લો બોલો કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર અલ્પેશ ની મિલકત માં 150 ટકા નો જંગી વધારો.

0

હાલમાં ખુબજ ચર્ચામાં રહેનાર ગુજરાતના રાજકારીઓમાં અલ્પેશ ઠાકોર મોખરે છે ત્યારે આજે તેમની સંપત્તિ ને લઈને ચોંકાવનારી ખુલાસો બહાર આવ્યો છે.જે જાણી ને ભલભલા ના હોશ ઉડી ગયાંછે.ગુજરાતની વડી અદાલતમાં કેસ નબળો પાડવા માટે રૂ.11 કરોડની ઓફર કરનારા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની સંપત્તિમાં બે ચૂંટણીમાં 150 ટકા વધારો થયો છે. તેમની સંપત્તિ કેટલી છે અને તેમની સંપત્તિ અંગે કેવા આરોપો થયા છે તેવી વિગતો અગાઉ જાહેર થઈ હતી.રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે.

૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મમાં કુલ ૩૩.૧ લાખની સ્થાવર મિલકત વત્તા ૧૨.૪૨ લાખ એમ કુલ મળીને ૪૫ લાખની મિલકત દર્શાવી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની પીઠ પાછળ દગો કરી રાજીનામું આપીને 6 મહિનામાં ભાજપમાં પક્ષપલટો કરીને ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે.તેની મિલકતોની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.ભાજપમાં પક્ષપલટો કરીને ભળી ગયા બાદ ઉમેદવારી નોંધાવતી વખતે અલ્પેશ ઠાકોરે રૂ.૩૯.૭ લાખની સ્થાવર અને રૂ.૯૪ લાખની જંગમમિલકત જાહેર કરી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ઠેકડો મારેલી અલ્પેશની મિલકત એકાએક ૧૫૦%થી પણ વધારે વધી ગઈ છે. અલ્પેશ ઠાકોરે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની પત્નીના નામે કોઈ જ મિલકત ન હોવાનું દર્શાવ્યું હતું જયારે આ વખતે અલ્પેશે તેની પત્નીના નામે રૂ.૫૧.૯૦ લાખની મિલ્કત વધી ગઈ છે. આમ ભાજપમાં ભાળ્યા બાદ અલ્પેશની મિલકત એકાએક ડબલ થઇ જતા લોકોમાં ચર્ચા જાગી છે.એક સમયે તે અમદાવાદના રાણીપમાં સાદા મકાનમાં રહેતો હતો, આજે એ જ જગ્યાએ મકાન તોડીને આલીશાન બંગલો તૈયાર કરાવ્યો છે.પહેલાં તે સાદી કારમાં ફરતો હતો, આજે મોંઘીદાટ કારમાં ફરતો થયો છે, તેની પાસે એક નહીં પરંતુ સ્કોડા, ટોયોટા ઈનોવા સહિતની 4 કાર થઈ ગઈ છે.

છેલ્લા એક દોઢ વર્ષમાં જ આ ગાડીઓ આવી છે. પોતે સમૃદ્ધ થયા છે પણ, જેના માટે લડાઈ લડી એ ઠાકોર સમાજના યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી.થોડાક સમય પહેલાં અલ્પેશના પરિવારમાં લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં ભપકો-ઝગમગાટ એવાં હતા કે કોઈ ઉદ્યોગપતિને પણ ટક્કર મારે એવા લગ્ન હતા. ઓછામાં ઓછો રૂ.2 કરોડ ખર્ચ સમારોહ પાછળ થયો હતો.અલ્પેશ ઠાકોર રાજકીય શોદાબાજી માટે જાણીતા છે.લોકસભાની ચૂંટણીમાં પણ શોદાબાજી કરીને કામ કર્યું હતું.તેથી હવે તેમના પર ઠાકોર સેનાને પણ ભરોશો નથી.લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઠાકોરસેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળીને દોઢ કલાક સુધી રાજકીય શોદાબાજી કરી હતી.

અમિત શાહને જીતાડવા શોદો અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અમિત શાહે લોકસભાની ચૂંટણી જીતવા બે હિસાબ નાણાં ખર્ચ કર્યા હતા.ઠાકોર સેનાના નામે બનાસકાંઠા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા કરી ભાજપને જીતાડવાની સોપારી લીધી છે. ઠાકોર સમાજના આગેવાનો જાહેરમાં કહી રહ્યા છે કે, અલ્પેશે સમાજના ખભે બંધૂક મૂકી રાજકીય રોટલા શેક્યા છે, સમાજ સાથે ગદ્દારી કરી છે.અહીં જંગી ખર્ચ કર્યું તે નાણાં ક્યાથી આવ્યા હતા.સવર્ણોનું અનામત આંદોલન ચાલતું હતું ત્યારે અલ્પેશે સામે આંદોલન કર્યું ત્યારે આનંદીબેન પટેલે ફંડ આપ્યું હતું.

કોંગ્રેસના અનેક નેતાઓ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આનંદીબેન પટેલની સરકારને ઊથલાવવા તમામ પ્રકારની મદદ કરી હતી. પછી અલ્પેશ મોંઘી વસ્તુ વાપરતો થયા હતા. જે લોકોની આંખોએ ખૂંચવા લાગ્યું હતું. ત્યાર બાદ વિરમગામ આપસાપની જાપાન અને બીજી કંપનીઓ પાસેથી તેઓ ફંડ મેળવતાં રહ્યાં છે.એક સમયે તે અમદાવાદના રાણીપમાં સાદા મકાનમાં રહેતા હતા, આજે એ જ જગ્યાએ મકાન તોડીને આલીશાન બંગલો તૈયાર કરાવ્યો છે.પહેલાં તે સાદી કારમાં ફરતા હતા. આજે મોંઘીદાટ કારમાં ફરતો થયો છે, તેની પાસે એક નહીં પરંતુ સ્કોડા, ટોયોટા ઈનોવા સહિતની 4 કાર થઈ ગઈ છે.

છેલ્લા એક દોઢ વર્ષમાં જ આ ગાડીઓ આવી છે. પોતે સમૃદ્ધ થયો છે પણ, જેના માટે લડાઈ લડી એ ઠાકોર સમાજના યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી. શિક્ષણનો હક્ક અપાવવાની વાત કરી હતી એ આજે ય રઝળપાટ કરી રહ્યા છે.2017ની વિધાનસભાની ચૂંટણી રાધનપુરથી લડ્યા એ પહેલાં રાધનપુરમાં એક ડોક્ટરને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. તેથી તબીબે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. અલ્પેશે પોતે જ ચૂંટણી લડતાં ડોક્ટરને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. ડોક્ટરે ચૂંટણીનું તમામ ખર્ચ આપ્યું હતું.આ લગ્ન સમારોહમાં ભપકો-ઝગમગાટ એવાં હતા કે કોઈ ઉદ્યોગપતિને પણ ટક્કર મારે એવા લગ્ન હતા.ઓછામાં ઓછો રૂ.2 કરોડ ખર્ચ સમારોહ પાછળ થયો હતો.

દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની 4 લોકસભા બેઠક હરાવવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને ઠેકો આપ્યો છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂ.90 કરોડ લીધા હોવાનો તેમણે જાહેરમાં આરોપ કેમેરા સામે કર્યો હતો.રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્યો બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી રૂ.100 ઉઘરાવી લઈને કૌભાંડ કર્યું હોવાનો આરોપ ઠાકોર સેનાના કાર્યકરોએ મૂક્યો છે.

રૂ.4 કરોડ સભ્ય ફીના થાય છે તેનો હિસાબ અલ્પેશ આપતો નથી. ઉપરાંત ઠાકોર મોલ બનાવવા માટે રૂ.1100 વ્યક્તિ દીઠ ઉઘરાવીને ઠાકોર સમાજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવતાં ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ઊભો થયો હતો.રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર અનેક પ્રકારના ગંભીર મૂકી જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના કારણે અમે કોંગ્રેસ છોડ્યું છે. અલ્પેશ ઠાકોર સોલાર પાર્કમાં પણ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર તેમના પીએ હાર્દિક ત્રિવેદી દ્વારા રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં રૂપિયા 5 કરોડનો બંગલો લીધો છે તેમના અંગત મદદનીશ તેવી જ રીતે હાર્દિક ત્રિવેદી હમણા નવી ગાડી લાવ્યા છે. આટલા દિવસથી તેમની પાસે ગાડી લાવવાના પૈસા ન હોતા તો અત્યારે ગાડી ક્યાંથી આવી? અલ્પેશ ઠાકોર પાસે 10 ગાડી ક્યાંથી આવી? અલ્પેશના પીએ પાસે પણ 10 જેટલી ગાડીઓ છે તે ક્યાંથી આવી? સુરેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને કારણે જ પાટણ જિલ્લા અને રાધનપુરમાં તાલુકા પંચાયત ગઈ છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here