પપ્પા સાથે વાત કરી ફોન પર અને થોડા સમય માં જ ટેલિવિઝન માં તેમની તસવીરો જોઈને નાની દીકરી, જરૂર વાંચો

0

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આતંકવાદીઓએ CRPF ના જે કાફલા પર હુમલો કર્યો, તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા.

આ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા અને લગભગ 20 થી વધારે જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આગ્રાના કહરઇ ગામમાં શનિવારે આશરે 4 વાગ્યાની આસપાસ તિરંગામાં લપેટાયેલ શહીદ કૌશલ કિશોર રાવતનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો.

તેમના પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ પરિવાર તથા ગ્રામજનો રડી પડ્યા. સમાચાર મળતા એકદમ શોક લાગ્યો હમણાં તો વાત કરી ને એવું થયું. આ સાથે જ સમગ્ર ગામ તમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું.

શહીદના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનના ફળિયામાં રાખવામાં આવ્યો એને ગ્રામજનો તથાં શહીદના પરિવારજનોએ પાર્થિવ દેહ પર પુષ્પ અર્પણ કર્યા.

આ સાથે જ શહીદ કૌશલ કિશોરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ ઘટના બની ત્યારે આખુ ગામ હિબકે ચઢ્યું હતું. સમગ્ર વાતાવરણમાં ગંભીરતા અને ગમગીનતા છવાયેલી જોવા મળી હતી.

દીકરી સાથે છેલ્લી વાતચીત થઇ ત્યારે કહ્યું હતું કે, હું જમ્મૂ પહોંચી ગયો છું. હું જમ્મૂ પહોંચી ગયો છું. ગુરૂવારની સવારે કાશ્મીર જવા અન્ય જવાનો સાથે નિકળીશ અને ત્યારબાદ રજા લઇને ઘરે આવીશ. તુ બધાનું ધ્યાન રાખજે. પુલવામાં શહીદ થયેલા CRPF ના જવાન કૌશલ કિશોર રાવતની આ છેલ્લી વાતચીત બની ગઇ.

પરિવારો ને આર્મી કેમ્પ માંથી ફોન આવ્યા અને જણાવ્યૂ હતું કે કૌશલ રાવત શહીદ થઈ ગયા છે પરિવાર માં એકદમ જ શોક લાગી ગયો હતો.પોતાની પિતાની તસ્વીર ટેલિવિઝન પર જોઈ ને નેની દીકરી બોલી જો પપ્પા અને પછી એના આંખ માં આશુ સમાવ્યા ના હતા આખો પરિવાર આખું ગામ શોક માં ડૂબયું છે અને આજે અંતિમ વિદાય આપી.

પુલવામામાં CRPF જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2018 ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ CRPF ના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.

અમદાવાદના ડેબ રિકવરી ટ્રિબ્યુનલના તમામ સ્ટાફ અને વકીલોએ શહીદોના પરિવાર માટે માત્ર 1 દિવસમાં 8.50 લાખ ભેગા કર્યા છે. તે સાથે જ સ્ટાફ અને વકીલોએ પોતાની એક દિવસની કમાણી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. બીજા વ્યવસાયના લોકો પણ જોડાઇ રહ્યા છે.

એવી જ રીતે સુરત ના એક પરિવાર ઘ્વારા પણ લગ્ન સાદાઈ થી રાખી લગ્ન નો ખર્ચ શાહિદ પરિવારો ને આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here