જમ્મુ કાશ્મીર IED બ્લાસ્ટ બાદ એક એક લોહી ના ટીપા નો બદલો લઇશું, જાણો શું કહ્યું મોદી સરકારે વાંચો પૂરો અહેવાલ

0

જમ્મુ કાશ્મીર IED બ્લાસ્ટ બાદ એક એક લોહી ના ટીપા નો બદલો લઇશું. જાણો સુ કહ્યું મોદી સરકારે વાંચો પૂરો અહેવાલ.

સુરક્ષા એજંસીઓએ એલર્ટ જાહેર કરતા કહ્યું હતું કે, આતંકીઓ કાશ્મીરમાં સુરક્ષાબાળોને ડિપ્લોયમેંટ અને તેમના આવવા-જવાના રસ્તે આતંકીઓ IED હુમલો કરી શકે છે.

આ એલર્ટ સંસદ ભવન પર હુમલાના દોષીત અફઝલ ગુરૂ અને જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ) ના સંસ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટની ફાંસીની વર્ષગાંઠ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું.

એલર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ હુમલાની યોજના બનાવી છે. ગુપ્તચર એજંસીઓએ મોટું એલર્ટ આપતા કહ્યું હતું કે, આતંકી જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના રસ્તે IED બ્લાસ્ટ કરી શકે છે.

એલર્ટમાં એ પણ સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું હતું કે, તમામ CAPF ના કેમ્પ અને પોલીસના કેમ્પો પર મોટો આતંકી હુમલો કરવામાં આવી શકે છે. માટે તમામ સુરક્ષાબળો સાવધ રહે. સાથે જ વિસ્તારના સેંસેટાઈઝ કરવામાં આવેલા વિસ્તારમાં જવાનો ડ્યૂટી પર ના જાય. પરંતુ તેમ છતાંયે આ ચૂક થઈ અને આતંકીઓ મોટા હુમલાને અંજામ આપવામાં સફળ રહ્યાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ રસ્તે ઉભેલા એક વાહનમાં જ આઈઈડી પ્લાંટ કર્યો હતો. જેવો જ સીઆરપીએફ્ફનો કાફલો ત્યાંથી પસાર થયો, ત્યાં જ આઈઈડીમાં ભયંકર વિસ્ફોટ થયો. આ કાર્યાવાહીમાં મોટા પ્રમાણમાં ગાડીઓ શામેલ હતી. આ કાફલામાંથી જ એક ગાડી બ્લાસ્ટના લપેટામાં આવી ગઈ હતી. જેમાં 18 થી વધુ જવાનો શહીદ થયા હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં.

પુલવામાં આંતકી હુમલા પછી મોદી સરકાર હરકતમાં આવી ગયા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે CRPF ના DGP ની સાથે વાત કરીને જાણકારી મેળવી છે. રાજનાથ સિંહે જમ્મૂ-કાશ્મીરના રાજ્યાલ સત્યપાલ મલિકની સાથે ફોન પર વાત કરી. ન્યૂઝ એજન્સી અનુસાર ગૃહ મંત્રી 15 ફેબ્રુઆરીના શ્રીનગર જઇને પોતે મુલાકાત લેશે. રાજનાથ સિંહે પટનામાં પોતાની રૈલી રદ્દ કરી દીધી છે. ત્યારે હુમલા પછી દિલ્હીમાં પણ હલચલ શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામાં આંતકી હુમલો પછી આંતરિક સુરક્ષાથી જોડાયેલી અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે.

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી આ ઘટનાને લઇને દુખ વ્યકત કર્યુ છે.

તેમણે આ આ મામલામાં સુરક્ષા એજન્સીઓના ટૉપ ઑફિસર અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ રાસે જાણકાકરી મેળવી છે. PM મોદીએ ટ્વીટ કર્યુ કે, ”પુલવામામાં CRPFના જવાનો પર થયેલા હુમલો ખૂબ જ ધૃણાસ્પદ છે. હું આ કાયરતાપૂર્વક થયેલી હુમલાની નિંદા કરુ છુ. શહિદોના પરિવાર સાથે સમગ્ર દેશ ઉભો છે. જવાનોને બલિદાન વ્યર્થ નહી જાય. પ્રાર્થના કરુ છુ કે ઇજાગ્રસ્ત જવાન જલ્દીથી સારા થઇ જશે.”

આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ CRPF ના સીનિયર અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને તાત્કાલિક મિટિંગ બોલાવી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, તેઓ પુલવામાં હુમલા પછી પોતે સ્થિતિની દેખરેખ રાખી કહ્યા છે. આ સિવાય CPRFના અધિકારીઓ તેમણે ઘટના સ્થળ અંગેની માહિતી આપી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી છે અને સાથે જ તેમણે કહ્યુ કે, આ હુમલાનો બદલો લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે સાંજે એક મોટો આતંકી હુમલામાં CRPF ના 30 જવાન શહીદ થયા છે. શહિદ જવાનોની સંખ્યા વધવાની શક્યતા છે. આંતકી સંગઠન જૈશ-એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

આદિલ અહમદ ડાર નામના આંતકીએ કાફલા પર હુમલાની યોજના બનાવી હતી. આદિલ પુલવામાના કાકાપોરા વિસ્તાર રહેવાસી હતો. નોધનીંય છે કે ઉરી સપ્ટેમ્બર 2016ના થયેલા આતંકી હુમલા પછી કાશ્મીરમાં સુરક્ષાદળ પરનો આ સૌથી મોટી આતંકી હુમલો છે.

પુલવામામાં હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે. એનએસએ અજિત ડોભાલે ઇમરજન્સી બેઠક બોલાવી છે. અજીત ડોભાલે સીઆરપીએના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. બેઠકમાં જોઇન્ટ સેક્રેટરી અને સ્પેશિયલ સેક્રેટરી ભાગ લઇ રહ્યા છે ત્યારે ગૃહ સચિવને ભૂટાનથી પરત બોલાવવામાં આવ્યા છે.મહત્વનું છે કે, ગૃહમંત્રી રાજનાથસિંહે સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગરથી વાત કરી છે.

સાથે જ તેમણે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ સાથે પણ ફોનમાં વાત કરી છે. રાજનાથસિંહે પટનામાં પોતાના થનાર રેલીને રદ કરી દીધી છે. આ ઘટનાને ધ્યાને રાખીને આવતીકાલે ગૃહમંત્રી રાજનાથસિંહ શ્રીનગર જશે. રાજનાથસિંહ સાથે CRPF ના DGP પણ હાજર રહેશે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here