જિગ્નેશ મેવાણીને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી

0

ગુજરાતનાં વડગામ વિધાનસભાથી અપક્ષનાં ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડોન રવિ પુજારીનાં નામે આ ધમકી મળી હોવાનું સામે આવી રહ્યું છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ રણવીર મિશ્રા તરિકે આપી છે . જીગ્નેશ મેવાણીએ પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે જિગ્નેશ મેવાણી સામે લેખિકા શૈફાલી વૈદ્યે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જિગ્નેશ મેવાણીએ થોડા દિવસો પહેલા તેમના ટ્વીટર અકાઉન્ટ પર ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આદ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો મીક કરેલો (મોર્ફડ ઇમેર) શેર કરી હતી. આ ઇમેરમાં શૈફાલી વૈદ્ય પણ દ્રશ્યમાન થતા હતા. લેખિકાની ફરિયાદ પરથી પુનાના પોલ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણી સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 500 (ડેફેમેશન) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓક્ટની કલમ 66 (સી) મુજબ ગુનો નોંધાયો છે. મેવાણીએ આ ફોટો શેર કરી ઓ માય ગોડ ફિલ્મ સાથે સરખાણી કરી કટાક્ષ કર્યો હતો. જો કે, જિગ્નેશ મેવાણીને તેમની ભૂલ સમજાઇ હતી અને તરત જ ટ્વીટ ડિલીટ કરી નાંખ્યુ હતુ.

જિગ્નેશ મેવાણીએ ટ્વીટ ડિલીટ કર્યા પછી લખ્યુ હતુ કે, મને જાણકારી મળી છે કે, મેં ખોટો ફોટો ટ્વીટ કર્યો છે. સત્યતા તપાસ્યા વિના ફોટો પોસ્ટ કરવા બદલ માફી માંગુ છું. હવે પછી આ બાબતે હું કાળજી રાખીશ. આપણે આ બાબતે સાવચેતી રાખવી જોઇએ. જ્યારે પણ આપણા ધ્યાનમાં આવે કે, આ ઉપજાવી કાઢેલી વિગતો છે તો તેને તાત્કાલિક ડિલીટ કરવી જોઇએ.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here