ફૉટ થયો હતો. હુમલા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે. આ હુમલામાં સીઆરપીએફના 13 જવાનો શહીદ થયા હતાં. જ્યારે 40 થી પણ વધારે જવાનો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે.

2016 માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના 18 જવાનો શહીદ થયા હતાં.

દક્ષિણ કાશ્મીરમાં એલર્ટ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

જમ્મુ-કાશ્મીરમાં જે સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તે જમ્મૂથી કાશ્મીર તરફ જઈ રહ્યો હતો જેમાં 2500 થી વધારે જવાનો શામેલ હતાં.

આ હુમલાની જાણકારી મળ્યાના તત્કાળ બાદ પુલવામામાં રહેલી સેના, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની અન્ય કંપનીઓને અવંતિપોરા રવાના કરી દેવામાં આવી છે. આતંકી ઘટના બાદ સેનાએ હાલ જમ્મૂ-કાશ્મીર હાઈવે પર ટ્રાફિક તત્કાળ બંધ કરાવી અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાં મોટું સર્ચ ઓપરશેન હાથ ધર્યું છે. આ ઉપરાંત પુલવામા, શોપિયાં, કુલગામ અને શ્રીનગર જીલ્લામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને એજંસીઓના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

સુરક્ષા એજંસીઓએ એલર્ટ જાહેર કરતા કહ્યું હતું કે, આતંકીઓ કાશ્મીરમાં સુરક્ષાબાળોને ડિપ્લોયમેંટ અને તેમના આવવા-જવાના રસ્તે આતંકીઓ IED હુમલો કરી શકે છે.

આ એલર્ટ સંસદ ભવન પર હુમલાના દોષીત અફઝલ ગુરૂ અને જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ) ના સંસ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટની ફાંસીની વર્ષગાંઠ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું. એલર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ હુમલાની યોજના બનાવી છે. ગુપ્તચર એજંસીઓએ મોટું એલર્ટ આપતા કહ્યું હતું કે, આતંકી જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના રસ્તે IED બ્લાસ્ટ કરી શકે છે.

એલર્ટમાં એ પણ સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું હતું કે, તમામ CAPF ના કેમ્પ અને પોલીસના કેમ્પો પર મોટો આતંકી હુમલો કરવામાં આવી શકે છે. માટે તમામ સુરક્ષાબળો સાવધ રહે. સાથે જ વિસ્તારના સેંસેટાઈઝ કરવામાં આવેલા વિસ્તારમાં જવાનો ડ્યૂટી પર ના જાય. પરંતુ તેમ છતાંયે આ ચૂક થઈ અને આતંકીઓ મોટા હુમલાને અંજામ આપવામાં સફળ રહ્યાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ રસ્તે ઉભેલા એક વાહનમાં જ આઈઈડી પ્લાંટ કર્યો હતો. જેવો જ સીઆરપીએફ્ફનો કાફલો ત્યાંથી પસાર થયો, ત્યાં જ આઈઈડીમાં ભયંકર વિસ્ફોટ થયો. આ કાર્યાવાહીમાં મોટા પ્રમાણમાં ગાડીઓ શામેલ હતી. આ કાફલામાંથી જ એક ગાડી બ્લાસ્ટના લપેટામાં આવી ગઈ હતી. જેમાં 13 જવાનો શહીદ થયા હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here