ખૂબ રહસ્યમય છે ભગવાન શિવજીનું આ ઘર તેના વિશે આ વાતો તમે ક્યારેય નહીં જાણતા હોવ

0

ભગવાન શિવ દેવો ના દેવ મહાદેવ શંકર ભગવાન બાબા અમરનાથ જેના હજારો હાથ છે એવા નામ પણ અસંખ્ય છે. ભગવાન ભોળા નાથ ના ભક્તો ની કોઈ કમી જ નથી,શિવ મંદિર તમે જ્યાં જશો ત્યાં જોવા મળશે.

આજે વાત કરીશુ તમને ભગવાન શિવ ના ઘર વિશે, ખૂબ જ રહસ્યો છે.લોકો કહે છે આ જગ્યા પર સાક્ષાત શિવજી ના દર્શન થાય છે એનો અનુભવ એવો આહલાદક છે કે એની કોઈ વાત જ નથી થાય તેવી એટલું સુંદર ધરતી નું સ્વર્ગ કહેવાય તો આ જ છે.

સ્વર્ગનો રસ્તો?

કૈલાશ પર્વતને સ્વર્ગનો રસ્તો માનવામાં આવે છે. આખા હિમાલયમાં  કૈલાશ પર્વત રહસ્યથી ભરેલી જગ્યા છે. આંકડાની વાત કરીએ તો કૈલાશની ઊંચાઈ તિબેટિયન તળેટીથી 22,000 ફીટ છે. અહીં મોટાભાગના લોકોને પ્રવેશ નથી મળતો. હિન્દુ અને બુદ્ધ લોકો માટે કૈલાશ પર્વત મેરુ પર્વત સમાન છે. અમે આજે તમને ભગવાન શિવના ઘર વિષેની રહસ્યમય અને રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આ દુનિયાનું સૌથી રહસ્યમય અને પવિત્ર શિખર છે.

પિરામિડ આકારનો છે

મેરૂ પર્વત પિરામિડ આકારનો છે. તેને જોઈને કોઈપણ માની જાય કે અલૌકિક શક્તિ ધરાવતા માણસોની ગજબ આવડતનું જ આ પરિણામ છે. એ ગુફાઓ જે નસીબદારને જ જોવા મળે છે

બુદ્ધ અને હિન્દુ ધર્મગ્રંથોને જણાવ્યા મુજબ મેરૂ પર્વતમાં પ્રાચીન મઠ અને ગુફાઓ આવ્યા હતા જ્યાં સંત મહંતોનો વાસ હતો. આ ગુફાઓ માત્ર નસીબદારોને જ જોવા મળે છે. ટોચ સુધી પહોંચવું મુશ્કેલ.

દર વર્ષે હજારો યાત્રીઓ તિબેટમાં કૈલાશ પર્વતની યાત્રા માટે આવે છે. ઘણા ઓછા લોકો તેની ટોચ સુધી પહોંચી શકે છે ઘણા ઓછા લોકો તેની ટોચ સુધી પહોંચી શકે છે અથવા તેની પ્રદક્ષિણા પૂર્ણ કરી શકે છે. આ ટોચ પર પહોંચવાનો કેટલાંક બહાદુર પર્વતારોહીઓએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તેમને સફળતા મળી નહતી. બે તળાવ આવેલા છે.

કૈલાશ પર્વતની તળેટીમાં માનસરોવર અને રાક્ષસ તાલ નામના બે તળાવ આવેલા છે. 14,950 ફીટની ઊંચાઈએ આવેલુ માનસરોવર વિશ્વનું સૌથી ઊંચુ સ્વચ્છ પાણીનુ તળાવ ગણવામાં આવે છે. માનસરોવર પવિત્ર ગણાય છે જ્યારે રાક્ષસ તાલ તેનાથી સાવ વિરુધ્ધ ગણાય છે. અહીં રાજા રાવણે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે આકરુ તપ કર્યું હતું. આથી તે રાક્ષસી ગુણો સાથે સંકળાયેલુ છે. તેમાં ખારુ પાણી છે અને તેમાં કોઈપણ જળચરનો વાસ નથી.

વિશ્વનું કેન્દ્ર

કૈલાશ એ આખા વિશ્વનું કેન્દ્ર બિન્દુ મનાય છે. માન્યતા મુજબ આ એ જગ્યા છે જ્યાં સ્વર્ગ પૃથ્વીને મળે છે. ગૂગલ મેપ પર જોશો તો પણ તમને માલૂમ પડશે કે કૈલાશ વિશ્વનું કેન્દ્રબિન્દુ છે. માનસરોવરની ખાસિયત.

પવિત્ર સરોવર માનસરોવર ગમે તેવી પરિસ્થિતિમાં શાંત જ રહે છે. ઝડપથી પવન ફૂંકાતો હોય તો પણ માનસરોવરનું પાણી સ્થિર અને શાંત રહે છે જ્યારે રાક્ષસ તાલનું પાણી હંમેશા ડામાડોળ રહે છે. ઉંમર વધી જાય છે?

કૈલાશની યાત્રા કરીને આવો ત્યારે તમારા નખ અને વાળ થોડા મિલિમિટર વધી ગયા હોય તો નવાઈ ન પામશો. યાત્રીઓએ અનુભવ્યું છે કે આ પ્રાચીન શિખરની હવામાં ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ટોચે પહોંચ્યા તો આવુ થયુ.

એક વખત સાઈબેરિયાના પર્વતારોહકો શિખર પર અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા હતા. પાછા આવ્યા તો એમની ઉંમર અમુક દશકા વધી ગઈ હોય તેવુ લાગતુ હતુ. આઘાતજનક વાત એ છે કે શિખર પર ચડનારા બધા જ પર્વતારોહકો એક જ વર્ષ બાદ વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા હતા. હિન્દુઓ નથી ચડતા આ પહાડ પર.

હિન્દુઓ માટે આ પર્વત પર ચડવુ વર્જિત મનાય છે. અહીં ચડવાથી પર્વતની પવિત્રતા જોખમાય એવુ માનવામાં આવે છે. વળી હિન્દુઓ માને છે કે આવુ કરવાથી અહીં રહેતા સંતોની પવિત્ર ઉર્જાને પણ ખલેલ પહોંચે છે. તિબેટિયન મા્યતા મુજબ મિલારેપા નામનો એક સાધુ મેરૂ પર્વતની ટોચ સુધી પહોંચ્યો હતો પરંતુ તે જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે ટોચ પર વસતા ભગવાનને હેરાન ન કરવાની ચેતવણી આપી હતી.

અમુક લોકો ઘ્વારા એવું કહેવામાં આવે છે કે આ જગ્યા સુધી કોઈ પહોંચ્યું નથી અમુક લોકો કહે છે ભગવાન અમારી મદદ માટે આવ્યા છે રસ્તા પર, દર્શન થયા મળ્યા ભગવાન શિવ ના દર્શન વાતો ઘણી છે આ રહસ્યમય જગ્યા ની હમેશા કઈ નવું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here