આઇ લવ યુ બોલી ને મેજર ની પત્ની એ આપી અંતિમ વિદાય તસવીરો જોઈને તમે પણ રડી જશો…

0

નમ આંખો અને વરસાદની વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સતત બીજા દિવસે દેશના બીજા એક સપૂતને અંતિમ વિદાય આપવામાં આવી.

કાશ્મીરમાં શહાદત આપનાર મેજર ચિત્રેશ બાદ આજે મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલ પોતાની અંતિમ સફર પર નીકળ્યા. તેઓ સોમવારના રોજ પુલવામા અથડામણમાં શહીદ થયા હતા.

‘ભારત માતા કી જય’ અને પાકિસ્તાની વિરોધી નારા લાગતા હજારો લોકોની ભીડ તેમણે સલામી આપી રહી છે. મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલના નશ્વર દેહને સોમવારે સાંજે દેહરાદૂન લાવામાં આવ્યો હતો.

શહીદ મેદરના પરિવારમાં દાદી, માતા, ત્રણ બહેનો અને પત્ની છે. દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. માતાને હૃદયની બીમારી છે, આથી તેમને સૌથી છેલ્લે દીકરાની શહાદતની જાણ કરાઇ હતી. મેજરે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ નિકિતા કૌલ સાથે લગ્ન કર્યા હતા, જે કાશ્મીરથી વિસ્થાપિત પરિવારમાંથી છે.

શહીદ મેજર વિભૂતિકુમારે (34) આઠ વર્ષ પહેલાં 2011 મા આર્મી જોઇન કર્યું હતું. પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધ મેજર ઓપરેશનમાં તેઓ આતંકીઓનો સામનો કરતાં શહીદ થયા.

સોમવારના રોજ જૈશના ટોપ કમાન્ડર કામરાનના પિંગલિનામાં છુપાયા હોવાની સૂચના પર 55 રાષ્ટ્રીય રાઇફલ્સના યુનિટની સાથે આતંકીઓનો સામનો કરવા નીકળી પડ્યા પરંતુ આતંકીઓની ગોળી એ દેશના સપૂતને છીનવી લીધો.

દહેરાદૂનના ડંગવાલ રોડ નિવાસી મેજરના પિતા સ્વ.ઓમપ્રકાશ ઢૌંડિયાલનું નિધન થઇ ચૂકયું છે. હવે શહીદના પરિવારમાં વૃદ્ધ દાદી, માતા, ત્રણ બહેનો અને પ્તની છે. ગયા વર્ષે જ તેમના લગ્ન થયા હતા. બંને બહેનોના લગ્ન થઇ ચૂકયા છે જ્યારે એક બહેનના લગ્ન થયા નથી.

મેજરનો પરિવાર મૂળ પૌડી જિલ્લાના બૈજરો ઢૌંડ ગામનો રહેવાસી છે ગયા વર્ષે જ મેજરના થયા લગ્ન મેજર વિભૂતિ એ એક વર્ષ પહેલાં જ ફરીદાબાદની નિકિતા કૌલ સાથે લગ્ન કર્યા હતા.

જે કાશ્મીરના વિસ્થાપિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મેજર વિભૂતિ અને નિકિતાના લવ મેરેજ હતા. શહીદ વિભૂતિના નાનપણના મિત્ર મયંક ખંડૂરી એ કહ્યું કે વિભૂતિ શરૂઆતથી ભણવામાં હોશિયાર હતો.

તેઓ હંમેશાથી સેના જોઇન કરવા માંગતા હતા. અમે 12 મા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો અને પછી ગ્રેજ્યુએશન બાદ તે સેનામાં સામેલ થયો. ગયા વર્ષે જ નિકિતા સાથે લગ્ન કરી લીધા હતા. તેઓ દિલ્હીમાં કામ કરતા હતા અને જ્યારે વિભૂતિ રજા પર આવે તો બંને અહીં સાથે રોકાતા હતા.

આતંકીઓ સામે મોર્ચો લેતા શહીદ થનાર ઉત્તરાખંડના મેજર વીએસ ઢૌંડિયાલે વચન આપ્યું હતું કે આ વખતે લાંબી રજા પર આવશે. હવે આ વચન કયારેય પૂરું થશે નહીં. ‘હા પપ્પ, નિકિતા સાથે વાત કરી રહ્યા હતા. હું એપ્રિલમાં આવી રહ્યો છું.

ગઇ વખતની જેમ ભાગમભાગમાં તો રોકાઇ શકયો નહોતો. આ વખતે લાંબી રજા લઇને આવીશ.’ કંઇક આવી વાતો પુલવામાના પિંગલિનામાં આતંકીઓની સાથે એનકાઉન્ટરમાં શહીદ થયેલા મેજર વિભૂતિ કુમાર ઢૌંડિયાલે રવિવારના રોજ પોતાના સસરા એમ.એલ.કૌલ સાથે કરી હતી.

તેઓ ગ્રેટર ફરીદાબાદના સેકટર-82 સ્થિત એસપીઆર સોસાયટીમાં રહે છે. સોમવારના રોજ એન્કાઉન્ટરની વચ્ચે મેજરના શહીદ થવાના સમાચારે સાસુ-સસરા સહિત આખા પરિવારને સ્તબ્ધ કરી દીધા.

શહીદના અંતિમ દર્શન માટે જનસૈલાબ ઉમટી પડ્યો. સેનાના જવાનોએ એરપોર્ટ પર શહીદને સલામી આપી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલની પત્ની નિકિતા કૌલના દર્દને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

ગયા વર્ષે જ મેજર વિભૂતિ સાથે લગ્ન કરનાર નિકિતાની સામે આજે જ્યારે ત્રિરંગામાં લપટેલ પતિનો નશ્વર દેહ આવ્યો તો તેમણે માથાને ચૂમ્યા બાદ ‘આઇ લવ યૂ’ કહી અંતિમ વિદાય આપી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here