કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ

0

અમેરિકા, કેનેડા જવાની ઇચ્છા ધરાવતા યુવક-યુવતીઓને અદ્દલ કાઠિયાવાડી લહેકામાં અહીંની લાઇફસ્ટાઇલ અંગે જણાવતા એક યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો કેનેડામાં એક મહિનાથી બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરીનો છે. મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામના ક્રિશે રમત-રમતમાં બનાવેલો આ વીડિયો લોકો પસંદ કરવા લાગ્યા છે.

કેવી રીતે આવ્યો વીડિયો બનાવવાનો વિચાર?

– એક ન્યૂઝચેનલ સાથે વાત કરતા ક્રિશે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. અચાનક જ વિચાર આવ્યો કે બસની રાહ નથી જોવી ચાલતા જ ઘરે જઇએ.
– આ દરમિયાન મિત્રને કહ્યું કે, મોબાઇલ બહાર કાઢ અને વીડિયો બનાવ. બસ આ વીડિયો મિત્રો પાસેથી વોટ્સએપમાં ફરતો થયો અને વાઇરલ થઇ ગયો.

હળવી શૈલીમાં રજૂ કરી મુશ્કેલીઓને

– એક મહિનાથી કેનેડામાં રહેતા ક્રિશે કેનેડામાં પડતી મુશ્કેલીઓને હળવા મૂડમાં રજૂ કરી છે.
– ક્રિશનો પરિવાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુરતમાં જ રહે છે અને તે કેનેડા અભ્યાસ માટે ગયો છે.
– કેનેડા ગયેલા ક્રિશ ભંડેરીએ કેનેડામાં બનાવેલો વીડિયો વાઇરલ થઈ ગયા બાદ તે ફેમસ થઇ ગયો છે.

વાઇરલ થયેલા વિડીયો જુઓ:

વિડીયો 1:

વિડીયો 2: 

 

વિડીયો 3: 

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here