મુશ્કેલીમાં ફસાયેલ આ યુવકે એવી રીતે કર્યો ઝોમાટો, નો ઉપયોગ જાણી ને તમારા હોશ ઉડી જશે.

0

હાલ દુનિયા ટેકનોલોજી નો ખુબજ ઉપયોગ કરી રહી છે. ત્યારેહવે લગભગ બધીજ વસ્તુ ઓનલાઈન મળી રહી છે.હાલમાંજ ટુકજ સમય માં ખુબજ લોકપ્રિય બણીગયેલ અપ્પ એટલે કે ઝોમાટો.

આમતો લોકો હંમેશા ઝોમાટો પર ફૂડ ઓર્ડર કરતા હોઈ છે પરંતુ એક યુવકે આ એપ સાથે કર્યું કંઈક એવું જેજાણી ને થઇ જશો તમે હેરાન તો આંવો જાણીયે આ સમગ્ર ઘટના.

દુનિયામાં ઘણા લોકો એવા છે જે જુગાડ કરવા માટે જાણીતા છે.અને આ લોકો કાઈ નવું જ કરવા માંગતા હોય છે.પોતે કોઈપણ મુશ્કેલીમાં મુકાયા હોય પરંતુ એવો જુગાડ કરીને તેમાથી પાર નીકળી જાય છે

અને લોકો ને ખૂબ નવાઈ લાગે છે.હૈદરાબાદના એક યુવકે પણ ઝોમાટો સાથે આવો જ કંઈક જુગાડ કર્યો છે.આપણે સામાન્ય રીતે ઝોમાટો પર ફૂડ ઓર્ડર કરીએ છીએ. આ એપ પણ ઓનલાઈફ ફૂડ ઓર્ડર માટે જ છે.પરંતુ ઓબેશ નામના યુવકે જે કર્યું તે કંઈક વધારે જ હટકે છે.

ઓબેશે ફેસબુક અને ટ્વિટર આ ઘટના વિશે વાત કરી. જેમાં તેણે લખ્યું છે કે, રાતના સાડા અગિયાર વાગ્યા હતા. હું ઈનઓર્બિટ મોલ રોડ પર હતો અને રીક્ષા ની રાહ જોઈ રહ્યો હતો.પરંતુ મને કોઈ રિક્ષા મળી નહીં.

મે ઉબર એપ ખોલી, પરંતુ તે સમયે મારા ઘર સુધીનું ભાડું તેમાં 300 રૂપિયા બતાવી રહ્યું હતું. મને ભૂખ પણ લાગી હતી.

એટલે મેં ઝોમાટો એપ ખોલી અને આજુબાજુમાં ફૂડ શોપ શોધવા લાગ્યો’ઓબેશે આગળ લખ્યું કે, મને ત્યાં એક ઠોસા બંદી  મળી,મેં તેમાંથી એગ ઢોસા ઓર્ડર કર્યા, તમને થશે કે તેને ઘરે જ જવું હતું તો પછી તેણે ઢોસા કેમ ઓર્ડર કર્યા.

પરંતુ ઓબેશના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે એક તીરથી બે શિકાર કરવા માગતો હતો. થોડા સમય બાદ ડિલિવરી બોય ફૂડ શોપ પર ઓર્ડર પિક કરવા માટે આવ્યો.

ઓબેશે તે જ સમયે તેને કોલ કરીને જણાવ્યું કે આ તેણે કરેલો ઓર્ડર છે.ઓબેશે બાદમાં ડિલિવરી બોયને કહ્યું કે, તે ફૂડની સાથે- સાથે ડિલિવરી લોકેશન સુધી તેને પણ લેતો જાય.ડિલિવરી બોય પણ માની ગયો.

આ રીતે ઓબેશના ઓટો-કેબના પૈસા પણ બચી ગયા અને આરામથી ઢોસા લઈને ઘરે પણ પહોંચી ગયો.ઓબેશે લખ્યું કે,ડિલિવરી બોયે મને ઘર પર મારા ઓર્ડરની સાથે મને પણ પહોંચાડી દીધો.

તેણે મને કહ્યું કે સર પ્લીઝ 5 સ્ટાર રેટિંગ આપજો. મેં તેને કહ્યું વાંધો નહીં.ઝોમાટો ફ્રી રાઈડ આપવા માટે આભાર. ઓબેશની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

ઝોમાટો એ પણ તેની પોસ્ટ પર રિપ્લાય આપ્યો છે.ઝોમાટો એ ફેસબુક પર એક GIF શેર કર્યું છે. જેમાં લખ્યું છે કે, આધુનિક સમસ્યાઓ માટે આધુનિક સમાધાનની જરૂર પડે છે.

લોકેશે જે કર્યું તે જાણીને સોશિયલ મીડિયા પર યૂઝર્સ પણ તેના ફેન બની રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, બંદેને દિમાગ તો જબરદસ્ત લગાયા, સલામ હૈ બોસ.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here